માર્ક ઝુકરબર્ગનો મોટો દાવો 2024 માં મોદી સરકાર હારી હતી, અશ્વિની વૈષ્ણવ આવ્યા બચાવમાં
- અશ્વિની વૈષ્ણવે કહ્યું, માર્ક જકરબર્ગે પુરતી માહિતી રાખવી જોઇએ
- ઝુકરબર્ગે કોરોના દરમિયાન મોદી સરકારની કામગીરીની પણ ટિકા કરી
- ભાજપે ત્રીજી વખત લોકસભા ચૂંટણી અને સરકાર બનાવી છે: વૈષ્ણવ
Ashwini Vaishnav On Zuckerberg: માર્ક જુકરબર્ગનો દાવો હતો કે, ભાજપ તમામ મુખ્ય ચૂંટણી હારી ગઇ છે. જેના અંગે કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે ફેક્ટ ચેક કરીને તેને ખોટી માહિતી ગણાવી હતી.
Ashwini Vaishnav On Mark Zuckerberg: કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે મેટા સીઇઓ માર્ક જુકરબર્ગ દાવાની ટીકા કરી છે. માર્ક જુકરબર્ગે દાવો કર્યો હતો કે, ભારતની હાલની સત્તાધારી પાર્ટી (ભાજપ) તમામ મુખ્યચૂંટણી હારી ગઇ છે. માર્ક જુકરબર્ગના આ દાવાને ખોટી માહિતી ગણાવતા કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, માર્ક જુકરબર્ગ જેવા અબજોપતિઓને એવી ખોટી માહિતી આપે તે ખુબ જ નિરાશાજનક છે. ન માત્ર ભારત પરંતુ અન્ય તમામ દેશો અંગે પણ તેમને ધ્યાન રાખવું જોઇએ.
આ પણ વાંચો : LIVE: Maha kumbh 2025 Live : મહાકુંભમાં વિદેશી શ્રદ્ધાળુઓનો જમાવડો, સવારથી દોઢ કરોડ લોકોએ સ્નાન કર્યું
ભાજપે સતત ત્રીજી વખત સરકાર બનાવી
ભારતીય જનતા પાર્ટીએ ગત્ત વર્ષે 2024 માં યોજાયેલી લોકસભા ચૂંટણી જીતી. ભાજપે ત્રીજી વખત સરકાર બનાવી અને નરેન્દ્ર મોદી ત્રીજી વખત સરકાર બનાવી અને નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા, પરંતુ મેટા સીઇઓએ પોડકાસ્ટર જો રોગનના શોમાં કહ્યું કે, ભારત સહિત તમામ વિશ્વના દેશોમાં હાલની સરકારો ચૂંટણી હારી ચુકી છે.
બીજુ શું બોલ્યા માર્ક જુકરબર્ગ?
માર્ક જુકરબર્ગનું કહેવું છે કે, 2024 સમગ્ર વિશ્વ માટે એક મોટો સવાલ રહ્યો હતો. ભારત જેવા અન્ય દેશોમાં પણ મુખ્ય પાર્ટીઓ કે જે સત્તામાં હતી તે ચૂંટણી હારી ગઇ. એટલે કે દરેક સત્તાધારી પાર્ટી ચૂંટણી હારી છે. વૈશ્વિક સ્તર પર કંઇક ને કંઇક થયું છે. પછી તે અર્થતંત્રની પોલિસી હોય કે પછી કોરોના હોય. તેની વૈશ્વિક સ્તર પર અસર જોવા મળી. જેના કારણે સત્તાધારી પાર્ટીઓ અંગે લોકોનો વિશ્વાસ ડગ્યો.
આ પણ વાંચો : Gondal: 6 લાખની મુદ્દલ સામે 28 લાખનું વ્યાજ ચૂકવ્યું છતાં વ્યાજખોર આપતો હતો ધમકી, પોલીસે કરી ધરપકડ
ગણાવ્યા મોદી સરકારના કામ
કોરોના મહામારી દરમિયાન મોદી સરકારના પ્રયાસોના વખાણ કરતા વૈષ્ણવે માર્ક જુકરબર્ગને ફેક્ટ અને વિશ્વસનિયતા જાળવી રાખવા માટે કહ્યું. કોવિડ દરમિયાન મોદી સરકારના પ્રયાસો અંગે ગણાવતા વૈષ્ણવે એક્સ પર લખ્યું કે, 2.2 મિલિયન લોકો માટે મફત રસી, કોવિડ દરમિયાન વિશ્વના અનેક દેશોને સહાય, કરોડો લોકોને મફત ભોજન અને આમ છતા પણ વિશ્વની સૌથી ઝડપથી વધી રહેલી ઇકોનોમી ભારત બન્યું. મેટાના સીઇઓને ખોટી માહિતી ધરાવે છે તે જાણીને ખુબ જ દુખ થયું.
As the world’s largest democracy, India conducted the 2024 elections with over 640 million voters. People of India reaffirmed their trust in NDA led by PM @narendramodi Ji’s leadership.
Mr. Zuckerberg’s claim that most incumbent governments, including India in 2024 elections,…
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 13, 2025
આ પણ વાંચો : Google ભક્તિના રંગમાં રંગાયુ, ફોનમાં મહાકુંભ લખો અને સ્ક્રીન ગુલાબની પાંખડીઓથી ભરાઈ જશે