Kenya Plane Crash : ભયાનક વિમાન દુર્ઘટના! 10 થી વધુ લોકોના મોતની આશંકા
- Kenya Plane Crash : કેન્યામાં દુ:ખદ વિમાન દુર્ઘટના
- 12 લોકોના મોતની આશંકા
- બચાવ કામગીરી ચાલુ, ક્રેશનું કારણ અકબંધ
Kenya Plane Crash : કેન્યાના દરિયાકાંઠાના પ્રદેશ ક્વાલે (Kwale) માં એક નાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાના સમાચાર છે, જેમાં વિમાનમાં સવાર 12 લોકોના મૃત્યુ થવાની આશંકા છે. કેન્યાના અધિકારીઓએ આ અકસ્માતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, આ વિમાન પ્રખ્યાત પર્યટન સ્થળ મસાઈ મારા નેશનલ રિઝર્વ તરફ જઈ રહ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ, આ દુર્ઘટના ડાયની હવાઈ પટ્ટીથી લગભગ 40 કિલોમીટર દૂર આવેલા એક પહાડી અને જંગલી વિસ્તારમાં થઈ હતી. વિમાન ક્રેશના ચોક્કસ કારણો જાણવા માટે હાલમાં તપાસ ચાલી રહી છે.
બચાવ કામગીરી ચાલુ, ક્રેશનું કારણ અકબંધ
કેન્યાના દરિયાકાંઠાના ક્વાલે વિસ્તારમાં થયેલી વિમાન દુર્ઘટના બાદ શોધ અને બચાવ કામગીરી (Search and Rescue Operation) પૂરજોશમાં ચાલી રહી છે. ક્વાલે કાઉન્ટી કમિશનર સ્ટીફન ઓરિન્ડેએ એસોસિએટેડ પ્રેસને માહિતી આપતા જણાવ્યું હતું કે ઘટનાસ્થળે કામગીરી ચાલુ છે અને ટૂંક સમયમાં વધુ વિગતો પૂરી પાડવામાં આવશે. દરમિયાન, કેન્યા સિવિલ એવિએશન ઓથોરિટી (KCAA) એ પુષ્ટિ કરી છે કે ક્રેશ થયેલા વિમાનમાં કુલ 12 લોકો સવાર હતા. અધિકારીઓની ટીમ આ દુર્ઘટના પાછળના ચોક્કસ કારણોની તપાસ કરી રહી છે.
Accident Notification, RRV203, 5YCCA, C208 Diani to Kichwa Tembo crashed in Kwale Simba area at 0530Z, Persins On Board = 12. The Kwale County commander who is on site says the aircraft is completely destroyed and no survivor. pic.twitter.com/auwuWXAoTF
— Kenya News Centre🇰🇪 (@KenyaNewsCentre) October 28, 2025
Kenya Plane Crash : વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ
કેન્યાના તટીય પ્રદેશ ક્વાલેમાં મંગળવારે સવારે એક નાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં મોટી જાનહાનિ થઈ હોવાની આશંકા છે. આ અકસ્માત સ્થાનિક સમય મુજબ સવારે લગભગ 8:30 વાગ્યે ક્વાલે કાઉન્ટીના સિમ્બા ગોલિની વિસ્તારમાં થયો હતો. કેન્યા સિવિલ એવિએશન ઓથોરિટી (KCAA) એ નિવેદન આપ્યું હતું કે રજિસ્ટ્રેશન નંબર 5Y-CCA ધરાવતું આ વિમાન ડાયાની એરસ્ટ્રીપથી પ્રવાસીઓને લઈને મસાઈ મારા રિઝર્વના કિચવા ટેમ્બો તરફ જઈ રહ્યું હતું. અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 12 લોકોના મોતની આશંકા છે, અને કેન્યા ન્યૂઝ સેન્ટરે ક્વાલે કાઉન્ટી કમાન્ડરને ટાંકીને જણાવ્યું હતું કે વિમાન સંપૂર્ણપણે નાશ પામ્યું હોવાથી કોઈ બચ્યું નથી.
કેન્યા સિવિલ એવિએશન ઓથોરિટીએ શું કહ્યું?
અધિકારીઓના જણાવ્યા મુજબ, વિમાન ડાયની હવાઈ પટ્ટીથી લગભગ 40 કિલોમીટર દૂર આવેલા પહાડી અને જંગલવાળા વિસ્તારમાં ક્રેશ થયું હતું. વધુમાં, KCAA એ જણાવ્યું હતું કે આ વિમાન એક રહેણાંક વિસ્તારમાં શાળાની ઇમારત સાથે અથડાયું હતું, જેના કારણે આસપાસના કેટલાક ઘરોને પણ નુકસાન પહોંચ્યું છે અને ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માતમાં 12 પ્રવાસીઓના મૃત્યુની આશંકાને પગલે, અધિકારીઓ હાલમાં ઘટનાના ચોક્કસ કારણોની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો : Ahmedabad Plane Crash : એર ઈન્ડિયાના વિમાનનું સત્ય આવી ગયું


