ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મોદી સરકારનો મોટો નિર્ણય, 5 વર્ષ પછી ચીની નાગરિકોને વિઝા આપવાની જાહેરાત

મોદી સરકારનો મોટો નિર્ણય ચીની નાગરિકોને વિઝા આપવાની કરી જાહેરાત  ઓનલાઈન વિઝા અરજી ફોર્મ ભરવાનું રહેશે chinese citizen visa for india : ભારત સરકારે (Modi government)પાંચ વર્ષના લાંબા સમય પછી ચીની નાગરિકોને પ્રવાસી વિઝા (chinese citizen travel)આપવાની જાહેરાત કરી...
06:48 PM Jul 23, 2025 IST | Hiren Dave
મોદી સરકારનો મોટો નિર્ણય ચીની નાગરિકોને વિઝા આપવાની કરી જાહેરાત  ઓનલાઈન વિઝા અરજી ફોર્મ ભરવાનું રહેશે chinese citizen visa for india : ભારત સરકારે (Modi government)પાંચ વર્ષના લાંબા સમય પછી ચીની નાગરિકોને પ્રવાસી વિઝા (chinese citizen travel)આપવાની જાહેરાત કરી...
chinese citizen travel to india

chinese citizen visa for india : ભારત સરકારે (Modi government)પાંચ વર્ષના લાંબા સમય પછી ચીની નાગરિકોને પ્રવાસી વિઝા (chinese citizen travel)આપવાની જાહેરાત કરી છે. આ પ્રક્રિયા 24 જુલાઈ 2025થી ફરીથી શરૂ કરવામાં આવશે. બેઇજિંગમાં ભારતીય દૂતાવાસે બુધવારે આ નિર્ણયની માહિતી આપી. નોંધનીય છે કે માર્ચ 2020 માં ભારતે કોવિડ-19 રોગચાળા દરમિયાન સંક્રમણ અટકાવવા માટે તમામ પ્રવાસી વિઝા અસ્થાયી રૂપે સ્થગિત કર્યા હતા. ત્યારથી ચીની નાગરિકો માટે વિઝા સેવા બંધ કરવામાં આવી હતી.

ઓનલાઈન વિઝા અરજી ફોર્મ ભરવાનું રહેશે

ભારતીય દૂતાવાસે શેર કરેલી પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, '24 જુલાઈ, 2025થી ચીની નાગરિકો ભારતની મુલાકાત લેવા માટે પ્રવાસી વિઝા માટે અરજી કરી શકે છે. પ્રવાસી વિઝા મેળવવા માટે પહેલા વેબ લિંક પર ઓનલાઈન વિઝા અરજી ફોર્મ ભરવાનું રહેશે અને તેનું પ્રિન્ટઆઉટ લેવાનું રહેશે. આ પછી વેબ લિંક પર એપોઇન્ટમેન્ટ લેવી પડશે. ભારતીય વિઝા અરજી કેન્દ્રમાં અરજી સબમિટ કરવા માટે તેમણે પાસપોર્ટ, વિઝા અરજી પત્ર અને અન્ય સંબંધિત દસ્તાવેજો લાવવા પડશે.

અરજી કરવા માટે આ દસ્તાવેજો જરૂરી

ભારતીય દૂતાવાસે સ્પષ્ટ કર્યું કે, બેઇજિંગમાં ભારતીય વિઝા સેન્ટરમાં પાસપોર્ટ પરત માટે અરજી કરતી વખતે યોગ્ય રીતે જારી કરાયેલ 'પાસપોર્ટ વિડ્રોઅલ લેટર' ફરજિયાત રહેશે. કોવિડ-19 મહામારી અને અને જૂન 2020 માં ગલવાન ખીણમાં ભારત અને ચીન વચ્ચે થયેલી હિંસક અથડામણો પછી બંને દેશો વચ્ચે પ્રવાસ અને પરસ્પર સંપર્ક લગભગ ઠપ્પ થયો હતો. ગત વર્ષે ચીને ભારતીય વિદ્યાર્થીઓ અને ઉદ્યોગપતિઓને વિઝા આપવાનું શરૂ કર્યું હતું, પરંતુ સામાન્ય યાત્રાળુઓ ઉપર પ્રતિબંધો યથાવત રહ્યા હતા.

આ પણ વાંચો -UN માં ભારતે પાકિસ્તાનને દેવાદાર અને ઉગ્રવાદી દેશ ગણાવ્યો, સરાજાહેર કરી ટીકા

ભારત અને ચીન બંને પરસ્પર સંપર્ક વધારવા માંગે છે. આ માટે સીધી ફ્લાઇટ્સ શરૂ કરવાની અને કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાની યોજના છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે એમ પણ કહ્યું છે કે ભારત-ચીન સંબંધો ધીમે ધીમે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છે.

આ પણ વાંચો-Ukraine: લોકો Volodymyr Zelenskyy વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા, જાણો જનતામાં શું ગુસ્સો ફેલાયો

ગલવાન ખીણની ઘટના પછી પરિસ્થિતિ વધુ વણસી

ગલવાન ખીણની ઘટના પછી બંને દેશો વચ્ચેના સંબંધો 1962ના યુદ્ધ પછી સૌથી ખરાબ સ્થિતિએ પહોંચી ગયા હતા. જોકે, બાદમાં રાજદ્વારી અને લશ્કરી વાટાઘાટોના અનેક તબક્કાઓ પછી પેંગોંગ તળાવ, ગલવાન અને હોટ સ્પ્રિંગ્સ જેવા ઘણા તણાવપૂર્ણ વિસ્તારોમાંથી સૈનિકો પાછા ખેંચી લીધા. ઓક્ટોબર 2024 માં ડેપસાંગ અને ડેમચોક વિસ્તારોમાંથી સૈનિકો પાછા ખેંચવા માટે પણ એક કરાર થયો. એ પછીથી થોડા સમયમાં PM MODI અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે રશિયાના કઝાનમાં એક બેઠક યોજી હતી. જેમાં દ્વિપક્ષીય સંબંધોને યોગ્ય દિશામાં લાવવા ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા.

Tags :
BeijingChinachinese citizen apply for indian visachinese citizen travel to indiachinese citizen visa for indiaGujrata Firstindian visaModi government
Next Article