Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mali Defense Minister Killed : માલીના સંરક્ષણ મંત્રી સાદિયો કામારાનું આત્મઘાતી હુમલામાં મોત

પશ્ચિમ આફ્રિકાના દેશ માલીમાં સુરક્ષા વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા છે. સંરક્ષણ મંત્રી સાદિયો કામારાના નિવાસસ્થાન પર થયેલા આત્મઘાતી હુમલાએ આખા દેશને સ્તબ્ધ કરી દીધો છે. એક તરફ રશિયન દળો મેદાન છોડી રહ્યા છે, તો બીજી તરફ બળવાખોરોએ ફરી કબ્જો જમાવ્યો છે. દેશના અનેક ભાગોમાં અત્યારે શું સ્થિતિ છે અને શા માટે આંતરરાષ્ટ્રીય એજન્સીઓ ચિંતિત છે? જાણો સત્તાના સંઘર્ષની આ ખૌફનાક કહાની.
mali defense minister killed   માલીના સંરક્ષણ મંત્રી સાદિયો કામારાનું આત્મઘાતી હુમલામાં મોત
Advertisement
  • આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં સંરક્ષણ પ્રધાન અને તેમનો પરિવાર ખતમ (Mali Defense Minister Killed)
  • બળવાખોરોએ કિડાલ શહેર કબજે કર્યું, રશિયન વેગનર ગ્રુપની પીછેહઠ
  • બામાકો, ગાઓ અને સેવરેમાં ભારે તોપમારો, જનતામાં ફફડાટ
  • સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય સહયોગ માટે તાકીદની અપીલ

પશ્ચિમ આફ્રિકાના દેશ માલી (Mali) માં આતંકવાદીઓએ અત્યાર સુધીનો સૌથી મોટો અને ઘાતક હુમલો કર્યો છે. અલ-કાયદા (Al-Qaeda) સાથે જોડાયેલા જેહાદી જૂથ JNIM અને તુઆરેગ બળવાખોરોએ (Tuareg Rebels) સમગ્ર દેશમાં એકસાથે હુમલાઓ શરૂ કર્યા છે. આ શ્રેણીબદ્ધ હુમલાઓમાં માલીના સંરક્ષણ પ્રધાન સાદિયો કામારા (Sadio Camara) નું કરૂણ મોત નીપજ્યું છે.

Mali Defense Minister Killed : પરિવાર સાથે સંરક્ષણ પ્રધાનનું મોત

શનિવારે રાજધાની બામાકો (Bamako) નજીક આવેલા કાટી (Kati) શહેરમાં સંરક્ષણ પ્રધાન સાદિયો કામારાના નિવાસસ્થાને આત્મઘાતી કાર બોમ્બ વિસ્ફોટ (Suicide Car Bomb Blast) કરવામાં આવ્યો હતો. આ હુમલો એટલો શક્તિશાળી હતો કે તેમાં પ્રધાન સાદિયો કામારાની સાથે તેમની બીજી પત્ની અને બે પૌત્રોના પણ મોત થયા છે. વિસ્ફોટના અવાજથી આખું શહેર ધ્રૂજી ઉઠ્યું હતું અને રહેણાંક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે.

Advertisement

Advertisement

કિડાલ પર બળવાખોરોનો ફરી કબજો

માલીના ઉત્તરી ભાગમાં સ્થિત કિડાલ (Kidal) શહેર હવે ફરીથી તુઆરેગ બળવાખોરોના નિયંત્રણમાં આવી ગયું છે. રવિવારે કાટી, કિડાલ, ગાઓ (Gao) અને સેવરે (Sevare) જેવા મહત્વના વિસ્તારોમાં ભારે તોપમારો શરૂ થયો હતો. એક ચોંકાવનારા કરાર હેઠળ, માલિયન સેના (Malian Army) અને તેમના સાથી રશિયન વેગનર ફોર્સ (Russian Wagner Forces) ને લશ્કરી છાવણીમાંથી સુરક્ષિત રીતે પાછા હટવાની મંજૂરી આપવામાં આવી છે. નોંધનીય છે કે નવેમ્બર 2023માં રશિયન દળોની મદદથી આ શહેર પર ફરી કબ્જો મેળવ્યો હતો, જે હવે ફરી ગુમાવવો પડ્યો છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે હુમલાની નિંદા

સંયુક્ત રાષ્ટ્ર (United Nations) ના વડા એન્ટોનિયો ગુટેરેસ (Antonio Guterres) અને યુરોપિયન યુનિયન (European Union) દ્વારા આ આતંકવાદી હુમલાની સખત નિંદા કરવામાં આવી છે. વિશ્વના નેતાઓએ આંતરરાષ્ટ્રીય સહયોગ માટે અપીલ કરી છે. બીજી તરફ, માલી સરકાર પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કરી રહી છે, પરંતુ જમીની સ્તરે સૈન્ય મથકો તરફ જતા રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા છે અને દેશમાં અરાજકતાનો માહોલ છે.

આ પણ વાંચો:  વોશિંગ્ટન Hilton હોટલ ફાયરિંગ કેસમાં કોલ થોમસ એલન અંગે થયા ચોંકાવનારા ખુલાસા

Tags :
Advertisement

.

×