સુપર 'Mega El Nino'નો ખતરો, 149 વર્ષ જૂનો વિનાશક ઇતિહાસ ફરી દોહરાશે? 2026 માં ભયાનક ગરમીની આગાહી
- Mega El Nino : 149 વર્ષ જૂનો ખતરો પાછો ફરશે? 2026-27 માં 'મેગા અલ નીનો' ત્રાટકવાની વૈજ્ઞાનિકોની ચેતવણી.
- પેસિફિક મહાસાગરમાં 8,000 કિમી લાંબુ ગરમીનું મોજું 'ધ બ્લોબ' સક્રિય, તાપમાનના તમામ રેકોર્ડ તૂટશે.
- ભારતમાં ભયાનક ઉનાળાના સંકેત; દિલ્હી, રાજસ્થાન સહિત ઉત્તર ભારતમાં પારો 40 ડિગ્રીને વટાવશે.
- 1877 માં અલ નીનોએ વિશ્વની 4% વસ્તીનો ભોગ લીધો હતો, શું ઇતિહાસ ફરી દોહરાશે?
- સુપર અલ નીનોથી વૈશ્વિક હવામાનની પેટર્ન સંપૂર્ણપણે ખોરવાશે.
Mega El Nino : વૈશ્વિક સ્તરે ક્લાઈમેટ ચેન્જ (Climate Change) ની અસરો હવે ભયાનક સ્વરૂપ ધારણ કરી રહી છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે વર્ષ 2026-27 માં એક શક્તિશાળી 'મેગા અલ નીનો' (Mega El Nino) ત્રાટકી શકે છે. આ કુદરતી ઘટના 149 વર્ષ પહેલા એટલે કે 1877-78 માં જોવા મળી હતી, જેણે તે સમયે પૃથ્વીની અંદાજે 4% વસ્તીનો નાશ કર્યો હતો.
Mega El Nino : શું છે આ 'મેગા અલ નીનો' અને 'ધ બ્લોબ'?
અલ નીનો (El Nino) એક એવી ભૌગોલિક ઘટના છે જેમાં પેસિફિક મહાસાગર (Pacific Ocean) ના પાણીનું તાપમાન અસામાન્ય રીતે વધી જાય છે. હાલમાં પેસિફિક સાગરમાં અંદાજે 8,046 કિલોમીટર લાંબુ ગરમીનું મોજું ફેલાઈ રહ્યું છે, જેને વૈજ્ઞાનિકો 'ધ બ્લોબ' (The Blob) તરીકે ઓળખાવી રહ્યા છે. આ ગરમીનું મોજું માઇક્રોનેશિયાથી શરૂ થઈ કેલિફોર્નિયા સુધી પહોંચ્યું છે, જે આગામી સમયમાં અલ નીનોને વધુ ઘાતક બનાવશે.
1877 નો ઇતિહાસ અને વર્તમાન સ્થિતિ
વર્ષ 1877-78 નો અલ નીનો ઇતિહાસનો સૌથી વિનાશક સમય ગણાય છે. તે સમયે ભયાનક હીટવેવ (Heatwave), દુષ્કાળ (Drought) અને રોગચાળાને કારણે લાખો લોકોએ જીવ ગુમાવ્યા હતા. હવામાનશાસ્ત્રી બેન નોલ (Ben Noll) ના મતે, વર્તમાન પેટર્ન 140 વર્ષમાં સૌથી મજબૂત છે. જો આ સુપર અલ નીનો (Super El Nino) સક્રિય થશે, તો 2027 માં વૈશ્વિક તાપમાન તમામ રેકોર્ડ તોડી શકે છે.
ભારત પર શું થશે અસર? (Impact on India)
ભારત આ મેગા અલ નીનોથી સૌથી વધુ પ્રભાવિત થનારા દેશોમાં સામેલ છે. વર્ષ 2026 ના ઉનાળામાં તાપમાન સામાન્ય કરતા ઘણું ઊંચું જવાની શક્યતા છે. જોકે ઉનાળામાં જ નહીં ચોમાસામાં પણ અલ નીનોના કારણે ચોમાસાની પેટર્ન ખોરવાઈ શકે છે. જેનાથી કૃષિ ક્ષેત્રે માઠી અસર જોવા મળશે. દિલ્હી-NCR અને રાજસ્થાન જેવા વિસ્તારોમાં એપ્રિલ મહિનામાં જ તાપમાન 40 ડિગ્રીને વટાવી ચૂક્યું છે, જે આગામી સમયમાં વધુ આક્રમક બનશે.
વિશ્વ સ્તરે અસરો
ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને એમેઝોનના જંગલોમાં ભારે દુષ્કાળ અને આગ (Wildfires) નું જોખમ વધશે. બીજી તરફ, અમેરિકાના દક્ષિણ ભાગોમાં અતિશય વરસાદ અને પૂર (Floods) જેવી આપત્તિઓ આવી શકે છે. દરિયાઈ જીવન (Marine Life) પર પણ આ ગરમીની ગંભીર અસર જોવા મળી રહી છે.
આ પણ વાંચો : Pachpadra Refinery Fire : PM મોદીનો રાજસ્થાન પ્રવાસ રદ, પચપદરા રિફાઇનરીમાં લાગી ભીષણ આગ


