તાત્કાલિક ઈરાન છોડી દો, તહેરાનમાં વધતા વિરોધ વચ્ચે US એમ્બસીએ જાહેર કરી એડવાઈઝરી
. ઈરાનમાં હિંસક વિરોધ પ્રદર્શનોમાં 646 લોકોના મોત બાદ અમેરિકાએ એડવાઈઝરી જાહેર કરી
. ઇન્ટરનેટ અને પરિવહન સેવાઓ ઠપ થતા તુર્કીયે કે આર્મેનિયાના જમીન માર્ગનો ઉપયોગ કરવા જણાવાયું
. અમેરિકાએ ઈરાન સાથે વેપાર કરતા દેશો પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી
Iran protests 2026: ઈરાનમાં દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો વચ્ચે મોતનો આંકડો વધી રહ્યો છે. તહેરાનમાં પરિસ્થિતિ વણસી રહી છે, ત્યારે અમેરિકાની વર્ચુઅલ એમ્બસીએ પોતાના નાગરિકો માટે કડક ચેતવણી જાહેર કરતા સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે ઈરાનને તાત્કાલિક છોડી દો.
યુએસએ જાહેર કરી એડવાઈઝરી
એમ્બસીએ એડવાઈઝરીમાં જણાવ્યું છે કે ઈરાનમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. ઘણાં સ્થાનો પર સડકો બંધ છે. જાહેર પરિવહન પણ બાધિત છે અને ઈન્ટરનેટ સેવાઓ સતત પ્રભાવિત થઈ રહી છે. ઈરાન સરકારે મોબાઈલ, લેન્ડલાઈન અને નેશનલ ઈન્ટરનેટ નેટવર્ક સુધીની પહોંચ પર રોક લગાવી દીધી છે.
"Leave Iran Now," states an advisory issued by the Virtual Embassy of the USA in Iran.
"Protests across Iran are escalating and may turn violent, resulting in arrests and injuries. Increased security measures, road closures, public transportation disruptions, and internet… pic.twitter.com/vSvTrJrhHD
— ANI (@ANI) January 12, 2026
તાત્કાલિક છોડી દો ઈરાન
એરલાઈન્સે પણ ઈરાનથી આવાગમન કરતી ફ્લાઈટ્સને મર્યાદીત કરી છે. ઘણી કંપનીઓએ 16 જાન્યુઆરી, શુક્રવાર સુધી સેવાઓને સસ્પેન્ડ કરી છે. તેવામાં અમેરિકાના નાગરિકોને ઈન્ટરનેટ બંધ રહેવાની સ્થિતિ માટે તૈયાર રહેવા, વૈકલ્પિક સંચાર સાધન અપનાવવા અને જો સુરક્ષિત હોય તો આર્મેનિયા અથવા તુર્કીયેના જમીન માર્ગે ઈરાન છોડવાની સલાહ આપવામાં આવી છે.
મૃત્યુઆંક વધ્યો
અમેરિકા ખાતેની હ્યૂમન રાઈટ્સ એક્ટિવિસ્ટ્સ ન્યૂઝ એજન્સીએ મંગળવારે કહ્યુ છે કે દેખાવોમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 646 થઈ છે. આ આંક઼ડામાં વધારો થવાની પણ આશંકા વ્યક્ત કરાય છે. આ એજન્સી તાજેતરના વર્ષોમાં હિંસક ઘટનાઓ દરમિયાન ચોક્કસાઈપૂર્વકની જાણકારી આપવા માટે જાણીતી છે અને ઈરાનમાં રહેલા પોતાના ટેકેદારો દ્વારા માહિતીનું સત્યાપન પણ કરે છે.
ઈરાનમાં સંચાર સેવાઓ બંધ હોવાના કારણે એસોસિએટ પ્રેસ સ્વતંત્રપણે મૃતકોની સંખ્યાની પુષ્ટિ કરી શકે તેમ નથી. ઈરાનની સરકારે હાલ સુધી કુલ જાનહાનિના સત્તાવાર આંકડા જાહેર કર્યા નથી. ત્યારે અમેરિકાએ તહેરાન પર દબાણ બનાવવા માટે ઈરાન સાથે વ્યાપાર કરનારા તમામ દેશો પર તાત્કાલિક અસરથી 25 ટકા ટેરિફ લાગુ કરવાની ઘોષણા કરી છે.


