Mojtaba Khamenei Health Update : મોજતબા ખમેનેઈની હાલત ગંભીર? ગુપ્તચર એજન્સીઓના ચોંકાવનારા ખુલાસા
- ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખમેનેઈની હાલત નાજુક! (Mojtaba Khamenei Health Update)
- અમેરિકી ગુપ્તચર એજન્સીનો દાવો: મોજતબા ખમેનેઈ અત્યારે કોમામાં
- કોમ શહેરની હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર, હિલચાલ અશક્ય
- અલી ખમેનેઈના પરિવાર માટે કબર બનાવવાની તૈયારીઓ શરૂ
- ટ્રમ્પની ડેડલાઈન પૂરી થવા આડે ગણતરીના કલાકો, યુદ્ધના વાદળો ઘેરાયા
- સુપ્રીમ લીડરની નાદુરસ્ત તબિયતને કારણે ઈરાનમાં નેતૃત્વનું મોટું શૂન્યાવકાશ
Mojtaba Khamenei Health Update : અમેરિકા અને ઈઝરાયેલ સાથે ચાલી રહેલા ભીષણ યુદ્ધ (War) વચ્ચે ઈરાનમાં નેતૃત્વને લઈને મોટું સંકટ ઊભું થયું છે. અલી ખમેનેઈના અવસાન બાદ જવાબદારી સંભાળનાર તેમના પુત્ર મોજતબા ખમેનેઈ (Mojtaba Khamenei) ની તબિયત અત્યંત નાજુક હોવાના અહેવાલ મળી રહ્યા છે. અમેરિકી અને ઈઝરાયેલી ગુપ્તચર એજન્સીઓ (Intelligence Agencies) ના દાવા મુજબ, મોજતબા હાલ બેભાન અવસ્થામાં છે અને પવિત્ર શહેર કોમ (Qom) ની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. જોકે, ઈરાન સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
🚨🇮🇷 Report Claims Leadership Crisis in Iran
Mojtaba Khamenei is reported to be unconscious and unable to run the country.
The assessment cites U.S. and Israeli intelligence.
It says he is receiving treatment for a severe condition in Qom.
He has not appeared in public… pic.twitter.com/XnRo6lp7yB
— Conflictory X (@Conflictory_X) April 7, 2026
પેરાલિસિસ જેવી સ્થિતિ અને ગુપ્ત લોકેશન
રિપોર્ટ મુજબ, ગુપ્તચર એજન્સીઓએ તેમના સહયોગી ખાડી દેશોને મોકલેલા મેમોમાં જણાવ્યું છે કે મોજતબા ખમેનેઈ (Mojtaba Khamenei) ની સ્થિતિ લકવા (Paralysis) જેવી છે અને તેઓ અત્યારે કોઈ પણ નિર્ણય લેવાની સ્થિતિમાં નથી. પ્રથમ વખત સુપ્રીમ લીડરના લોકેશનની જાણકારી સામે આવી છે. એવું પણ જાણવા મળ્યું છે કે કોમ શહેરમાં અલી ખમેનેઈ અને પરિવારના અન્ય સભ્યો માટે એક વિશાળ કબર (Burial Site) બનાવવાની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ થયેલી એરસ્ટ્રાઈકમાં મોજતબા ઘાયલ થયા હોવાના અહેવાલ પણ વહેતા થયા હતા.
ટ્રમ્પની ડેડલાઈન અને યુદ્ધનો ખતરો
આ નેતૃત્વ સંકટ એવા સમયે આવ્યું છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) એ ઈરાનને મંગળવાર રાત સુધીનો આખરી સમય આપ્યો છે. ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો હોર્મુઝ (Hormuz) રસ્તો ખોલવા માટે સમજૂતી નહીં થાય, તો અમેરિકા ઈરાનના તમામ પુલ અને પાવર પ્લાન્ટ્સને નેસ્તનાબૂદ કરી દેશે. યુદ્ધના આ નિર્ણાયક તબક્કે સુપ્રીમ લીડરની ગેરહાજરી ઈરાન માટે ભારે પડી શકે છે. મોજતબાએ છેલ્લે સોશિયલ મીડિયા પર રિવોલ્યુશનરી ગાર્ડના ચીફના મોત પર શોક વ્યક્ત કર્યો હતો, પરંતુ ત્યારથી તેઓ જાહેરમાં દેખાયા નથી, જે અનેક સવાલો ઉભા કરે છે.
આ પણ વાંચો : LPG ship Green Sanvi: ગેસની તંગી ટળશે , નેવીના સુરક્ષા કવચ હેઠળ ‘ગ્રીન સાન્વી’ LPG જહાજ દહેજ પહોંચશે!


