Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શેખ હસીનાના સમર્થકો વિરુદ્ધ મોહમ્મદ યૂનુસે ચલાવ્યું ઓપરેશન ડેવિલ હંટ, બાંગ્લાદેશ પોલીસ-આર્મીનું સંયુક્ત ઓપરેશન

Mohammed Yunus Plan : બાંગ્લાદેશમાં શેખ હસીનાના સમર્થન વિરુદ્ધ મોહમ્મ યૂનુસનું દમનચક્ર શરૂ થઇ ચુક્યું છે. અંતરિમ સરકારે ઓપરેશન ડેવિલ હંટના નામથી એક અભિયાન ચલાવ્યું છે.
શેખ હસીનાના સમર્થકો વિરુદ્ધ મોહમ્મદ યૂનુસે ચલાવ્યું ઓપરેશન ડેવિલ હંટ  બાંગ્લાદેશ પોલીસ આર્મીનું સંયુક્ત ઓપરેશન
Advertisement
  • હસીના સરકાર અને તેમના પરિવારના સમર્થકો વિરુદ્ધ ઓપરેસન
  • જ્યાં સુધી અંતિમમાં અંતિમ વ્યક્તિ ઝડપાઇ ન જાય ત્યાં સુધી ચાલશે ઓપરેશન
  • 1308 કરતા પણ વધારે શકમંદોની ધરપકડ કરવામાં આવી હોવાનો એકરાર

Operation Devil Hunt in Bangladesh : બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી વચગાળાની સરકારે શેખ હસીના સમર્થકોની વિરુદ્ધ દમન ચક્ર શરૂ કરી દેવાયું છે. બાંગ્લાદેશની સુરક્ષા એજન્સીઓએ વચગાળાના સરકારી આદેશ બાદ ઓપરેશન ડેવિલ હંટના નામથી એક અભિયાન ચલાવ્યું છે.

આ અભિયાન અંતર્ગત બાંગલાદેશમાં શેખ હસીનાની પાર્ટી અવામી લીગના નેતાઓ અને કાર્યકર્તાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. શનિવારે અડધી રાતથી શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં કૂલ 1208 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. વચગાળાની સરકારના એક અધિકારીએ કહ્યું કે, જ્યાં સુધી ફાસિસ્ટન સમર્થક અંતિમ શૈતાન પકડી નથી લેવામાં આવતા ત્યા સુધી આ અભિયાન સમગ્ર દેશમાં ચાલુ રહેશ.

Advertisement

અત્યાર સુધીમાં 1308 શંકાસ્પદોની ઓળખ

ઢાકાના બહારી વિસ્તારમાં શનિવારે આવામી લીગના નેતાના આવાસ પર તોડફોડ કરવા દરમિયાન વિદ્યાર્થી પ્રદર્શનકારીઓએ ઘાયલ થયા બાદ મુખ્ય સલાહકાર મોહમ્મદ યૂનુસના નેતૃત્વમાં અંતરિમ સરકારના સમગ્ર દેશમાં ઓપરેશન ડેવિલ હંટને લાગુ કરી દીધા હતા.

Advertisement

ઢાકા ટ્રીબ્યુનલે એડિશનલ પોલીસ મહાનિરીક્ષક ઇનામુલ હક સાગરના હવાલાથે જણાવ્યું કે, અત્યાર સુધી ઓપરેશન ડેવિલ હંડ અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં કૂલ 1308 શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે.

શું છે બાંગ્લાદેશમાં ચાલી રહેલા ઓપરેશન ડેવિલ હંટ

બાંગ્લાદેશમાં શેખ હસીનાની પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકો વિરુદ્ધ ચાલી રહેલા ઓપરેશ ડેવિલ હંડ અંગે જણાવતા ગૃહ મામલાના સલાહકાર લેફ્ટિનેંટ જનરલ (રિટાયર્ડ) મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીએ જણાવ્યું કે, આ અભિયાનનો ઉદ્દેશ્ય એવા લોકોને કસ્ટડીમાં લેવાયો છે. જે દેશમાં સ્થિરતા માટે ખતરો છે. તેમણે કહ્યું કે, આ અભિયાન દેશમાં ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી દરેક શૈતાનની ધરપકડ નથી થઇ જતી.

પોલીસ અને તમામ સુરક્ષા એજન્સીઓનું સંયુક્ત ઓપરેશન

સચિવાલયમાં એક પત્રકાર પરિષદ દરમિયાન રવિવારે ગૃહમંત્રાલયના સેક્રેટરી ડૉ. નસીમુલ ગનીએ કહ્યું કે, આ અભિયાનનો ઉદ્દેશ્યદેશને અસ્થિર બનાવવાનો પ્રયાસ કરનારા લોકોની ધરપકડ કરીને તેમને ન્યાયના કટઘરામાં ઉભા રાખવાનો છે. તેમણે કહ્યું કે, ફાસીવાદી શક્તિઓની સરકાર અમે અમાનવીય કે ક્રુર ન હોઇ શકે. પોલીસ મહાનિરીક્ષક બહારુલ અલામે શનિવારે બિલકુલ અલગ કહ્યું કે, તેમણે કહ્યું કે, આ ઓપરેશનને કેન્દ્રીય રીતે સંગઠીત કરવામાં આવશે. એક કંટ્રોલ રૂમમાં ઓપરેટ કરવામાં આવશે. આ અભિયાનમાં ન માત્ર બાંગ્લાદેશી પોલીસ પરંતુ ત્રણેય સેનાઓ અને અન્ય સુરક્ષા એજન્સીઓને પણ સમાવવામાં આવ્યા છે.

Tags :
Advertisement

.

×