તેહરાનના ટ્રાફિક કેમેરા બન્યા આયાતુલ્લા અલી ખામેનીના મોતનું કારણ! જાણો મોસાદે કેવી રીતે કર્યું કેમેરા હેકિંગ
- ઈઝરાયેલે તેહરાનનું ટ્રાફિક કેમેરા નેટવર્ક હેક કરી ખામેનીની જાસૂસી કરી (Khamenei Killing)
- મોસાદે ખામેનીની સુરક્ષા ટીમના પાર્કિંગમાં લગાવેલા કેમેરાથી લોકેશન ટ્રેક કર્યું
- ઈરાની સુપ્રીમ લીડરની હત્યા બાદ પશ્ચિમ એશિયામાં આરપારની લડાઈ શરૂ
Khamenei Killing : ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીના (Ayatollah Ali Khamenei) નિધનથી સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે, પરંતુ આ ઘટનાએ ઈઝરાયેલ અને અમેરિકા (US-Israel) સામે ભયાનક યુદ્ધના દ્વાર ખોલી દીધા છે. અત્યંત ચુસ્ત સુરક્ષામાં રહેતા ખામેનીને ઈઝરાયેલે કેવી રીતે નિશાન બનાવ્યા તે એક રહસ્ય હતું, પરંતુ હવે એક ચોંકાવનારા અહેવાલમાં ખુલાસો થયો છે કે ખામેનીની હત્યા માટે કોઈ મિસાઈલ નહીં પણ તેહરાનના ટ્રાફિક કેમેરા (Traffic Cameras) જવાબદાર છે.
Khamenei Killing: ટ્રાફિક કેમેરા અને સાયબર જાસૂસી
અહેવાલ મુજબ, ઈઝરાયેલી ગુપ્તચર એજન્સી મોસાદે (Mossad) ખામેનીને ટ્રેક કરવા માટે તેહરાનના વ્યાપક ટ્રાફિક કેમેરા નેટવર્કને હેક કર્યું હતું. ઈઝરાયેલે સાયબર હુમલાનો (Cyber Attack) ઉપયોગ કરીને આ સફળતા મેળવી હતી. આશ્ચર્યજનક બાબત એ છે કે મોસાદે વર્ષો પહેલા આ કેમેરાની એક્સેસ મેળવી લીધી હતી, જેમાંથી એક કેમેરો ખામેનીની સુરક્ષા ટીમના પાર્કિંગ (Security Parking) વિસ્તારમાં સ્થાપિત હતો. આ નેટવર્ક દ્વારા ખામેનીની ચોક્કસ હિલચાલ જાણી શકાઈ અને ઘાતક હુમલો પાર પાડવામાં આવ્યો.
ઈરાનમાં 555 ના મોત અને પલટવાર
અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલામાં ખામેની સહિત અનેક ટોચના ઈરાની નેતાઓ માર્યા ગયા છે. આ ઘટના બાદ ઈરાને અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. ઈરાને વળતા પ્રહાર રૂપે બહેરીન, ઈરાક, કુવૈત, લેબનોન, ઓમાન, કતાર અને યુએઈ (UAE) માં આવેલા અમેરિકી સૈન્ય મથકો (US Bases) પર જોરદાર હુમલા કર્યા છે. આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં માત્ર ઈરાનમાં જ 555 લોકોના મોત થયા છે, જે દર્શાવે છે કે સ્થિતિ હવે સંપૂર્ણ યુદ્ધમાં ફેરવાઈ ગઈ છે.
આ પણ વાંચો: અમેરિકા-ઈઝરાયેલના ઘાતક હુમલા વચ્ચે ઈરાનમાં 4.3 ની તીવ્રતાનો ભૂકંપ!


