Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Middle East War : સાઉદીમાં US એર બેઝ પર ઈરાનનો ભીષણ મિસાઈલ હુમલો, 12 અમેરિકન સૈનિક ઈજાગ્રસ્ત

Middle East War : મધ્ય પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત જોખમી વળાંક પર પહોંચ્યો છે. તાજેતરમાં ઈરાન દ્વારા સાઉદી અરેબિયામાં આવેલા પ્રિન્સ સુલતાન એર બેઝ (Prince Sultan Air Base) પર મોટો હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં 12 અમેરિકન સૈનિકો (US Soldiers) ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે, જેમાંથી બેની હાલત ગંભીર જણાવાઈ રહી છે.
middle east war   સાઉદીમાં us એર બેઝ પર ઈરાનનો ભીષણ મિસાઈલ હુમલો  12 અમેરિકન સૈનિક ઈજાગ્રસ્ત
Advertisement
  • Middle East War :  સાઉદી અરેબિયાના એર બેઝ પર ઈરાનનો ભીષણ હુમલો
  • ઈરાની મિસાઈલ પ્રહારમાં અમેરિકાનું શક્તિશાળી રિફ્યુઅલિંગ વિમાન (KC-135) થયું નાશ
  • ગલ્ફ દેશોમાં અમેરિકી સૈનિકોના તમામ ઠેકાણા હવે 'મિલિટરી ટાર્ગેટ'
  • ઈરાન-અમેરિકા સંઘર્ષમાં અત્યાર સુધીમાં 13 અમેરિકી સૈનિકોના મોત
  • ઈરાન અને સાઉદી-ઈઝરાયેલના સંબંધો પર યુદ્ધની કાળી સાય

Middle East War : મધ્ય પૂર્વ (Middle East) માં ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત જોખમી વળાંક પર પહોંચ્યો છે. તાજેતરમાં ઈરાન (Iran) દ્વારા સાઉદી અરેબિયા (Saudi Arabia)માં આવેલા પ્રિન્સ સુલતાન એર બેઝ (Prince Sultan Air Base) પર મોટો હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં 12 અમેરિકન સૈનિકો (US Soldiers) ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે, જેમાંથી બેની હાલત ગંભીર જણાવાઈ રહી છે.

Middle East War : ડ્રોન અને મિસાઈલથી વ્યૂહાત્મક હુમલો

પ્રાપ્તથતી વિગતો અનુસાર, ઈરાને આ હુમલામાં આધુનિક મિસાઈલ અને આત્મઘાતી ડ્રોન (Drones) નો ઉપયોગ કર્યો હતો. આ હુમલાનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકી સૈન્ય સંસાધનોને નુકસાન પહોંચાડવાનો હતો. સેટેલાઇટ ઈમેજરી (Satellite Imagery) દ્વારા પુષ્ટિ મળી છે કે યુએસ એરફોર્સના મહત્વના રિફ્યુઅલિંગ વિમાન (Refuelling Aircraft), બોઇંગ KC-135 સ્ટ્રેટોટેન્કર (Boeing KC-135 Stratotanker) ને આ હુમલામાં નિશાન બનાવવામાં આવ્યું છે. આ વિમાનના વિનાશથી આ વિસ્તારમાં અમેરિકાની સૈન્ય ગતિવિધિઓ પર પ્રતિકૂળ અસર પડી શકે છે.

Advertisement

વધતો જતો મૃત્યુઆંક અને તણાવ

ઉલ્લેખનીય છે કે 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં 13 અમેરિકન સૈનિકોએ જીવ ગુમાવ્યા છે અને 300 થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. 1 માર્ચના રોજ થયેલા હુમલામાં યુવાન સૈનિક બેન્જામિન પેનિંગ્ટન (Benjamin Pennington) નું મૃત્યુ થયું હતું, જેના પગલે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.

Advertisement

ઈરાનની ખુલ્લી ચેતવણી અને IRGC ની સક્રિયતા

ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં પણ અમેરિકી સૈનિકોની હાજરી હશે, તે સ્થળો તેમના માટે 'લશ્કરી લક્ષ્ય' (Military Targets) ગણાશે. તેમણે ગલ્ફ દેશો (Gulf Countries) જેવા કે બહેરીન (Bahrain), યુએઈ (UAE), કુવૈત અને કતારમાં રહેતા સ્થાનિકોને પણ અપીલ કરી છે કે તેઓ અમેરિકી સૈનિકોના ગુપ્ત ઠેકાણાઓની માહિતી શેર કરે. આ ભયને કારણે હજારો અમેરિકી સૈનિકોને સુરક્ષિત સ્થાનો અને હોટલોમાં ખસેડવાની ફરજ પડી છે.

રાજદ્વારી મોરચે હલચલ: અબ્રાહમ કરાર અને માનવતાવાદી સહાય

એક તરફ યુદ્ધના નગારા વાગી રહ્યા છે, ત્યારે બીજી તરફ રાજદ્વારી પ્રયાસો પણ ચાલુ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે (President Trump) મધ્ય પૂર્વમાં શાંતિ માટે 'અબ્રાહમ કરાર' (Abraham Accords) હેઠળ સાઉદી અરેબિયા અને ઈઝરાયેલ (Israel) વચ્ચેના સંબંધો સામાન્ય બનાવવા પર ભાર મૂક્યો છે. જોકે, સાઉદી અરેબિયાએ પેલેસ્ટાઇન (Palestine) મુદ્દાના ઉકેલ વગર કોઈ પણ સમજૂતી કરવાનો ઇનકાર કર્યો છે.

આ દરમિયાન, જીનીવા (Geneva) માં ઈરાની રાજદૂતે માનવતાવાદી અભિગમ દાખવતા જણાવ્યું છે કે તેઓ હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માંથી ખાદ્ય અને કૃષિ પુરવઠાના જહાજોને પસાર થવા દેવા તૈયાર છે, જેથી વૈશ્વિક સપ્લાય ચેઈનને મોટી રાહત મળી શકે.

આ પણ વાંચો: ઇરાનના ભીષણ હુમલાથી મિડલ ઇસ્ટમાં 13 US Military Bases તબાહ

Tags :
Advertisement

.

×