ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

South Africa ના Mozambique માં અનેક ગુજરાતીઓ લૂંટાયા!

South Africa માં ગુજરાતીઓના મોલમાં લૂંટફાટ અંદાજે 20 કરોડ રૂપિયાનું લૂંટ કરી હોવાનો દાવો અનેક ગુજરાતીઓન દુકાનમાં લૂંટ SouthAfrica:આફ્રિકા(SouthAfrica)ના મોઝામ્બિક(Mozambique)માં લૂંટની ઘટના સામે આવી છે, જેમાં અનેક ગુજરાતી લૂંટાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. જંબુસરના કાવી અને ભરૂચના સીતપોણ...
07:54 PM Dec 26, 2024 IST | Hiren Dave
South Africa માં ગુજરાતીઓના મોલમાં લૂંટફાટ અંદાજે 20 કરોડ રૂપિયાનું લૂંટ કરી હોવાનો દાવો અનેક ગુજરાતીઓન દુકાનમાં લૂંટ SouthAfrica:આફ્રિકા(SouthAfrica)ના મોઝામ્બિક(Mozambique)માં લૂંટની ઘટના સામે આવી છે, જેમાં અનેક ગુજરાતી લૂંટાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. જંબુસરના કાવી અને ભરૂચના સીતપોણ...
GujaratiFamily

SouthAfrica:આફ્રિકા(SouthAfrica)ના મોઝામ્બિક(Mozambique)માં લૂંટની ઘટના સામે આવી છે, જેમાં અનેક ગુજરાતી લૂંટાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. જંબુસરના કાવી અને ભરૂચના સીતપોણ ગામના અનેક વ્યક્તિઓની દુકાનમાં લૂંટ ચલાવવામાં આવી છે. હાલમાં આ તમામ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે અને સરકાર દ્વારા તાત્કાલિક મદદ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

આફ્રિકામાં રહેતા જંબુસરના કાવીના વેપારીઓ લૂંટાયા

આફ્રિકાના મોઝામ્બિક શહેરમાં રહેતા કાવી ગામના ઈમરાન યાકુબ ભાઈજી, યાસીન સાલેહ તેમજ ઈનાયત માનુ, સફરાજભાઈ સીતપોણ નામના ગુજરાતીઓની દુકાનો લૂંટાઈ છે. આ સાથે જ ગુજરાતીઓના મોટા મોટા વેરહાઉસમાં પણ લૂંટફાટ કરીને તેને સળગાવી દેવામાં આવ્યા છે. આ લુંટફાટમાં અંદાજિત 20 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આ પણ  વાંચો -Sixth Generation Fighter Jet ઉડાવીને ચીને રચ્યો ઈતિહાસ, ભારત હજુ તેજસ એન્જિનની રાહમા

દેશમાં ભારે ઉહાપોહ મચી

સુપ્રીમ કોર્ટના એક ચુકાદાથી દેશમાં ભારે ઉહાપોહ મચી ગયો છે. મોઝામ્બિકમાં દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા શાસક ફ્રીલીમો પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડેનિયલ ચેપોને 9  ઓક્ટોબરે યોજાયેલી વિવાદાસ્પદ ચૂંટણીઓમાં વિજેતા જાહેર કર્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. જેમાં ૨૧ લોકોના મોત થયા છે. જેમાં બે પોલીસ અધિકારી પણ સામેલ છે. આ માહિતી અધિકારીઓએ મંગળવારે આપી હતી. તેમણે કહ્યું કે આ અંધાધૂંધીનું નેતૃત્વ કરનારા મોટે ભાગે હારેલા ઉમેદવાર વેનાન્સિયો મોન્ડેલનના યુવા સમર્થકો હતા. તેમને 24 ટકા મત મળ્યા હતા. જે ચાપો બાદ બીજા ક્રમે છે અને તેમને 65 ટકા મત મળ્યા હતા.

Tags :
BharuchGujaratFirstGujaratiFamilymallMozambiqueSouthAfricaViralNews
Next Article