બાંગ્લાદેશની અર્થવ્યવસ્થાને મોહમ્મદ યુનુસે નકલી ગણાવી, શેખ હસીનાએ કહ્યું હતું ખોટું
- બાંગ્લાદેશ સરકાર દ્વારા ખોટા આંકડા રજુ કરાયા
- બાંગ્લાદેશની વચગાળાના મુખ્ય સલાહકાર છે મોહમ્મદ યુનુસ
- શેખ હસીનાની 15 વર્ષની સત્તા માત્ર આંકડા પર જ સારી રહી
બાંગ્લાદેશ : શેખ હસીનાની 15 વર્ષની સત્તા દરમિયાન બાંગ્લાદેશની અર્થવ્યવસ્થામાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો હતો. દેશની ઇકોનોમી અને કપડા ઉદ્યોગને રફતારદેવા માટે શેખ હસીનાને શ્રેય આપવામાં આવે છે.
વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર છે મોહમ્મદ યુનુસ
બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યૂનુસે શેખ હસીના સરકાર દરમિયાન આકાશ સ્પર્શતી અર્થવ્યસ્થાને નકલી ગણાવી છે. સમાચાર એજન્સી રોયટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં મોહમ્મદ યૂનુસે ગુરૂવારે કહ્યું કે, અપદસ્થ વડાપ્રધાન શેખ હસીનાની સરકાર દરમિયાન દેશની અર્થવ્યવસ્થાને વધારવાના દાવા નકલી હતા.
આ પણ વાંચો : બજેટ 2025 પહેલા નિર્મલા સીતારમણે હલવા સમારોહની ઉજવણી કરી
શેખ હસીનાના કાર્યકાળમાં આવ્યો અભુતપુર્વ ઉછાળો
આંકડાઓ અનુસાર શેખ હસીનાની 15 વર્ષની સત્તા દરમિયાન બાંગ્લાદેશની અર્થવ્યવસ્થામાં અભૂતપુર્વ ઉછાળો જોવા મળ્યો હતો. દેશની ઇકોનોમી અને કપડા ઉદ્યોગને રફ્તાર આપવા માટે શેખ હસીનાનો શ્રેય આપવામાં આવતો રહ્યો છે. 2023 માં વર્લ્ડ બેંકે બાંગ્લાદેશને વિશ્વની સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થાઓમાંથી એક ગણાવી હતી.
શેખ હસીના અંગે યૂનુસનો વ્યંગ
સ્વિત્ઝરલેન્ડના દાવોસમાં વિશ્વ આર્થિક મંચની વાર્ષિક બેઠકમાં શામિલ થવા માટે પહોંચેલા યુનુસે બેઠક ઉપરાંત કહ્યું કે, જ્યારે તેઓ દાવોસ આવ્યા હતા તો તમામને કહી રહ્યા હતા કે કઇ રીતે દેશ ચલાવવામાં આવે છે. ત્યારે કોઇને તેમને સવાલ નથી કર્યો. તે વૈશ્વિક સિસ્ટમ કોઇ પણ પ્રકારે યોગ્ય નથી. (સવાલ ન કરવા અંગે )
આ પણ વાંચો : બિનકાયદેસર પ્રવાસીઓને અમેરિકામાંથી કાઢવા ખુબ જ મુશ્કેલ, ICE એ ટ્રમ્પને ચોખ્ખી ના પાડી દીધી
ગ્રોથ રેટનો જે દાવો હતો તે નકલી હતું
બાંગ્લાદેશની સ્થિતિનો ઉલ્લેખ કરતા યુનુસે કહ્યું કે, સમગ્ર વિશ્વ (બાંગ્લાદેશની) આ સ્થિતિ માટે જવાબદાર છે. તે વિશ્વ માટે એક સબક પણ છે. તેઓ કહેતા હતા કે અમારા ગ્રોથ રેટ સૌથી અવ્વલ છે. તે તમામ પ્રકારે નકલી હતું.
બાંગ્લાદેશના મુખ્ય સલાહકારે કહ્યું કે, 1971 માં પોતાની આઝાદી બાદ થી બાંગ્લાદેશ સૌથી ગરીબ દેશોમાંથી એક હતું, જ્યારે 2015 માં આ નિમ્ન મધ્યમ આવકવાળો દેશ બન્યો.
આ પણ વાંચો : Viral Video: ચાના શોખીનો જોઇ લેજો આ વીડિયો..!
યુનુસે જણાવ્યું કે કેવી અર્થવ્યવસ્થા ઇચ્છે છે
નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અને મુખ્ય સલાહકાર યુનુસે કહ્યું કે, અંગત રીતે હું ગ્રોથ રેટને વધારે મહત્વ નથી આપતો. હું સૌથી નિચલા સ્તર પર લોકોના જીવનની ગુણવત્તાને મહત્વ આપુ છું. એટલા માટે હું એક એવી અર્થવ્યવસ્થા લાવવા માંગીશ કે જે ધનને કોઇ એક સ્થળ પર એકત્ર કરવાથી બચતી હોય. (ધનની તમામ સાથે બરોબર વહેંચણી)
આ પણ વાંચો : Kheda : 1 કરોડની લૂંટનો ભેદ અંતે ઉકેલાયો, એક કરોડની ટીપ આપનારો આખરે ઝડપાયો