Masood Azhar Viral Audio : જૈશ-એ-મોહમ્મદ વડા મસૂદ અઝહરનો ઓડિયો UNએ જાહેર કર્યો, ભારતને આપી આ ધમકી!
- જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરનો ઓડિયો સંદેશ આવ્યો સામે (Masood Azhar Viral Audio)
- યુએનએ મસૂદ અઝહરનો ઓડિયો કર્યો જાહેર
- ઓડિયો સંદેશમાં ભારતને આપી ધમકી
પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા અને યુએન દ્વારા આતંકવાદી જાહેર કરાયેલા મસૂદ અઝહર(Masood Azhar)નો એક ભયાનક ઓડિયો સંદેશ સામે આવ્યો છે. આ ઓડિયોમાં અઝહર દાવો કરે છે કે તેના પાસે હજારો આત્મઘાતી હુમલાખોરો તૈયાર છે, જે કોઈપણ ક્ષણે ભારતમાં ઘૂસણખોરી કરી હુમલો કરવા તત્પર છે.
Masood Azhar Viral Audio : હજારો આત્મઘાતી હુમલાખોરોની ધમકી
વાયરલ ઓડિયોમાં મસૂદ કહેતો સંભળાય છે કે, એક હજારથી વધુ આત્મઘાતી હુમલાખોરો (Suicide Bomber) તેના પર ભારતમાં હુમલો કરવા દબાણ કરી રહ્યા છે. અઝહરના મતે, આ આતંકીઓની સંખ્યા દુનિયાને ચોંકાવી દેશે. તે દાવો કરે છે કે તેના હુમલાખોરો શહીદ થવા માટે ઉત્સુક છે અને ભારત સામે મોટા પાયે હુમલો કરવા તૈયાર છે.
Masood Azhar Viral Audio : નિષ્ણાતોની ચેતવણી
સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે પાકિસ્તાનમાં બેસીને મસૂદ ફરી એકવાર ભારત વિરોધી મોટું કાવતરું ઘડી રહ્યો છે. આવા ઓડિયો સંદેશો સામાન્ય રીતે સંગઠન નબળું પડે ત્યારે બહાર પાડવામાં આવે છે, જેથી આતંકી લડવૈયાઓનો ઉત્સાહ વધે અને તેઓ ફરીથી સક્રિય થાય.
‘ઓપરેશન સિંદૂર’ થી મસૂદને થયો ભારે નુકસાન
તાજેતરમાં પહેલગામ હુમલા બાદ ભારતીય સેના દ્વારા ચલાવવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’માં જૈશ-એ-મોહમ્મદને ભારે નુકસાન થયું હતું. આ ઓપરેશનમાં મસૂદના અનેક નજીકના સાથીઓ અને સંબંધીઓ ઠાર મરાયા હતા. નિષ્ણાતો માને છે કે આ ઓડિયો સંદેશ મસૂદની હતાશા અને નબળાઈનું પરિણામ છે.હાલમાં સુરક્ષા એજન્સીઓ આ ઓડિયોની તપાસ કરી રહી છે. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરહદ પર તકેદારી વધારી દેવામાં આવી છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓ આ ઓડિયોની સત્યતા તપાસી રહી છે અને સંભવિત હુમલાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને હાઈ એલર્ટ જાહેર કર્યો છે.
આ પણ વાંચો: Mississippi Shooting : મિસિસિપીમાં અંધાધૂંધ ગોળીબારમાં 6 લોકોના મોત


