Britainમાં મોટી દરિયાઈ દુર્ઘટના, ઓઈલ ટેન્કર-કાર્ગો જહાજ વચ્ચે અથડામણ, લાગી આગ
- ઈંગ્લેન્ડના દરિયાકાંઠે ટેન્કર લાગી આગ
- કાર્ગો જહાજ સામસામે અથડાયા
- 32 લોકોને સુરક્ષિત સ્થળે લીજવાય
Britain: સોમવારે પૂર્વી ઈંગ્લેન્ડના (Britain)દરિયાકાંઠે એક ઓઈલ ટેન્કર અને એક કાર્ગો જહાજ સામસામે અથડાયા, જેના કારણે બંને જહાજોમાં આગ લાગી ગઈ હતી. ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે જણાવ્યું હતું કે આ અકસ્માતમાં ઓછામાં ઓછા 32 લોકોને સુરક્ષિત રીતે કિનારા પર લાવવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. હાલમાં એ સ્પષ્ટ નથી કે બંને જહાજો કેવી રીતે અથડાયા.
પોર્ટુગીઝ ધ્વજ લહેરાતા જોવા મળ્યા
ગ્રિમ્સબી ઈસ્ટ પોર્ટના ચીફ એક્ઝિક્યુટિવ માર્ટિન બોયર્સે જણાવ્યું હતું કે વિન્ડકેટ-33 જહાજ પર 13 ઘાયલ લોકોને લાવવામાં આવ્યા, ત્યારબાદ બંદર પાઈલટ બોટ દ્વારા અન્ય 19 લોકોને બચાવી લેવામાં આવ્યા. યુએસ-ધ્વજવાળા ઓઈલ ટેન્કરની ઓળખ એમવી સ્ટેના તરીકે થઈ છે, જે રસાયણો અને તેલ ઉત્પાદનોથી ભરેલું હતું. કાર્ગો જહાજ પર પોર્ટુગીઝ ધ્વજ લહેરાતા જોવા મળ્યા.
જહાજોના ક્રૂ સભ્યો સુરક્ષિત
સ્ટેના બલ્કના સીઈઓ એરિક હેનેલે જણાવ્યું હતું કે જહાજના 20 થી વધુ ક્રૂ સભ્યો સુરક્ષિત છે અને તેમને સુરક્ષિત રાખવામાં આવ્યા છે. તેમને કહ્યું કે અથડામણના કારણ વિશે કંઈ પણ કહેવું હજુ વહેલું ગણાશે.યુકે મેરીટાઈમ અને કોસ્ટગાર્ડ એજન્સી મુજબ ઘટનાસ્થળે ઘણી લાઈફબોટ અને કોસ્ટ ગાર્ડ રેસ્ક્યૂ હેલિકોપ્ટર મોકલવામાં આવ્યા છે. વધુમાં, નજીકના અનેક ફાયર બ્રિગેડ જહાજો અને કોસ્ટ ગાર્ડનું વિમાન હાજર હતું.
આ પણ વાંચો -Newyork ના જંગલોમાં ભભૂકી ઉઠી આગ, લોકોને સુરક્ષિત સ્થળે જવા અપીલ
ટેન્કર અને કાર્ગો જહાજ વચ્ચે ટક્કર, બચાવ કામગીરી ચાલુ
રોયલ નેશનલ લાઈફબોટ ઇન્સ્ટિટ્યૂશનએ જણાવ્યું હતું કે "એવા અહેવાલો છે કે અથડામણ પછી કેટલાક લોકો જહાજ છોડીને ચાલ્યા ગયા હતા અને બંને જહાજોમાં આગ લાગી ગઈ છે." કોસ્ટ ગાર્ડ સાથે ત્રણ લાઈફબોટ ઘટનાસ્થળે બચાવ કામગીરી કરી રહી છે.સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો ફૂટેજમાં જોઈ શકાય છે કે બંને જહાજોમાંથી કાળો ધુમાડો નીકળી રહ્યો છે. ગ્રીસથી રવાના થયા પછી એમવી સ્ટેના ઈમક્યુલેટ લંગર પર હતું. આ દરમિયાન પોર્ટુગીઝ ધ્વજવાળું કાર્ગો જહાજ સોલોંગ સ્કોટલેન્ડના ગ્રેન્જમાઉથથી નેધરલેન્ડ્સના રોટરડેમ તરફ જઈ રહ્યું હતું.
આ પણ વાંચો -આજે International Women's Day ની થઇ રહી છે ઉજવણી, જાણો તેનો ઇતિહાસ અને ઉદ્દેશ
ટેન્કર જહાજો ક્યાં જઈ રહ્યા હતા?
રિપોર્ટ મુજબ એમવી સ્ટેના ઈમેક્યુલેટ ગ્રીસના એજિયો થિયોડોરોઈથી યુકેના કિલિંગહોમ જઈ રહ્યું હતું. સશસ્ત્ર સંઘર્ષ અથવા રાષ્ટ્રીય કટોકટીના સમયે સૈન્યને ઈંધણ પૂરું પાડવા માટે યુએસ સરકારના કાર્યક્રમ હેઠળ સૂચિબદ્ધ 10 ઓઈલ ટેન્કરોમાંથી તે એક છે.