Nepal માં મળી આવ્યો મિથેન ગેસનો મોટો ભંડાર, અર્થતંત્રને મળશે વેગ
- નેપાળના દૈલેક જિલ્લામાં મળી આવ્યો અરબો ડોલરનો ખજાનો
- ચાયના બેઝ્ડ કંપનીએ શોધી કાઢ્યો Methane Gas નો અઢળક ભંડાર
- નેપાળની આગામી 50 વર્ષ સુધીની મિથેન ગેસની જરુરિયાત સંતોષાશે
Nepal : ચાયનાની કંપનીએ નેપાળના દૈલેક જિલ્લામાં જલજલે વિસ્તારની જમીનમાંથી અંદાજિત 430 અબજ ક્યુબિક મીટર જેટલો મિથેન ગેસ (Methane Gas) નો જથ્થો શોધી કાઢ્યો છે. આ ગેસના ભંડારને લીધે ચીનને ચોક્કસ ફાયદો થશે પણ તેની સાથે સાથે નેપાળના અર્થતંત્રને પણ વેગ મળશે. આગામી 50 વર્ષ સુધી નેપાળને મિથેન ગેસની આયાત કરવાની જરુર રહેશે નહી. દૈનિક ગોરખાપત્ર (Gorkhapatra) અનુસાર, ચાઈના જિઓલોજિકલ સર્વે (CGS) દ્વારા તૈયાર કરાયેલા અહેવાલમાં દૈલેક જિલ્લાના જલજલે વિસ્તારના કુવાઓમાં આ ભંડાર મળી આવ્યો હોવાનો ઉલ્લેખ કરાયો છે.
વર્ષ 2021થી શોધખોળ હાથ ધરાઈ હતી
વર્ષ 2019માં થયેલા નેપાળ અને ચીન વચ્ચે દ્વિપક્ષીય કરાર અંતર્ગત આ શોધખોળ શક્ય બની છે. વર્ષ 2021ની 11મી મેના રોજ પ્રથમ ડ્રિલિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જે 4000 મીટરથી વધુ ઊંડાઈ સુધી પહોંચી ગયું છે. આટલી ઊંડાઈએ નેપાળની જમીનમાં અંદાજિત 430 અબજ ક્યુબિક મીટર જેટલો મિથેન ગેસનો જથ્થો મળી આવ્યો છે. આ જથ્થો નેપાળની લગભગ 50 વર્ષ સુધીની ગેસની માંગને પૂર્ણ કરી શકે છે.
दैलेखमा मिथेन ग्यासको 'विशाल' भण्डार भेटिएको दाबीबारे तपाईँ के भन्न चाहनुहुन्छ? कृपया कमेन्ट गर्नुहोस्#BBCNepali #Petroleum #Fuel pic.twitter.com/7z0LCiULge
— BBC News Nepali (@bbcnepali) June 19, 2025
આ પણ વાંચોઃ IRAN-ISRAEL CONFLICT : ઈરાનનો ઈઝરાયલની હોસ્પિટલ પર સૌથી મોટો હુમલો
સૌથી વધુ ઊંડાઈ
ખાણ અને ભૂસ્તરશાસ્ત્ર વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ અને પેટ્રોલિયમ સંશોધન પ્રોજેક્ટના વડા દિનેશ કુમાર નાપિતે (Dinesh Kumar Napit) જણાવ્યું હતું કે, આ સંશોધન નેપાળમાં અત્યાર સુધી કરવામાં આવેલ સૌથી ઊંડું અને વૈજ્ઞાનિક રીતે અદ્યતન છે. ગેસની ગુણવત્તા, વ્યાપારી સદ્ધરતા અને આર્થિક સંભાવનાનું મૂલ્યાંકન કરવા માટે આગળના પરીક્ષણ ચાલી રહ્યા છે.
આ પણ વાંચોઃ PM MODI : ક્રોએશિયાના વડાપ્રધાનને સિલ્વર કેન્ડલ સ્ટેન્ડની ભેટ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી