Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

આતંકી મસૂદ અઝહરનો ઓડિયો વાયરલ, IC-814 હાઇજેકિંગ અંગે કર્યા ચોંકાવનારા ખુલાસા

આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરનો એક વિવાદાસ્પદ ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તેણે ૧૯૯૯ના IC-814 હાઇજેકિંગ અને કંદહાર મુક્તિ અંગે ઝેર ઓક્યું છે. અઝહરે દાવો કર્યો કે તત્કાલીન વાજપેયી સરકાર ભારે દબાણમાં હતી અને વિદેશ મંત્રી જસવંત સિંહ ૭૦ કલાક સુધી ઊંઘી શક્યા નહોતા. તેણે જેલની દીવાલો પરથી જેહાદ ન ભૂંસી શકાય તેવા ઉશ્કેરણીજનક નિવેદનો સાથે ભારત વિરુદ્ધ નફરત ફેલાવવાનો પ્રયાસ કર્યો છે.
આતંકી મસૂદ અઝહરનો ઓડિયો વાયરલ  ic 814 હાઇજેકિંગ અંગે કર્યા ચોંકાવનારા ખુલાસા
Advertisement
  • જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર ઓડિયો વાયરલ
  • આ વિડિયોમાં હાલ સોશિયલ મીડિયા પર વાયરલ
  • IC-814 હાઇજેકિંગની વાતનો થયો છે ઉલ્લેખ

ભારત સામે નફરત ફેલાવનાર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) ના નેતા મસૂદ અઝહરનું એક નવું અને અત્યંત વિવાદાસ્પદ ઓડિયો રેકોર્ડિંગ સામે આવતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. આ ઓડિયોમાં મસૂદે જમ્મુની કોટ ભલવાલ જેલમાં ગાળેલા દિવસો અને 1999ના કુખ્યાત IC-814 હાઇજેકિંગ બાદ તેની મુક્તિ અંગે એવા દાવા કર્યા છે જે કોઈપણ ભારતીયનું લોહી ઉકાળી દે તેવા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ ઓડિયો

વાયરલ ઓડિયોમાં મસૂદ અઝહર પોતાની હિંસક વિચારધારાનો પ્રચાર કરતા કહે છે, "હું 50 વર્ષ સુધી લડીશ, પણ જેહાદનો અંત નહીં આવે." તેણે દાવો કર્યો કે જ્યારે તે જેલમાં હતો ત્યારે દિલ્હીના કેટલાક ઉચ્ચ અધિકારીઓ તેને મળવા આવ્યા હતા. તેમનો હેતુ એ જાણવાનો હતો કે શું જેલની કાળી કોટડીએ મસૂદનું મનોબળ તોડી નાખ્યું છે? અધિકારીઓના સવાલનો જવાબ આપતા આતંકીએ ઓડિયોમાં કહ્યું છે કે, "તમે જેલની દીવાલો પર લખેલા શબ્દો ભૂંસી શકો છો, પરંતુ કુરાનની આયતોમાં રહેલા જેહાદને કેવી રીતે ભૂંસી શકશો? આ લડાઈ દાયકાઓ સુધી ચાલશે."

Advertisement

Advertisement

વાજપેયી સરકાર અને જસવંત સિંહનો ઉલ્લેખ

મસૂદ અઝહરે ડિસેમ્બર 1999ના એ તણાવપૂર્ણ વાતાવરણને યાદ કર્યું જ્યારે ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટને હાઇજેક કરીને કંદહાર લઈ જવામાં આવી હતી. તે ઓડિયોમાં કટાક્ષ કરતા કહે છે તત્કાલીન વિદેશ મંત્રી જસવંત સિંહ 70 કલાક સુધી સૂઈ શક્યા નહોતા. અટલ બિહારી વાજપેયીની ઊંઘ ઉડી ગઈ હતી. મને કહેવામાં આવ્યું હતું કે આ જેલ જ મારી કબર બનશે, પણ કુદરતનો ખેલ જુઓ, મને મારા જ વિમાનમાં (ભારતના વિમાનમાં) સન્માન સાથે લઈ જવામાં આવ્યો.

પાસપોર્ટ-વિઝા વગરની એ મુક્તિ

પોતાની મુક્તિના દિવસને યાદ કરતા તે કહે છે કે, તેને જેલમાંથી સીધો એરપોર્ટ લઈ જવામાં આવ્યો હતો. "મુક્તિ સમયે ન તો કોઈ બોર્ડિંગ પાસ હતો, ન કોઈ વિઝા કે ઈમિગ્રેશન ક્લિયરન્સ. મને હાથકડી પહેરાવી અને આંખે પાટા બાંધીને લઈ જવામાં આવ્યો અને સીધો કંદહાર પહોંચાડી દેવાયો.

આ પણ વાંચો: બલુચિસ્તાન લિબરેશન આર્મી અને તહરીકે તાલિબાન પાકિસ્તાનને UAE પાળી રહ્યું છે! પત્રકારનો દાવો

Tags :
Advertisement

.

×