Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Iran Protest : ઈરાનમાં ભારે વિરોધ પ્રદર્શન ! 100 શહેર સળગી ઉઠ્યાં, દેશમાં ઈન્ટરનેટ સેવા ઠપ

Iran Protest : ઈરાનની સ્થિતિ પણ બાંગ્લાદેશ જેવી થઈ ગઈ છે. ઈરાનના સર્વોચ્ચ નેતા, આયાતુલ્લા અલી ખામેની વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બન્યા છે. ઈરાનની રાજધાની તેહરાનમાં સરકારી કચેરીઓ પર હુમલો થઈ રહ્યો છે. બળવાખોરો સૈનિકોને ઘેરીને મારી રહ્યાં છે. પોલીસ અધિકારીઓની ટોળા દ્વારા કરવામાં આવેલી હત્યાની તસવીરો પણ સામે આવી છે
iran protest   ઈરાનમાં ભારે વિરોધ પ્રદર્શન   100 શહેર સળગી ઉઠ્યાં  દેશમાં ઈન્ટરનેટ સેવા ઠપ
Advertisement
  • Iran Protest: તેહરાનમાં સરકારી કચેરીઓ પર થઈ રહ્યાં છે હુમલો
  • ઈરાનમાં 30થી વધુ પ્રાંતમાં ભારે હિંસા
  • દેશભરમાં ઈન્ટરનેટ સેવા ઠપ થઈ

Iran Protest : ઈરાનની સ્થિતિ પણ બાંગ્લાદેશ જેવી થઈ ગઈ છે. ઈરાનના સર્વોચ્ચ નેતા, આયાતુલ્લા અલી ખામેની વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બન્યા છે. ઈરાનની રાજધાની તેહરાનમાં સરકારી કચેરીઓ પર હુમલો થઈ રહ્યો છે. બળવાખોરો સૈનિકોને ઘેરીને મારી રહ્યાં છે. પોલીસ અધિકારીઓની ટોળા દ્વારા કરવામાં આવેલી હત્યાની તસવીરો પણ સામે આવી છે.

ઈરાનના 100થી વધુ બળવો

મીડિયા અહેવાલ અનુસાર ઈરાનના 31 પ્રાંતોમાંથી 30 પ્રાંતોમાં બળવો ફાટી નીકળ્યો છે. દેશના 100થી વધુ શહેરોમાં અરાજકતા ફાટી નીકળી છે. રાજધાની તેહરાનમાં આગ લાગી છે. વિરોધ પ્રદર્શનકારી અને પોલીસ કર્મીઓ સાથે અથડામણો ફાટી નીકળી છે. વિરોધ પ્રદર્શન કરતા લોકોએ દરેક શેરીઓમાં આગ લગાવી દીધી છે. સમગ્ર ઈરાનમાં રાતોરાત અરાજકતા ફેલાઈ ગઈ છે. તેહરાનમાં પોલીસ વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. ગુરુવારે રાત્રે તેહરાન અને દેશના અન્ય ભાગોમાં વિરોધ પ્રદર્શનોમાં વિરોધીઓ જોડાયા બાદ દેશમાં ઈન્ટરનેટ અને ટેલિફોન લાઈન પાણ કાપી નાખવામાં આવી હતી.

Advertisement

ઈન્ટરનેટ કંપની ક્લાઉડફ્લેર અને બીજી કંપની, નેટબ્લોક્સે ઈન્ટરનેટ આઉટેજની જાણ કરી છે.આર્થિક કટોકટીને કારણે ઈરાનમાં થયેલા વિરોધ પ્રદર્શનો હવે સમગ્ર દેશમાં ફેલાઈ ગયા છે.

Advertisement

USAએ જાહેર કરી એડવાઈઝરી

અહેવાલો અનુસાર, ઈરાનના કુર્દિશ ક્ષેત્રના ચાર પ્રાંતો: કુર્દીસ્તાન, પશ્ચિમ અઝરબૈજાન, કરમાનશાહ અને ઇલમમાં 50 થી વધુ શહેરોમાં બજારો અને દુકાનો બંધ રાખવામાં આવી હતી. આને ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો સાથે એકતાના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે એક સલાહકાર જારી કરીને નાગરિકોને ઈરાન મુસાફરી કરવાનું ટાળવા વિનંતી કરી છે. હાલમાં, ઇન્ટરનેટ ઍક્સેસ કાં તો ખોરવાઈ ગઈ છે અથવા દેશના ઘણા ભાગોમાં ધીમી ગતિની ફરિયાદો મળી છે.

રાતના અંધારામાં રાજધાની તેહરાનના રસ્તાઓ પર સરકાર વિરોધીઓના મોટા ટોળા એકઠા થયા હતા. તેઓ સુરક્ષા દળોની કાર અને મોટરસાયકલોમાં આગ લગાવી હતી. વિરોધ પ્રદર્શનકારીએ ઠેર-ઠેર આગ લગાવી હતી. સરકારી ઓફિસથી લઈને સુરક્ષા કર્મચારીઓના વાહનો પણ સળગાવી દીધા હતી. જેના પગલે દેશમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે.

આ પણ વાંચો --------  Venezuela ના વચગાળાના રાષ્ટ્રપતિએ અન્ય દેશો માટે દ્વાર ખોલ્યા, ટ્રમ્પના દાવા ફગાવ્યા

Tags :
Advertisement

.

×