Modi Xi Jinping meeting : PM મોદી-શી જિનપિંગની મુલાકાત: 40 મિનિટની વાતચીતમાં શું થયું?
- ભારત અને ચીન વચ્ચે સંબંધોની નવી શરૂઆત (Modi Xi Jinping meeting)
- PM મોદી અને શી જિનપિંગ વચ્ચે મહત્વની બેઠક
- ચીનના તિયાનજીનમાં મહાશક્તિઓનું મહામિલન
- સરહદ વિવાદ, વેપાર સહિતના મુદ્દાઓ પર ચર્ચા
- દૂરગામી પરિણામો સાથેના કરાર પર સંમતિ શક્ય
Modi Xi Jinping meeting : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા માટે ચીનના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે 40 મિનિટની દ્વિપક્ષીય મુલાકાત કરી. પીએમ મોદીએ SCOના સફળ અધ્યક્ષપદ માટે શી જિનપિંગને અભિનંદન આપ્યા અને ચીનની મુલાકાત લેવાના આમંત્રણ બદલ તેમનો આભાર માન્યો.
બંને દેશો વચ્ચેના સંબંધો પર ચર્ચા થઈ
વાર્તાલાપ દરમિયાન, પીએમ મોદીએ કહ્યું કે ભારત અને ચીન વચ્ચે સરહદ વ્યવસ્થાપન પર વિશેષ પ્રતિનિધિઓ વચ્ચે એક કરાર થયો છે, જેનાથી સરહદ પર શાંતિ અને સ્થિરતાનું વાતાવરણ બન્યું છે. તેમણે કૈલાશ માનસરોવર યાત્રા અને બંને દેશો વચ્ચે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાનો પણ ઉલ્લેખ કર્યો.
2.8 અબજ લોકોના હિત જોડાયેલુ છે: PM મોદી (Modi Xi Jinping meeting)
પીએમ મોદીએ ભાર મૂક્યો કે બંને દેશોના 2.8 અબજ લોકોના હિતો એકબીજાના સહયોગ સાથે જોડાયેલા છે, જે સમગ્ર માનવતાના કલ્યાણ માટે માર્ગ મોકળો કરશે. તેમણે કહ્યું, "અમે પરસ્પર વિશ્વાસ, આદર અને સંવેદનશીલતાના આધારે અમારા સંબંધોને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ."
ગલવાન પછી સંબંધોને સામાન્ય બનાવવાના પ્રયાસો
આ દ્વિપક્ષીય વાતચીત એવા સમયે થઈ છે જ્યારે યુએસ ટેરિફ નીતિઓને કારણે વૈશ્વિક અર્થતંત્ર પ્રભાવિત થઈ રહ્યું છે. બંને નેતાઓએ 2020 માં ગાલવાન ખીણમાં થયેલી અથડામણ પછી તંગ બનેલા સંબંધોને સામાન્ય બનાવવાના પગલાં પર પણ ચર્ચા કરી.'
બંને દેશનો મૈત્રીપૂર્ણ સંબંધ
પીએમ મોદીએ કહ્યું કે ભારત અને ચીન વચ્ચે સ્થિર અને મૈત્રીપૂર્ણ સંબંધો ફક્ત બંને દેશો માટે જ નહીં પરંતુ સમગ્ર ક્ષેત્ર અને વૈશ્વિક શાંતિ માટે પણ સકારાત્મક સાબિત થશે.
આ પણ વાંચો : Air India : દિલ્હીથી ઈન્દોર જતી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું, મોટી જાનહાનિ ટળી