ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કોર્ટમાં જજ પર કૂદકો મારનારા યુવકને કોર્ટે ફટકારી કડક સજા

કોર્ટમાં એક આરોપીને લાવવામાં આવ્યો અને તેણે ત્યા જે ઉત્પાદ મચાવ્યો જે શબ્દોમાં કહેવું પણ મુશ્કેલ છે. જાણીને તમને નવાઈ લાગશે પણ તેણે કોર્ટમાં જજ પર હુમલો કર્યો હતો. દરમિયાન જે પણ વચ્ચે પડ્યું તેની સાથે તેણે મારામારી કરી હતી. આ હુમલાને આજે Flying Felon નામથી ઓળખવામાં આવે છે. જેના પર કોર્ટે એક્શન લીતા શખ્સને સખત સજા સંભળાવી છે.
10:37 PM Dec 11, 2024 IST | Hardik Shah
કોર્ટમાં એક આરોપીને લાવવામાં આવ્યો અને તેણે ત્યા જે ઉત્પાદ મચાવ્યો જે શબ્દોમાં કહેવું પણ મુશ્કેલ છે. જાણીને તમને નવાઈ લાગશે પણ તેણે કોર્ટમાં જજ પર હુમલો કર્યો હતો. દરમિયાન જે પણ વચ્ચે પડ્યું તેની સાથે તેણે મારામારી કરી હતી. આ હુમલાને આજે Flying Felon નામથી ઓળખવામાં આવે છે. જેના પર કોર્ટે એક્શન લીતા શખ્સને સખત સજા સંભળાવી છે.
Flying felon Deobra Redden attack Judge

Flying felon Deobra Redden : 31 વર્ષના ડેઓબ્રા રેડ્ડેન પર જાન્યુઆરીમાં કોર્ટમાં જજ મેરી કે હોલ્થસ પર હુમલો કરવાનો આરોપ લાગ્યો હતો. કોર્ટમાં સુનાવણી દરમિયાન આ યુવક જજ પર કૂદી પડ્યો હતો. આ ઘટનાનો વીડિયો ઝડપથી વાયરલ થયો અને તેને “Flying Felon” નામ આપવામાં આવ્યું. આરોપી રેડ્ડેન (Redden) પર એક વૃદ્ધ વ્યક્તિની હત્યાના પ્રયાસ માટે કેસ ચાલતો હતો. કોર્ટમાં હાજરી દરમિયાન તેણે ન્યાયાધીશના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી અને તેમના પર હુમલો કર્યો હતો.

ન્યાયાધીશ પર હુમલો અને કોર્ટમાં હલચલ

રેડ્ડેને (Redden) કોર્ટમાં માત્ર જજ સાથે જ નહિ, પણ ક્લાર્ક કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ કોર્ટના અધિકારીઓ સાથે પણ ઝપાઝપી કરી હતી. આ કૃત્યને કારણે કોર્ટમાં ભારે હલચલ મચી હતી. રેડ્ડેને જજ હોલ્થસ પર હુમલો કર્યો હતો કારણ કે તે તેના પહેલાંના ગુનામાં સજા સંભળાવવાની હતી. આ હુમલાને રોકવા માટે માર્શલ અને કોર્ટ સ્ટાફ પણ સામેલ થયા, પણ તેમને પણ રેડ્ડેનનો વિરોધ કરતા ઘાયલ થવું પડ્યું. માર્શલને ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.

દોષિત રેડ્ડેનને કડક સજા

આ કેસની સુનાવણી પછી ન્યાયાધીશ સુસાન જ્હોન્સને રેડ્ડેનને 7માંથી 6 ગુનાઓમાં દોષિત ઠેરવ્યો હતો. જજ જ્હોન્સને આ કૃત્યને માત્ર જજ હોલ્થસ પરનો હુમલો જ નહિ, પરંતુ સમગ્ર ન્યાયતંત્ર પર હુમલો ગણાવ્યો હતો. ન્યાયાધીશે રેડ્ડેન (Redden) ના વકીલના તે સૂચનને નકારી કાઢ્યો કે તેને એકસાથે જેલની સજા પૂરી કરવી જોઈએ. રેડ્ડેનને પીડિતને વળતર તરીકે $61,318.41 (તકરારે 51 લાખ રૂપિયા) ચૂકવવાનો આદેશ પણ આપવામાં આવ્યો. મળતી માહિતી અનુસાર, ટ્રાયલ દરમિયાન જજ પર કૂદકો મારનાર દોષિતને હુમલા માટે ઓછામાં ઓછા 26 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

રેડ્ડેનની અપીલ અને દલીલો

મંગળવારે કોર્ટમાં રેડ્ડેને દલીલ કરી હતી કે તે “ખરાબ માણસ કે દુષ્ટ માણસ નથી.” પરંતુ કોર્ટે તેના આક્ષેપો અને વર્તનને ગંભીરતાથી લીધા હતા. આ કેસ માત્ર કોર્ટમાં ઊભેલા યુવા આરોપીનો ન્યાયની સામેનો વિરોધ નથી, પરંતુ કાયદા અને ન્યાયપ્રણાલીના પાયાના સ્તંભ પર આઘાતજનક હુમલો ગણવામાં આવે છે.

આ પણ વાંચો:  યુદ્ધ વચ્ચે રશિયાની ચેતવણી : અમેરિકા, કેનેડા અને યુરોપની મુસાફરી ટાળો!

Tags :
attackedDeobra Delone ReddenDeobra ReddenFlying felonGujarat FirstHardik ShahJailjailedjudgeJudge Mary Kay HolthusLas Vegas judgeleaptsentencedUSviral video
Next Article