Ukraine પર રશિયાના હુમલા બાદ કિવ હાઈ એલર્ટ પર, બે જગ્યાએ લાગી આગ
- યુક્રેનની રાજધાની પર રશિયન ડ્રોન હુમલા
- રશિયાના હુમલા બાદ કિવ હાઈ એલર્ટ પર
- સ્થાનિક અધિકારીઓ અને સેનાએ ચેતવણી જાહેર કરી
Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. તાજેતરમાં જ રશિયાએ યુક્રેનની રાજધાની પર મિસાઈલ હુમલો કર્યો હતો. આ પછી કિવમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શહેરના મેયર વિતાલી ક્લિટ્સ્કોએ આ જાણકારી આપી. તે જ સમયે, કિવના સ્વિયાતોશિંસ્કી જિલ્લામાં બે સ્થળોએ આગની ઘટનાઓ નોંધાઈ છે. આ સાથે યુક્રેનની વાયુસેનાએ પણ ચેતવણી જાહેર કરી છે.
બે જગ્યાએ આગ લાગી
માહિતી આપતા કિવના સૈન્ય પ્રશાસનના વડા તૈમૂર તાકાચેન્કોએ જણાવ્યું કે, 'શહેરના સ્વિયાતોશિંસ્કી જિલ્લામાં બે જગ્યાએ આગ લાગી છે.' તેમણે ટેલિગ્રામ પર લખ્યું, 'રાજધાનીમાં વિસ્ફોટ', એર ડિફેન્સ એક્ટિવ થઈ ગયું છે. શહેર અને પ્રદેશ સંયુક્ત દુશ્મન હુમલા હેઠળ છે. યુક્રેનિયન વાયુસેનાએ પણ ચેતવણી આપી છે કે બેલિસ્ટિક મિસાઇલો કિવ તરફ આગળ વધી રહી છે.
આ પણ વાંચો : 'Pakistan નાગરિકો અને આતંકવાદીઓ વચ્ચે ફરક નથી કરતું...', ભારતે UNમાં Pakને બતાવ્યો આયનો
તૈમુર ટાકાચેન્કોએ જણાવ્યું હતું કે ડ્રોનના ટુકડા અન્ય ત્રણ જિલ્લામાં જમીન પર પડ્યા હતા. એન્ટી એરક્રાફ્ટ યુનિટ એક્શનમાં છે. અહેવાલો અનુસાર, ડ્રોન શહેરની ઉપર ઉડતા જોવા મળ્યા હતા, અને આ સમયગાળા દરમિયાન ઘણા વિસ્ફોટ પણ થયા હતા.
રશિયા પર પણ હુમલા
યુદ્ધ શાંતિ વાટાઘાટો માટે સતત પ્રયાસો વચ્ચે રશિયન સંરક્ષણ મંત્રાલયનું નિવેદન આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 'કિવ દ્વારા રશિયન પ્રદેશ ઓબ્લાસ્ટના મોટા ભાગ અને ક્રિમીઆ પર ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. જોકે, રશિયન એર ડિફેન્સ સિસ્ટમે આ ડ્રોનને હવામાં જ નષ્ટ કરી દીધા હતા.
આ પણ વાંચો : FATF's Grey List : પાકિસ્તાનને FATFના ગ્રે લિસ્ટમાં સામેલ કરાવવા ભારતે તૈયાર કર્યુ ડોઝિયર