ઇરાનમાં મોજતબા ખામેની બન્યા નવા સર્વોચ્ચ નેતા ! જાણો તેમના વિશે
- અલી ખામેનીના નિધન બાદ પુત્ર મોજતબાની તાજપોશી (Mojtaba Khamenei)
- 88 સભ્યોની એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સે લીધો મોટો નિર્ણય
- IRGC અને સુરક્ષા એજન્સીઓ સાથે મોજતબાના ગાઢ સંબંધો
- અમેરિકી પ્રતિબંધો વચ્ચે ઈરાનની કમાન સંભાળશે મોજતબા
Mojtaba Khamenei: ઈરાનના રાજકારણમાં એક યુગનો અંત આવ્યો છે. અમેરિકા અને ઈઝરાયેલના (US-Israel) કથિત હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના (Ayatollah Ali Khamenei) મૃત્યુ બાદ, દેશની સત્તાવાર 'નિષ્ણાતોની સભા' (Assembly of Experts) દ્વારા તેમના પુત્ર મોજતબા હુસેની ખામેની (Mojtaba Hosseini Khamenei) ને નવા સર્વોચ્ચ નેતા તરીકે જાહેર કરવામાં આવ્યા છે. 88 સભ્યોની આ શક્તિશાળી સમિતિએ ઉત્તરાધિકારની પ્રક્રિયા પૂર્ણ કરી મોજતબાના નામ પર મહોર મારી છે.
Mojtaba Khamenei: કોણ છે મોજતબા ખામેની?
1969માં મશહદ (Mashhad) ખાતે જન્મેલા મોજતબા ખામેનીએ તેમનું બાળપણ અત્યંત ધાર્મિક અને રાજકીય માહોલમાં વિતાવ્યું હતું. જ્યારે તેમના પિતા અલી ખામેની શાહ મોહમ્મદ રેઝા પહલવી (Shah Mohammad Reza Pahlavi) સામેના આંદોલનમાં સક્રિય હતા, ત્યારે મોજતબા આ સંઘર્ષના સાક્ષી બન્યા હતા. 1979ની ઇસ્લામિક ક્રાંતિ (Islamic Revolution) પછી તેમનો પરિવાર ઈરાનની સત્તાના કેન્દ્ર સ્થાને આવી ગયો હતો.
શિક્ષણ અને ધાર્મિક પદનો વિવાદ
તેહરાનની પ્રતિષ્ઠિત અલાવી હાઈસ્કૂલ (Alavi High School) માં અભ્યાસ કર્યા બાદ, મોજતબાએ પવિત્ર શહેર કોમ (Qom) માં ધાર્મિક શિક્ષણ લીધું હતું. જોકે, રસપ્રદ વાત એ છે કે દાયકાઓ સુધી મદરેસામાં અભ્યાસ કરવા છતાં, તેઓ હજુ સુધી 'આયાતુલ્લાહ' (Ayatollah) જેવો ઉચ્ચ ધાર્મિક દરજ્જો પ્રાપ્ત કરી શક્યા નથી. ઈરાનના બંધારણ મુજબ સર્વોચ્ચ નેતા માટે ઉચ્ચ ધાર્મિક લાયકાત હોવી અનિવાર્ય છે, જે ભવિષ્યમાં તેમની સામે પડકાર ઉભો કરી શકે છે.
સૈન્ય સંબંધો અને પડદા પાછળની સત્તા
મોજતબા ખામેનીએ ઈરાન-ઈરાક યુદ્ધ (Iran-Iraq War) દરમિયાન હબીબ બટાલિયનમાં (Habib Battalion) સેવા આપી હતી. આ સમયગાળા દરમિયાન તેમણે ઈરાની સુરક્ષા દળો અને ગુપ્તચર એજન્સીઓના ટોચના અધિકારીઓ સાથે ગાઢ સંબંધો કેળવ્યા હતા. વિશ્લેષકોના મતે, તેમનો સૌથી મોટો પાવર બેઝ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) છે, જે ઈરાનના અર્થતંત્ર અને સુરક્ષા પર મજબૂત પકડ ધરાવે છે.
આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો અને આર્થિક સામ્રાજ્ય
વર્ષ 2019માં અમેરિકાએ (USA) મોજતબા પર કડક પ્રતિબંધો લાદ્યા હતા. આરોપ હતો કે તેઓ સત્તાવાર હોદ્દો ધરાવ્યા વગર પિતાની સત્તાનો ઉપયોગ કરી રહ્યા છે. 'બ્લુમબર્ગ' (Bloomberg) ના અહેવાલો મુજબ, મોજતબા પાસે વિશાળ રોકાણ નેટવર્ક અને અબજો ડોલરની સંપત્તિ હોવાનું મનાય છે, જે પશ્ચિમી બજારો સુધી ફેલાયેલી છે.
વારસાગત શાસન સામે સવાલો
ઈરાન હંમેશા વારસાગત શાસનનો વિરોધ કરતું આવ્યું છે, પરંતુ અલી ખામેની પછી તેમના જ પુત્રને ગાદી સોંપવી એ ઈસ્લામિક રિપબ્લિકના મૂળભૂત સિદ્ધાંતો સામે સવાલ ઉભા કરે છે. અગાઉ ખામેનીએ ત્રણ સંભવિત નામો આપ્યા હતા જેમાં મોજતબાનો સમાવેશ નહોતો, છતાં બદલાયેલી સ્થિતિમાં તેમની પસંદગી કરવામાં આવી છે.
આ પણ વાંચો : LIVE: US Israel-Iran War Live: અમેરિકન સેના ઈરાન પર 24/7 હુમલા ચાલુ રાખશે-યુએસ સેન્ટ્રલ કમાન્ડ


