Lahore Foreign Women Gangrape: પાકિસ્તાનમાં વિદેશી મહિલા સાથે ગેંગરેપ, ક્રિપ્ટો અને ડિપ્ટી PM ઈશાક ડારના પરિવારનું કનેક્શન?
પાકિસ્તાનના રાજકીય વર્તુળોમાં અત્યારે એક ઘટનાએ ભારે હોબાળો મચાવ્યો છે. ક્રિપ્ટોકરન્સીના બિઝનેસમાં ભાગીદાર બનેલી બે મહિલાઓ જ્યારે પાકિસ્તાન પહોંચી, ત્યારે તેઓને કલ્પના પણ નહોતી કે તેઓ ગેંગરેપ અને બંધક બનાવવાની ભયાનક સ્થિતિનો સામનો કરશે. તપાસમાં બહાર આવેલી હકીકતો દર્શાવે છે કે આ કોઈ સામાન્ય ગુનો નથી, પરંતુ સત્તાના કેન્દ્ર સાથે જોડાયેલા લોકોનો એક ગંભીર ક્રિપ્ટો વિવાદ છે.
Advertisement
Lahore Foreign Women Gangrape: પાકિસ્તાનમાં બે વિદેશી મહિલાઓને બંધક બનાવીને તેમની સાથે ગેંગરેપની ઘટના સામે આવ્યા બાદ દેશમાં રાજકીય અને સામાજિક ભૂકંપ સર્જાયો છે. આ મામલામાં તપાસ દરમિયાન અત્યંત ચોંકાવનારી વિગતો બહાર આવી છે, જેમાં પાકિસ્તાનના ડેપ્યુટી વડાપ્રધાન ઈશાક ડારના સંબંધીનું નામ મુખ્ય આરોપી તરીકે ખુલ્યું છે. આખી ઘટના ક્રિપ્ટોકરન્સીના વ્યવહાર અને તેનાથી જોડાયેલા વિવાદ સાથે સંકળાયેલી હોવાનું તપાસમાં જણાયું છે, જેણે આ કેસને વધુ ગંભીર બનાવી દીધો છે.

