Kenya Plane Crash : એર એમ્બ્યુલન્સ ક્રેશ બાદ જોવા મળી રહ્યા છે ભયાવહ દ્રશ્યો
- અમદાવાદ જેવી જ વિમાન દુર્ઘટના કેન્યામાં ઘટી (Kenya Plane Crash)
- 2 ડોક્ટર, 2 નર્સ સહિત કુલ 6 ના કરુણ મૃત્યુ થયા
- યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે
- અકસ્માત સ્થળે ભયાવહ દ્રશ્યો જોવા મળી રહ્યા છે
Kenya Plane Crash : નૈરોબીમાં એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. એક એર એમ્બ્યુલન્સ (Air Ambulance) એ ટેકઓફ કર્યુ અને માત્ર 3 જ મિનિટમાં એક સ્કૂલ પર ક્રેશ થઈ ગઈ હતી. આ સ્કૂલ એક રહેણાંક વિસ્તારમાં હતી તેથી આ વિમાન દુર્ઘટનાથી અફરાતફરી મચી ગઈ હતી. આ વિમાન દુર્ઘટના અમદાવામાં થયેલ વિમાન દુર્ઘટના જેવી જ જણાઈ રહી છે. આ અકસ્માતમાં ભોગ બનેલ એર એમ્બ્યુલન્સમાં પણ રડારમાં કંઈક ક્ષતિ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ગમખ્વાર અકસ્માતમાં 2 ડોક્ટર્સ, 2 નર્સ અને 2 સ્થાનિકોના મૃત્યુ થયા છે.
સમગ્ર ઘટનાક્રમ
કેન્યા સિવિલ એવિએશન ઓથોરિટીના જણાવ્યા અનુસાર, રાજધાની નૈરોબીમાં એક એર એમ્બ્યુલન્સે વિલ્સન એરપોર્ટથી સોમાલિયાના હાર્ગેઇસા શહેર જવા માટે ઉડાન ભરી હતી. ટેકઓફ થયાના 3 મિનિટ પછી, એર એમ્બ્યુલન્સ રડાર પરથી ગાયબ થઈ ગઈ અને ATC સાથેનો સંપર્ક પણ તૂટી ગયો હતો. થોડા સમયમાં જ એર એમ્બ્યુલન્સ રહેણાંક વિસ્તારમાં આવેલી એક સ્કૂલની ઉપર ક્રેશ થઈ ગઈ હતી. Kenya Plane Crash માં વિમાન તુટી પડ્યું તે શાળા ઉપરાંત અનેક ઘરો કેટલાક ઘરો નાશ પામ્યા છે. કેટલાય લોકો ઘાયલ પણ થયા છે. અકસ્માતગ્રસ્ત વિસ્તાર પર યુદ્ધ દરમિયાન તબાહી મચી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. તૂટેલા કાટમાળમાં વહીવટી તંત્ર અને બચાવ અધિકારીઓ ઘાયલોને શોધી રહ્યા છે. યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.
Kenya Plane Crash Gujarat First-08-08-2025-
આ પણ વાંચોઃ Kenya Plane Crash : અમદાવાદ જેવી ભયાવહ વિમાન દુર્ઘટના કેન્યામાં, 6 મુસાફરોના મોત
ભયાવહ દ્રશ્યો
ગતરોજ કેન્યાની રાજધાની નૈરોબીમાં એક એર એમ્બ્યુલન્સ ધડાકાભેર એક રહેણાંક વિસ્તારની સ્કૂલની ઈમારત સાથે ટકરાઈ હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આજે પણ ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. રાષ્ટ્રીય પોલીસ સેવા અને કેન્યા સંરક્ષણ દળે સંયુક્ત રીતે બચાવ કામગીરી હાથ ધરી છે. કેન્યા સરકારે હવાઈ અકસ્માત તપાસ વિભાગને અકસ્માતની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. અકસ્માત થયો તે સ્થળે યુદ્ધ દરમિયાન જેવી તબાહી મચે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અનેક ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સિવાય પણ કાટમાળમાં અનેક લોકો દટાયાની આશંકા છે. સરકારી વિભાગો કાટમાળને ખસેડવા માટે આધુનિક ટેકનોલોજીની મદદ લઈ રહ્યા છે.
Kenya Plane Crash Gujarat First-08-08-2025--Kenya Plane Crash Gujarat First-08-08-2025--
આ પણ વાંચોઃ Brazil–India Relations : બ્રાઝિલના રાષ્ટ્રપતિએ PM મોદી સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા