ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Lawrence Bishnoi: લોરેન્સ બિશ્નોઈ ગેંગે કેલિફોર્નિયામાં મચાવી દહેશત, સ્ટોકટનમાં થયેલા ગોળીબારની લીધી જવાબદારી

ગોલ્ડી બ્રાર ગેંગના લોરેન્સ બિશ્નોઈ અને રોહિત ગોદારાએ સોશિયલ મીડિયા પર આ ગોળીબારની જવાબદારી લીધી છે. તેણે કહ્યું કે, સુનીલ યાદવે અમારા સાથી અંકિત ભાદુની હત્યા કરાવી હતી.
11:42 AM Dec 24, 2024 IST | Hardik Shah
ગોલ્ડી બ્રાર ગેંગના લોરેન્સ બિશ્નોઈ અને રોહિત ગોદારાએ સોશિયલ મીડિયા પર આ ગોળીબારની જવાબદારી લીધી છે. તેણે કહ્યું કે, સુનીલ યાદવે અમારા સાથી અંકિત ભાદુની હત્યા કરાવી હતી.
lowrence bishnoi gang

Lawrence Bishnoi Gang New Shootout: ગોલ્ડી બ્રાર ગેંગના લોરેન્સ બિશ્નોઈ અને રોહિત ગોદારાએ સોશિયલ મીડિયા પર આ ગોળીબારની જવાબદારી લીધી છે. તેણે કહ્યું કે, સુનીલ યાદવે અમારા સાથી અંકિત ભાદુની હત્યા કરાવી હતી.

કેનેડા બાદ અમેરિકામાં પણ બિશ્નોઈ ગેંગ હેડલાઈન્સમાં

કેનેડા બાદ હવે અમેરિકામાં પણ લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર ગેંગ હેડલાઈન્સમાં છે. આ ગેંગ સાથે સંકળાયેલા રોહિત ગોદારાએ કેલિફોર્નિયામાં થયેલા ગોળીબારની જવાબદારી લીધી છે. સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટમાં તેણે આની જવાબદારી લીધી અને તેનું કારણ પણ જણાવ્યું. તમને જણાવી દઈએ કે, અમેરિકાના કેલિફોર્નિયામાં થયેલા આ ગોળીબારમાં સ્ટોકટન શહેરમાં સુનીલ યાદવ ઉર્ફે ગોલીની હત્યા કરવામાં આવી છે. પાકિસ્તાનથી ભારતમાં આવતા ડ્રગ્સમાં સુનીલ યાદવનુ મોટું નામ હતું.

રોહિત ગોદારાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શું લખ્યુ

લોરેન્સ બિશ્નોઈ ગેંગના રોહિત ગોદારાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું છે, “તમામ ભાઈઓને રામ-રામ જય શ્રી રામ… હું રોહિત ગોદારા ગોલ્ડી બ્રાર છું… ભાઈઓ, આજે કેલિફોર્નિયાના સ્ટોકટનમાં ઘર નંબર 6706 માઉન્ટ એલ્બોર્સ વ્હાય અમેરિકામાં સુનિલ યાદવ ઉર્ફે ગોલિયા વિરમ ખેડા અબોહરની હત્યા થઈ છે તેની સંપૂર્ણ જવાબદારી અમે લઈએ છીએ. તેણે પંજાબ પોલીસ સાથે મળીને અમારા સૌથી પ્રિય ભાઈ અંકિત ભાદુનુ એન્કાઉન્ટર કર્યુ હતુ, જેનો અમે બદલો લીધો છે... અને જે કોઈ પણ આમાં સામેલ હશે, તેઓ કોઈપણ હોય... દરેકનો હિસાબ થશે."

લોરેન્સ ગેંગની માહિતી આપવાનો પણ આરોપ

રોહિત ગોદરાએ આગળ લખ્યું, "ભાઈઓ, તેણે સમગ્ર પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના યુવાનોને ડ્રગ્સના બંધાણી બનાવી દીધા છે. તેઓ પોલીસ સાથે મળીને ડ્રગ્સ વેચે છે. ગુજરાતમાં 300 કિલો ડ્રગ્સ માટે તેમની પાસે વોરંટ છે. જ્યારે અમને ખબર પડી કે, અંકિત ભાદુ મોતના ડરથી અમેરિકા ભાગી ગયો અને અમારા ભાઈઓ વિશે માહિતી આપવા લાગ્યો હતો. તેઓ લોકોને એમ કહેતા હતા કે, બિશ્નોઈ ગૃપ અમારૂ શું બગાડશે. અમે તો ખુદ ઈન્ટેલિજન્સ પોલીસમાં ભરતી થયા છીએ. આ પોસ્ટમાં ગોદારાએ આગળ ચેતવણી આપતા લખ્યુ છે કે, "અમારા જેટલા પણ દુશ્મનો છે તેઓ તૈયાર રહે... દુનિયાના કોઈપણ ખૂણે જાઓ, અમે બધા સુધી પહોંચી જઈશુ."

બે વર્ષ પહેલા નકલી પાસપોર્ટ બનાવીને અમેરિકા ભાગી ગયો હતો

સુનીલ યાદવ મૂળ અબોહર ફાઝિલકનો રહેવાસી હતો અને તે અગાઉ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો હતો. તે એક મોટો ડ્રગ્સ માફિયા હતો, જે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતો હતો. તે પાકિસ્તાનમાંથી ડ્રગ્સ મંગાવીને સપ્લાય કરતો હતો. રાજસ્થાન પોલીસે થોડા સમય પહેલા તેની સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. તમને જણાવી દઈએ કે, સુનીલ યાદવનું એક કન્સાઈનમેન્ટ થોડા વર્ષો પહેલા ભારતમાં પકડાયું હતું. તેમાં લગભગ 300 કરોડ રૂપિયાનો માલ હતો. સુનીલ યાદવ લગભગ 2 વર્ષ પહેલા નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને અમેરિકા ભાગી ગયો હતો. તેનો આ પાસપોર્ટ રાહુલના નામે દિલ્હીથી બન્યો હતો. તે જ સમયે રોહિત ગોદારા પવનના નામનો નકલી પાસપોર્ટ લઈને અમેરિકા ગયો હતો.

આ પણ વાંચો:  Bangladesh એ India ને લખ્યો પત્ર, કરી એવી માગ કે...

Tags :
AmericaAnkit BhaduGoldie BrarGujarat FirstInternationalLawrence Bishnoi gangMurderresponsibilityRohit GodarashootingSocial MediaSunil Yadav
Next Article