Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Louisiana Mall માં બે જૂથો વચ્ચે ગોળીબાર, 1નું મોત, 5થી વધારે લોકો ઈજાગ્રસ્ત

Louisiana Mall : અમેરિકામાં ફરી એક વખત ગોળીબારીની ઘટના સામે આવી છે. અમેરિકાના લ્યુઇસિયાના (Louisiana) રાજ્યમાં આવેલ એક શોપિંગ મોલમાં હિંસક ગોળીબારની ઘટના સામે આવી છે.
louisiana mall માં બે જૂથો વચ્ચે ગોળીબાર  1નું મોત  5થી વધારે લોકો ઈજાગ્રસ્ત
Advertisement
  • Louisiana Mall ના ફૂડ કોર્ટમાં બે જૂથો વચ્ચે ભયાનક ગોળીબાર
  • પરસ્પર ફાયરિંગમાં 1 વ્યક્તિનું કમકમાટીભર્યું મોત, 5 લોકો ગંભીર રીતે ઘાયલ
  • બેટન રૂજ પોલીસે ઘટનાસ્થળેથી 5 શંકાસ્પદ હુમલાખોરોની કરી ધરપકડ
  • મોલના કર્મચારીઓ અને ગ્રાહકોએ જીવ બચાવવા બ્રેક રૂમમાં છુપાવવો પડ્યો આશરો
  • લ્યુઇસિયાનામાં વધતી હિંસા, અગાઉ ઘરેલુ ઝઘડામાં 8 માસૂમ બાળકોના થયા હતા મોત

Louisiana Mall : અમેરિકામાં ફરી એક વખત ગોળીબારીની ઘટના સામે આવી છે. અમેરિકાના લ્યુઇસિયાના (Louisiana) રાજ્યમાં આવેલ એક શોપિંગ મોલમાં હિંસક ગોળીબારની ઘટના સામે આવી છે. બેટન રૂજ (Baton Rouge) સ્થિત 'મોલ ઓફ લ્યુઇસિયાના'ના ફૂડ કોર્ટમાં ગુરુવારે બપોરે બે જૂથો વચ્ચે થયેલી અથડામણે લોહિયાળ વળાંક લીધો હતો. આ ફાયરિંગ (Shooting) માં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

Louisiana Mall : ફૂડ કોર્ટમાં થઈ હતી બબાલ

પોલીસ વડા ટીજે મોર્સ (Police Chief TJ Morse) ના જણાવ્યા અનુસાર, આ ઘટના બપોરે અંદાજે 1:30 વાગ્યાની આસપાસ બની હતી. મોલના ફૂડ કોર્ટ (Food Court) માં બે જૂથો વચ્ચે કોઈ બાબતે ઉગ્ર દલીલ થઈ હતી, જે જોતજોતામાં હિંસક બની ગઈ અને બંને પક્ષોએ એકબીજા પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. અગાઉ ઘાયલોનો આંકડો 10 હોવાનું કહેવામાં આવતું હતું, પરંતુ પાછળથી સત્તાવાર તપાસ બાદ આ આંકડો 5 હોવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી.

Advertisement

પોલીસે હાથ ધરી તપાસ

મળતી માહિતી અનુસાર ઘટના બાદ મોલ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા આ મામલે પાંચ શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ (Arrest) કરી છે. મેયર સિડ એડવર્ડ્સે (Mayor Sid Edwards) આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરતા જણાવ્યું કે, "બેટન રૂજમાં આવી અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં, ગુનેગારો ગમે ત્યાં હશે તેમને પકડી પાડવામાં આવશે."

Advertisement

મોલના પ્રવક્તા લિન્ડસે કાન (Lindsey Kahn) એ આ દિવસને દરેક માટે અત્યંત ભયાનક ગણાવ્યો હતો. મોલમાં કામ કરતા કર્મચારીઓએ જીવ બચાવવા માટે બ્રેક રૂમ અને સ્ટોરના પાછળના ભાગમાં આશરો લીધો હતો. હાલમાં આ વિસ્તારમાં સશસ્ત્ર અધિકારીઓ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને જનતા માટે હવે કોઈ ખતરો નથી.

લ્યુઇસિયાનામાં અગાઉ થયા હતા 8 બાળકોના મોત

નોંધનીય છે કે લ્યુઇસિયાનામાં આ બીજી મોટી ગોળીબારની ઘટના છે. ગત સપ્તાહે જ શ્રેવપોર્ટ (Shreveport) વિસ્તારમાં ઘરેલુ ઝઘડા (Domestic Dispute)ને કારણે થયેલા ફાયરિંગમાં 1 થી 14 વર્ષની વયના 8 નિર્દોષ બાળકોના મોત થયા હતા. તે ઘટનામાં પણ શંકાસ્પદ હુમલાખોર પોલીસ સાથેની અથડામણમાં માર્યો ગયો હતો.

આ પણ વાંચો: MAGA નું રટણ કરતા Donald Trump ની અમેરિકામાં લોકપ્રિયતા તળિયે!

Tags :
Advertisement

.

×