Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Iran crisis News : રાષ્ટ્રપતિ Masoud Pezeshkian એ આપ્યું રાજીનામું? દેશમાં સત્તા સંઘર્ષની ચર્ચાઓ તેજ!

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનના રાજીનામાની ચર્ચાઓએ રાજકીય ગરમાવો ફેલાવ્યો છે. રિપોર્ટ્સ મુજબ, સેના અને સરકાર વચ્ચેના મતભેદોને કારણે તેમણે રાજીનામું આપ્યું છે, જોકે સત્તાવાર સ્ત્રોતોએ આ વાતને નકારી કાઢી છે. સુપ્રીમ લીડરની નબળી તબિયત અને સેનાનું વધતું વર્ચસ્વ આ આંતરિક સંઘર્ષનું મુખ્ય કારણ હોવાનું મનાય છે. હાલમાં ઈરાનની આંતરિક સ્થિતિ અનિશ્ચિતતા અને સત્તાના સંઘર્ષથી ઘેરાયેલી છે.
iran crisis news   રાષ્ટ્રપતિ masoud pezeshkian એ આપ્યું રાજીનામું  દેશમાં સત્તા સંઘર્ષની ચર્ચાઓ તેજ
Advertisement

શું ઈરાન (Iran) માં સત્તાના ગલિયારાઓમાં કંઈક મોટું અને ખતરનાક રંધાઈ રહ્યું છે? હાલમાં દુનિયાભરમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનના રાજીનામાના અહેવાલોએ ખળભળાટ મચાવ્યો છે. ઈરાન ઈન્ટરનેશનલ ન્યૂઝ પોર્ટલના દાવા મુજબ, ઈરાની સેના (Iranian Army) અને સરકાર વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે પેઝેશ્કિયાન નારાજ છે અને તેમણે રાજીનામું આપ્યું છે.

શું છે આ સત્તા સંઘર્ષનું કારણ?

રિપોર્ટ્સ અનુસાર, રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાનનું માનવું છે કે દેશના મોટા અને નિર્ણાયક નિર્ણયોમાં તેમની સરકારને હવે કોઈ મહત્વ આપવામાં આવતું નથી. સત્તાની લગામ સંપૂર્ણપણે રિવોલ્યુશનરી ગાર્ડ્સ (Revolutionary Guards) અને કટ્ટરપંથી જૂથોના હાથમાં છે. સરકારને મહત્વના નીતિગત નિર્ણયોથી દૂર રાખવામાં આવતા પેઝેશ્કિયાન પોતાની બંધારણીય જવાબદારીઓ નિભાવવામાં અસમર્થ અનુભવી રહ્યા છે.

Advertisement

શું રાજીનામું અફવા છે?

જોકે, ઈરાનના સત્તાવાર વર્તુળો અને 'Iran's Today' જેવા માધ્યમોએ રાજીનામાના સમાચારને નકારી કાઢ્યા છે. રાષ્ટ્રપતિની સત્તાવાર વેબસાઈટ પર એક વીડિયો જાહેર કરીને એવો સંદેશ આપવામાં આવ્યો છે કે તેઓ દેશના વિકાસ માટે કામ કરતા રહેશે. રાષ્ટ્રપતિની તાજેતરની સોશિયલ મીડિયા પોસ્ટ પણ ભારે મૂંઝવણ ઉભી કરે છે. તેમણે સ્વીકાર્યું છે કે દેશ કપરા કાળમાંથી પસાર થઈ રહ્યો છે અને મુશ્કેલીઓનો સામનો કરવા માટે તમામના સહયોગની જરૂર છે.

Advertisement

સુપ્રીમ લીડર અને સેનાનું વર્ચસ્વ

ઈરાન બહારથી ભલે અમેરિકા (USA) સાથે આર-પારની લડાઈમાં મજબૂત દેખાતું હોય, પરંતુ અંદરખાને સ્થિતિ ગંભીર જણાય છે. ચર્ચાઓ એવી પણ છે કે સુપ્રીમ લીડર મોજતબા ખામિનેઈ (Mojtaba Khamenei) ની ખરાબ તબિયતને કારણે સત્તાનું સંતુલન ખોરવાઈ ગયું છે. અહેવાલો મુજબ, ખામિનેઈના સ્વાસ્થ્ય અને પ્લાસ્ટિક સર્જરીની જરૂરિયાતો વચ્ચે દેશની કમાન વ્યવહારિક રીતે સેનાના હાથમાં છે. આ સત્તા સંઘર્ષમાં રાષ્ટ્રપતિનું કોઈ ખાસ ચાલતું ન હોવાના અહેવાલોએ ઈરાનની આંતરિક સ્થિતિ અંગે અનેક સવાલો ઉભા કર્યા છે.

આ પણ વાંચો : China એ બનાવ્યું ત્રણ-સ્તરીય પરમાણુ ચક્રવ્યૂહ, અમેરિકાની ઊંઘ ઉડી!

Tags :
Advertisement

.

×