મોરોક્કોમાં કરુણ દુર્ઘટના: રહેણાંક ઇમારતો ધરાશાયી થતાં 19 લોકોના મોત, 4 બાળકોનો સમાવેશ
- Morocco Building Collapse : મસ્સિરા-જૌઆઘામાં દુર્ઘટના
- દુર્ઘટનામાં કુલ 19 લોકોના મોત, મૃતકોમાં 4 બાળકો સામેલ
- મંગળવારે રાત્રે 10 વાગ્યે અકસ્માત, આખી રાત રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું
- અકસ્માતનું કારણ નબળી ડિઝાઇનની શંકા, સત્તાવાર પુષ્ટિ બાકી
- સરકાર દ્વારા અસુરક્ષિત ઇમારતો પર પગલાં ન લેવાતા લોકોમાં ગુસ્સો
Morocco Building Collapse : ઉત્તર આફ્રિકાના દેશ મોરોક્કોમાં ગત મંગળવારે એક હૃદયદ્રાવક અકસ્માતમાં ૧૯ લોકોએ જીવ ગુમાવ્યા છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, મસ્સિરા-જૌઆઘા જિલ્લામાં બે રહેણાંક ઇમારતો અચાનક ધસી પડી હતી, જેના કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હતા. રાતભર ચાલેલા બચાવ અભિયાન (રેસ્ક્યુ ઓપરેશન) બાદ કાટમાળમાંથી ઘણા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ મૃતકોની સંખ્યા વધીને 19 થઈ ગઈ છે, જેમાં ચાર બાળકોનો પણ સમાવેશ થાય છે. આ કરુણ ઘટના મંગળવારે રાત્રે લગભગ 10 વાગ્યે બની હતી.
આખી રાત ચાલ્યું રેસ્ક્યુ ઓપરેશન
આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ પણ થયા હોવાના સમાચાર છે, જેમની સારવાર ચાલી રહી છે. પોલીસ અને સિવિલ ડિફેન્સ યુનિટ્સ સહિતની બચાવ ટીમોએ રાતભર કામ કર્યું હતું. ઇન્ટરનેટ પર સામે આવેલા ઘણા વીડિયો અને તસવીરોમાં કાટમાળ હટાવવા અને જીવિત લોકોને શોધવા માટે ચાલી રહેલું રેસ્ક્યુ ઓપરેશન જોઈ શકાય છે. આ ઘટનાને કારણે સમગ્ર મોરોક્કોમાં શોક અને ગુસ્સાનું વાતાવરણ ફેલાઈ ગયું છે, ખાસ કરીને કારણ કે અધિકારીઓએ હજી સુધી અકસ્માતના ચોક્કસ કારણોની પુષ્ટિ કરી નથી.
Morocco Building Collapse : નબળી ડિઝાઇનની શંકા અને ભૂતકાળની ઘટનાઓ
પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે રહેણાંક ઇમારતોની ડિઝાઇન નબળી હોઈ શકે છે, જોકે આ કારણની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. મંગળવાર રાતની આ ઘટના મોરોક્કોમાં પ્રથમવાર બની નથી. તાજેતરના વર્ષોમાં દેશમાં ઘણી ઇમારતો ધરાશાયી થઈ છે. આ વર્ષે ઓક્ટોબરમાં પણ કેસાબ્લાન્કાના જૂના મદીનામાં આવી જ એક દુર્ઘટનામાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે મે ૨૦૨૫ માં ફેસમાં બનેલી અન્ય એક ઘટનામાં નવ લોકોના મોત થયા હતા.
Morocco Building Collapse : સરકારના વચનો અને નબળી ઇમારતોનું લિસ્ટ
સરકારે અસુરક્ષિત ઇમારતોને સુધારવાનું વારંવાર વચન આપ્યું છે. ગયા વર્ષે સરકારે મરાકેશ અને આસપાસના વિસ્તારોમાં ૧૨,૦૦૦ થી વધુ નબળી ઇમારતો (Vulnerable Buildings) ની ઓળખ કરી હતી, જેમાંથી ઘણી સપ્ટેમ્બર 2023 માં આવેલા શક્તિશાળી અલ હૌજ ભૂકંપને કારણે વધુ નબળી પડી હતી. સરકાર દ્વારા ઓળખાયેલી આ ઇમારતો સામે નક્કર પગલાં ન લેવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : Plane Crash: હાઈવે પર ક્રેશ લેન્ડિંગ વખતે કારથી ટકરાયું વિમાન, દુર્ઘટનાનો જુઓ Live Video