ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

US માં 24 કલાકમાં ચોથો મોટો હુમલો, ન્યૂયોર્કની નાઇટ ક્લબમાં ગોળીબાર

24 કલાકમાં US માં ચોથો મોટો હુમલો ન્યૂયોર્ક નાઈટ ક્લબમાં ગોળીબાર 11 લોકોના મોત, મોટી સંખ્યામાં લોકો ઘાયલ છેલ્લા 24 કલાકમાં થયેલા હુમલાથી અમેરિકા (US) હચમચી ગયું છે. હવે અમેરિકા (US)ના ન્યૂયોર્કની એક નાઈટ ક્લબમાં ભયાનક ગોળીબારના સમાચાર સામે...
12:18 PM Jan 02, 2025 IST | Dhruv Parmar
24 કલાકમાં US માં ચોથો મોટો હુમલો ન્યૂયોર્ક નાઈટ ક્લબમાં ગોળીબાર 11 લોકોના મોત, મોટી સંખ્યામાં લોકો ઘાયલ છેલ્લા 24 કલાકમાં થયેલા હુમલાથી અમેરિકા (US) હચમચી ગયું છે. હવે અમેરિકા (US)ના ન્યૂયોર્કની એક નાઈટ ક્લબમાં ભયાનક ગોળીબારના સમાચાર સામે...

છેલ્લા 24 કલાકમાં થયેલા હુમલાથી અમેરિકા (US) હચમચી ગયું છે. હવે અમેરિકા (US)ના ન્યૂયોર્કની એક નાઈટ ક્લબમાં ભયાનક ગોળીબારના સમાચાર સામે આવ્યા છે. આ હુમલામાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો હતો. આ પહેલા બુધવારે અમેરિકા (US)ના ન્યૂ ઓર્લિયન્સમાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં ISIS ના આતંકવાદીએ એક કાર ઘુસીને 15 લોકોના મોત નિપજ્યા હતા.

ટ્રમ્પની હોટલની બહાર પણ થયો હતો હુમલો...

બીજો હુમલો અમેરિકા (US)ના લાસ વેગાસમાં ટ્રમ્પની હોટલની બહાર થયો હતો. જેમાં ટેસ્લા સાયબરટ્રકમાં વિસ્ફોટ થતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 7 લોકો ઘાયલ થયા હતા. આ પછી અમેરિકા (US)ના હોનોલુલુમાં થયેલા બ્લાસ્ટમાં 3 લોકોના મોત થયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા. હવે ન્યૂયોર્કમાં આ ચોથી મોટી ઘટના બની છે. અહેવાલો અનુસાર, ફાયરિંગની આ ઘટના ક્વીન્સમાં અમાઝુરા નાઇટ ક્લબમાં બની હતી.

આ પણ વાંચો : Montenegro : અમરિકા બાદ આ દેશમાં પણ થયો ગોળીબાર, 7 થી વધુ લોકોના મોત...

જમૈકામાં પણ થયો હતો ગોળીબાર...

જમૈકાના અમાઝુરા ઈવેન્ટ હોલ નજીક 11 જાન્યુઆરીના રોજ રાત્રે 11:45 વાગ્યાની આસપાસ ગોળીબાર થયો હતો. તપાસ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર ફાયરિંગમાં ઘાયલ થયેલા ઓછામાં ઓછા ત્રણ લોકોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : US : મૃત્યુ અને ભયની રાત, ન્યૂ ઓર્લિયન્સના ફ્રેન્ચ ક્વાર્ટરમાં હુમલો કરનાર આતંકીનું મોત...

Tags :
club 11 people diedDhruv ParmarFourth major attack in AmericaGuajrati NewsGUJARAT FIRST NEWSmass shooting in New York nightNew Orleans attackworld
Next Article