Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Middle East War : કુવૈતથી 20 ભારતીયોના પાર્થિવ દેહ કોચી પહોંચ્યા, પરિવારોમાં આક્રંદ

Middle East War : મધ્ય પૂર્વમાં ચાલી રહેલા વિનાશક યુદ્ધનો આજે 33મો દિવસ છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના આ સશસ્ત્ર સંઘર્ષની આંચ હવે ભારતીય પરિવારો સુધી પહોંચી છે. ઈરાની હુમલાઓ દરમિયાન કુવૈતમાં જીવ ગુમાવનારા 20 ભારતીય નાગરિકોના પાર્થિવ દેહ ગઈકાલે મોડી રાત્રે કુવૈત એરવેઝના વિશેષ વિમાન મારફતે કોચીન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યા હતા.
middle east war   કુવૈતથી 20 ભારતીયોના પાર્થિવ દેહ કોચી પહોંચ્યા  પરિવારોમાં આક્રંદ
Advertisement
  • Middle East War :  મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષનો આજે 33મો દિવસ છે.
  • ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના આ યુદ્ધમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે.
  • કુવૈતથી ભારતીયોના પાર્થિવ દેહ ભારત લવાયા.

Middle East War : મધ્ય પૂર્વ (Middle East)માં ચાલી રહેલા વિનાશક યુદ્ધનો આજે 33મો દિવસ છે. ઈરાન (Iran) અને ઈઝરાયેલ (Israel) વચ્ચેના આ સશસ્ત્ર સંઘર્ષની આંચ હવે ભારતીય પરિવારો સુધી પહોંચી છે. ઈરાની હુમલાઓ દરમિયાન કુવૈત (Kuwait)માં જીવ ગુમાવનારા 20 ભારતીય નાગરિકોના પાર્થિવ દેહ ગઈકાલે મોડી રાત્રે કુવૈત એરવેઝના વિશેષ વિમાન મારફતે કેરળના કોચીન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Cochin International Airport) ખાતે લાવવામાં આવ્યા હતા. જોકે, આંકડાકીય વિગતોમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે, કારણ કે ભારતીય વિદેશ મંત્રાલય (Ministry of External Affairs - MEA) સત્તાવાર રીતે આ સંઘર્ષમાં 8 ભારતીયોના મોતની પુષ્ટિ કરી રહ્યું છે.

Middle East War : યુદ્ધની સ્થિતિ અને ભૌગોલિક તણાવ

ઉલ્લેખનીય છે કે, 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા (USA) અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા સંયુક્ત હુમલા બાદ સ્થિતિ વણસી હતી. આ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા ખામેની (Ayatollah Khamenei) સહિત અનેક ઉચ્ચ સ્તરીય સૈન્ય અધિકારીઓના મોત નિપજ્યા હતા. એક મહિનો વીતી જવા છતાં શાંતિના કોઈ સંકેત દેખાતા નથી. જોકે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) દ્વારા યુદ્ધવિરામ (Ceasefire) માટે અપીલ કરવામાં આવી રહી છે, પરંતુ વાટાઘાટોની વચ્ચે પણ સૈન્ય કાર્યવાહી ચાલુ રહેતા અનિશ્ચિતતાનો માહોલ છે.

Advertisement

Advertisement

ભારતીય નાગરિકોનું રેસ્ક્યુ અને સહાય

ભારત સરકાર આ સંકટકાળમાં પોતાના નાગરિકોની સુરક્ષા માટે સતત પ્રયત્નશીલ છે. વિદેશ મંત્રાલયના રિપોર્ટ અનુસાર, અત્યાર સુધીમાં અંદાજે 5.5 મિલિયન (55 લાખ) મુસાફરો સુરક્ષિત રીતે ભારત પરત ફર્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં આવેલી ભારતીય એમ્બેસી (Indian Embassy) મૃતકોના પરિવારો સાથે સીધા સંપર્કમાં છે અને બાકી રહેલા ભારતીયોને પરત લાવવાની પ્રક્રિયા તેજ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો :  Arab Israel Alliance: નેતન્યાહૂનો સનસનીખેજ દાવો, 'આરબ દેશો હવે અમારી સાથે મળીને ઇરાન સામે યુદ્ધ લડવા તૈયાર!

Tags :
Advertisement

.

×