Mohammad Raad Hezbollah Killed: લેબનોનમાં IDFની એરસ્ટ્રાઈકમાં હિઝબુલ્લાહ નેતા મોહમ્મદ રાદનું મોત
- IDF દ્વારા લેબનોન અને બેરુતમાં કરવામાં આવેલી એરસ્ટ્રાઈકમાં મોહમ્મદ રાદ ઠાર (Mohammad Raad Hezbollah Killed)
- હિઝબુલ્લાહના સંસદીય પાંખના વડા તરીકે સંગઠનમાં ધરાવતા હતા મોટું વર્ચસ્વ
- ઉત્તરી ઇઝરાયલ પર થયેલા રોકેટ હુમલાના જવાબમાં ઇઝરાયલી સેનાએ કરી કાર્યવાહી
લેબનોન (Lebanon) માં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઇઝરાયલી સંરક્ષણ દળો (IDF) દ્વારા બેરુત (Beirut) માં કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલામાં હિઝબુલ્લાહ (Hezbollah) ના વડા મોહમ્મદ રાદ (Mohammad Raad) નું મોત થયું હોવાના અહેવાલ છે.
Mohammad Raad Hezbollah Killed: એરસ્ટ્રાઈકમાં મોહમ્મદ રાદનું નિધન
સાઉદી ન્યૂઝ આઉટલેટ અલ-હદથ (Al-Hadath) ના રિપોર્ટ અનુસાર, સોમવારે સવારે લેબનોન અને બેરુતમાં કરવામાં આવેલા લક્ષિત હુમલા દરમિયાન મોહમ્મદ રાદનું મૃત્યુ થયું હતું. હિઝબુલ્લાહના સંસદીય જૂથના વડા તરીકે રાદ સંગઠનનો એક શક્તિશાળી ચહેરો ગણાતા હતા. જોકે, ઇઝરાયલી સેનાએ અનેક લડવૈયાઓને ઠાર કર્યા હોવાની પુષ્ટિ કરી છે, પરંતુ હજુ સુધી સત્તાવાર રીતે કોઈ ચોક્કસ નામ જાહેર કર્યું નથી.
🔴 In response to projectile fire toward northern Israel, the IDF is striking Hezbollah targets across Lebanon.
Hezbollah is operating on behalf of the Iranian regime, opening fire against the Israeli civilians, and bringing ruin to Lebanon.
IDF troops have prepared for such a…
— Israel Defense Forces (@IDF) March 2, 2026
IDFની જવાબી કાર્યવાહી
ઇઝરાયલી સૈન્ય (IDF) એ જણાવ્યું હતું કે, હિઝબુલ્લાહ દ્વારા ઉત્તરી ઇઝરાયલ (Northern Israel) તરફ સતત કરવામાં આવતા તોપમારા અને રોકેટ હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. સેનાએ બેરુત અને દક્ષિણ લેબનોન (South Lebanon) માં હિઝબુલ્લાહના મહત્વના ઠેકાણાઓ પર 'પ્રિસિઝન સ્ટ્રાઈક' કરી હતી, જેમાં અનેક આતંકવાદીઓ માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
લેબનોનના રાષ્ટ્રપતિની આકરી પ્રતિક્રિયા
આ ભયાનક સંઘર્ષ વચ્ચે લેબનોનના રાષ્ટ્રપતિ જોસેફ આઉન (Joseph Aoun) એ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવતા રોકેટ હુમલા લેબનોન સરકારના તે પ્રયાસોને નબળા પાડે છે જે દેશને આ લશ્કરી સંઘર્ષથી દૂર રાખવા માંગે છે. તેમણે ઇઝરાયલી હુમલાઓની નિંદા કરવાની સાથે ચેતવણી આપી હતી કે લેબનોનને 'પ્રોક્સી વોર' (Proxy War) માટે પ્લેટફોર્મ બનાવવાથી દેશ ફરી એકવાર મોટા જોખમમાં મુકાઈ જશે.
આ પણ વાંચો: Afghanistan Pakistan Conflict: તાલિબાને રાવલપિંડીના નૂર ખાન એરબેઝ અને ક્વેટા સૈન્ય મથક પર કરી એરસ્ટ્રાઇક


