Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mojtaba Khamenei બન્યા ઈરાનના નવા સુપ્રીમ લીડર, મશહદમાં કરવામાં આવશે અલી ખામેનેઈની દફનવિધિ

Iran New Supreme Leader Mojtaba Khamenei: અયાતુલ્લા અલી ખામેનેઈના નિધન બાદ ઈરાનના નવા સર્વોચ્ચ નેતા (Supreme Leader) તરીકે તેમના પુત્ર મોજતબાની વરણી કરવામાં આવી છે. જાણો સંપૂર્ણ વિગત.
mojtaba khamenei બન્યા ઈરાનના નવા સુપ્રીમ લીડર  મશહદમાં કરવામાં આવશે અલી ખામેનેઈની દફનવિધિ
Advertisement
  • Mojtaba Khamenei બન્યા ઈરાનના નવા સુપ્રીમ લીડર
  • પિતાના નિધન બાદ પુત્રના હાથમાં સત્તા
  • મોજતબા ખામેનેઈ પર મોટી જવાબદારી
  • ટ્રમ્પની જાહેરાત અને ઈરાનમાં સત્તાપલટો
  • મશહદમાં થશે ખામેનેઈના અંતિમ સંસ્કાર
  • જાણો કેમ મોજતબાની જ પસંદગી થઈ

Mojtaba Khamenei new Supreme Leader: ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈ (Ayatollah Ali Khamenei) ના નિધન બાદ દેશના નેતૃત્વને લઈને સર્જાયેલી અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. તેમના નિધન સાથે જ ઈરાનમાં એક લાંબા યુગનો અંત આવ્યો છે અને નવા નેતૃત્વ હેઠળ દેશ કઈ દિશામાં જશે તે બાબતે વિશ્વભરમાં ચર્ચા જાગી છે.

ત્યારે પશ્ચિમ એશિયાના રાજકારણમાં અત્યારે સૌથી મોટા સમાચાર ઈરાન (Iran) થી આવી રહ્યા છે. 'ઈરાન ઈન્ટરનેશનલ' ના અહેવાલો અનુસાર, ઈરાનની એક્સપર્ટ્સ એસેમ્બલીએ (Assembly of Experts) ક્રાંતિકારી ગાર્ડ્સના દબાણ હેઠળ અલી ખામેનેઈના પુત્ર મોજતબા ખામેનેઈ (Mojtaba Khamenei) ને આગામી સર્વોચ્ચ નેતા તરીકે ચૂંટી કાઢ્યા છે.

Advertisement

Advertisement

36 વર્ષ બાદ સત્તાનું પરિવર્તન

ઈરાન (Iran) ના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈ (Ayatollah Ali Khamenei) નું 86 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે વર્ષ 1989 થી સતત 36 વર્ષ સુધી દેશની કમાન સંભાળી હતી. નોંધનીય છે કે, અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલાઓ દરમિયાન તેમના મૃત્યુના સમાચાર સામે આવ્યા હતા. આ અંગેની પ્રાથમિક જાણકારી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) સોશિયલ મીડિયા પર આપી હતી, જે બાદ ઈરાન શાસન દ્વારા પણ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.

IRGC ના દબાણ હેઠળ મોજતબાની વરણી

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરાન (Iran) ની શક્તિશાળી સૈન્ય સંસ્થા ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના દબાણમાં આવીને એસેમ્બલીએ મોજતબા ખામેનેઈ (Mojtaba Khamenei) ના નામ પર મહોર મારી છે. ઈરાનના બંધારણ મુજબ, સુપ્રીમ લીડરની પસંદગી ધાર્મિક સંગઠન 'એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ' દ્વારા કરવામાં આવે છે. પ્રાદેશિક તણાવ અને સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મનાય છે. મોજતબા લાંબા સમયથી ઈરાનના સુરક્ષા માળખામાં પ્રભાવશાળી રહ્યા છે.

મશહદમાં થશે અંતિમ સંસ્કાર

અયાતુલ્લા અલી ખામેનેઈ (Ayatollah Ali Khamenei) ને તેમના વતન મશહદ (Mashhad) માં દફનાવવામાં આવશે. તેમના પિતાની કબર પણ મશહદ સ્થિત પવિત્ર ઈમામ રઝા તીર્થસ્થળમાં આવેલી છે. જોકે, અંતિમ સંસ્કારની ચોક્કસ તારીખની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. આ સત્તા પરિવર્તન બાદ મધ્ય પૂર્વના રાજકારણમાં મોટા ફેરફારો આવવાની શક્યતા સેવાઈ રહી છે.

આ પણ વાંચો: LIVE: US Israel-Iran War Live: અમેરિકન સેના ઈરાન પર 24/7 હુમલા ચાલુ રાખશે-યુએસ સેન્ટ્રલ કમાન્ડ

Tags :
Advertisement

.

×