Israel Lebanon Conflict News : રિપોર્ટિંગ દરમિયાન પત્રકાર પર થયો જીવલેણ હુમલો, જાણો શું છે સમગ્ર મામલો
- Israel Lebanon Conflict News : મહિલા પત્રકાર અમલ ખલીલનું હુમલામાં કરુણ મોત.
- કાટમાળ નીચે દટાયા પત્રકાર, 6 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ અમલ ખલીલનો મૃતદેહ મળ્યો.
- લેબનોનનો ગંભીર આરોપ, પત્રકારની હત્યાને વડાપ્રધાને 'યુદ્ધ અપરાધ' ગણાવ્યો.
- મીડિયા જગત માટે કાળો સમય, લેબનોનમાં આ વર્ષે અત્યાર સુધીમાં 9 પત્રકારોની હત્યા.
- ભયાનક યુદ્ધની સ્થિતિ, ઇઝરાયલ-લેબનોન સંઘર્ષમાં અત્યાર સુધી 2,300 થી વધુ લોકોના મોત.
Israel Lebanon Conflict News : ઇઝરાયલ અને હિઝબુલ્લાહ (Israel-Hezbollah Conflict) વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં વધુ એક પત્રકારે પોતાનો જીવ ગુમાવ્યો છે. દક્ષિણ લેબનોનના અલ-તિરી ગામમાં રિપોર્ટિંગ કરી રહેલા મહિલા પત્રકાર અમલ ખલીલ (Amal Khalil) નું ઇઝરાયલી એરસ્ટ્રાઈક (Israeli Airstrike) માં કરુણ મોત નીપજ્યું છે. આ સાથે લેબનોનમાં પત્રકારોની સુરક્ષાને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Israel Lebanon Conflict News : કાટમાળ નીચે દટાઈ જવાથી મોત
મળતી માહિતી મુજબ, અમલ ખલીલ અને તેમના સાથીદાર ઝીનબ ફરાજ પર જીવલેણ હુમલો ત્યારે થયો જ્યારે તેઓએ એક ઘરમાં આશ્રય લીધો હતો. આ પહેલા તેમની કાર પાસે થયેલા હુમલામાં બે લોકોના મોત થયા હતા. ત્યારબાદ અમલ જે ઘરમાં છુપાયેલા હતા તેના પર પણ બોમ્બમારો થયો હતો. લગભગ 6 કલાકની જહેમત અને રેડ ક્રોસ (Red Cross) તથા લેબનીઝ આર્મીની મદદ બાદ અમલનો મૃતદેહ કાટમાળ નીચેથી બહાર કાઢવામાં આવ્યો હતો. અમલ ખલીલ વર્ષ 2006 થી 'અલ-અખબાર' (Al-Akhbar) અખબાર માટે કાર્યરત હતા.
લેબનોને પત્રકારની હત્યાને 'યુદ્ધ અપરાધ' ગણાવ્યો
લેબનોનના વડાપ્રધાન નવાફ સલામે આ ઘટનાની આકરી નિંદા કરતા તેને વોર ક્રાઈમ (War Crime) ગણાવ્યો છે. તેમણે કહ્યું કે પત્રકારોને નિશાન બનાવવા તે આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. બીજી તરફ, ઇઝરાયલી સૈન્ય (IDF) એ દાવો કર્યો છે કે તેઓ પત્રકારોને નિશાન બનાવતા નથી, પરંતુ તે વિસ્તારમાં થયેલું ઉલ્લંઘન સૈનિકો માટે જોખમી હતું. હાલ આ મામલે તપાસના આદેશ અપાયા છે.
Rescue teams MOMENTS before recovering Amal Khalil's body from the rubble after she was KILLED in an ISRAELI STRIKE pic.twitter.com/MgWmH5krTP
— RT (@RT_com) April 22, 2026
લેબનોનમાં ભયાનક સ્થિતિ
પ્રાપ્તથતી માહિતી અનુસાર 2,300 થી વધુ લોકોના મોત નિપજ્યાં છે. આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં લેબનોનના 9 પત્રકારોના મોત થયા છે. જેમાં અલી શોએબ અને ફાતિમાં ફિત્તૌની જેવા જાણીતા નામો સામેલ છે. 10 લાખથી વધુ લોકો વિસ્થાપિત (Displaced) થયા છે અને પોતાના ઘર છોડવા મજબૂર બન્યા છે. આ ઘટના ત્યારે બની છે જ્યારે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ (Ceasefire Talks) લંબાવવા માટે મંત્રણા ચાલી રહી છે, છતાં સરહદ પર હિંસા અટકવાનું નામ નથી લઈ રહી.


