US વિદેશ મંત્રી Marco Rubio ના ફોટામાં દેખાયેલી આ રહસ્યમય મહિલા કોણ છે? જાણો ભારત પ્રવાસનું મોટું કનેક્શન!
- અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોનું કોલકાતામાં લેન્ડિંગ
- એરપોર્ટ પર અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે કર્યું ભવ્ય સ્વાગત
- પત્ની અને ચીફ ડેપ્યુટી ગેબ્રિયલ પણ ભારત પ્રવાસે સાથે
- દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં એસ. જયશંકર સાથે થશે મહત્વની બેઠક
- પીએમ મોદી સાથે ડિફેન્સ, ટેકનોલોજી અને ક્વાડ મુદ્દે થશે ચર્ચા
Marco Rubio India Visit : અમેરિકાના નવા વિદેશ મંત્રી માર્કો રૂબિયો (Marco Rubio India Visit) શનિવારે સવારે ભારતના સત્તાવાર પ્રવાસે પહોંચી ગયા છે. તેમનું વિમાન પશ્ચિમ બંગાળના કોલકાતા એરપોર્ટ (Kolkata Airport) પર ઉતર્યું હતું, જ્યાં ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોર (Sergio Gor) અને અન્ય વરિષ્ઠ ભારતીય અધિકારીઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. કોલકાતામાં થોડો સમય રોકાયા બાદ તેઓ દેશની રાજધાની નવી દિલ્હી (New Delhi) જવા રવાના થયા હતા.
રાજદૂત સર્જિયો ગોરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પ્રવાસની તસવીરો શેર કરીને લખ્યું કે, માર્કો રૂબિયોની આ પ્રથમ ભારત મુલાકાત છે. નવી દિલ્હીમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે મુલાકાત કરશે. આ હાઇ-પ્રોફાઇલ પ્રવાસ દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે વેપાર, ટેકનોલોજી, સંરક્ષણ અને ક્વાડ (QUAD) જેવા અત્યંત વ્યૂહાત્મક મુદ્દાઓ પર આગામી દિવસોમાં વિસ્તૃત ચર્ચા અને પ્રગતિ કરવામાં આવશે.
#WATCH | US Secretary of State Marco Rubio arrives in Delhi after his visit to Kolkata in West Bengal earlier today.
Here in Delhi, Secretary Rubio is scheduled to meet with Prime Minister Narendra Modi, deliver remarks at a U.S. Embassy Support Annex Building dedication… pic.twitter.com/1OpbhzDJid
— ANI (@ANI) May 23, 2026
તસવીરોમાં જોવા મળેલા ખાસ ચહેરાઓ કોણ છે?
સર્જિયો ગોરે શેર કરેલી એક ખાસ તસવીરમાં માર્કો રૂબિયો ઉપરાંત એક મહિલા અને અન્ય એક પુરુષ પણ જોવા મળી રહ્યા છે, જેમને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા હતી. આ મહિલા અન્ય કોઈ નહીં પરંતુ માર્કો રૂબિયોના પત્ની છે. જ્યારે ત્રીજી વ્યક્તિ માર્કો રૂબિયોના મુખ્ય ડેપ્યુટી રોબર્ટ ગેબ્રિયલ (Robert Gabriel) છે, જેઓ દ્વિપક્ષીય વાટાઘાટોમાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે ભારત આવ્યા છે. કોલકાતામાં ઉતરાણ કર્યા બાદ સર્જિયો ગોરે તેમની પત્ની સાથે મિશનરીઝ ઓફ ચેરિટી (Missionaries of Charity) ની મુલાકાત પણ લીધી હતી અને મધર ટેરેસાના સેવા કાર્યોને યાદ કર્યા હતા.
હૈદરાબાદ હાઉસમાં યોજાશે દ્વિપક્ષીય બેઠક
નિર્ધારિત કાર્યક્રમ મુજબ, રવિવારે સવારે 11:30 વાગ્યે નવી દિલ્હીના પ્રતિષ્ઠિત હૈદરાબાદ હાઉસ (Hyderabad House) ખાતે ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર (Dr. S. Jaishankar) અને માર્કો રૂબિયો વચ્ચે દ્વિપક્ષીય બેઠક (Bilateral Meeting) યોજાશે. આ બેઠક પર વૈશ્વિક મીડિયાની નજર રહેશે. ત્યારબાદ રવિવારે સાંજે તેઓ અમેરિકી દૂતાવાસ (US Embassy) માં આયોજિત સ્વતંત્રતા દિવસ સમારોહમાં પણ ખાસ હાજરી આપશે.
આ પણ વાંચો : Delhi Airport પર ઝડપાયો રૂ.48 કરોડનો હાઇડ્રોપોનિક ગાંજો, બે થાઈ નાગરિકની કસ્ટમ વિભાગે કરી ધરપકડ


