ભારત અને નેપાળની સુપ્રીમ કોર્ટ વચ્ચે MoU, હવે બંને દેશો વચ્ચે ન્યાયિક સહયોગ થશે મજબૂત
- ન્યાયતંત્રના વિવિધ સ્તરે ન્યાયાધીશો અને અધિકારીઓ વચ્ચેના સુમેળ વધશે
- ન્યાયાધીશો અને અધિકારીઓ વચ્ચે આદાનપ્રદાનને મળશે પ્રોત્સાહન
- ટેકનોલોજી સંબંધિત માહિતીના આદાનપ્રદાનની પણ જોગવાઈ સામેલ
ભારતની સર્વોચ્ચ અદાલતે આજે ભારત અને નેપાળ વચ્ચે ન્યાયિક સહયોગ વિકસાવવા, પ્રોત્સાહન આપવા અને મજબૂત કરવા માટે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રસંગે ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના અને નેપાળના મુખ્ય ન્યાયાધીશ પ્રકાશ માન સિંહ રાઉત આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ એમઓયુ ટૂંકા અને લાંબા ગાળાના તાલીમ અને શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા ન્યાયાધીશો અને અધિકારીઓ વચ્ચે આદાનપ્રદાનને પણ પ્રોત્સાહન આપશે.
મૈત્રીપૂર્ણ સંબંધોથી પ્રેરિત
આ મહત્વપૂર્ણ કરાર નેપાળ અને ભારતના લોકો વચ્ચેના સૌહાર્દપૂર્ણ અને મૈત્રીપૂર્ણ સંબંધોથી પ્રેરિત છે. બંને દેશો વચ્ચેના આ સમજૂતી કરાર કાયદા અને ન્યાયના ક્ષેત્રમાં માહિતીના પરસ્પર આદાનપ્રદાનને પ્રોત્સાહન આપશે એટલું જ નહિ, પરંતુ ન્યાયતંત્રના વિવિધ સ્તરે ન્યાયાધીશો અને અધિકારીઓ વચ્ચેના સુમેળને પણ પ્રોત્સાહન આપશે.
આ પણ વાંચોઃ કુણાલ કામરાએ બોમ્બે હાઈકોર્ટમાં FIR રદ કરવાની માંગ કરી
માહિતીના આદાનપ્રદાનની જોગવાઈ
ભારત અને નેપાળની સર્વોચ્ચ અદાલત વચ્ચે થયેલ MoUને પરિણામે પેન્ડિંગ કેસોનું ઝડપી નિરાકરણ, હિસ્સેદારોને વધુ સારી સેવાઓ પૂરી પાડવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાના મહત્વ પર ભાર મૂકવામાં આવશે. આ એમઓયુ સંબંધિત અદાલતો અને અન્ય સંસ્થાઓમાં વપરાતી ટેકનોલોજી સંબંધિત માહિતીના આદાનપ્રદાનની પણ જોગવાઈ કરે છે.
ન્યાયિક સહયોગને મજબૂત કરાશે
બંને દેશોની સર્વોચ્ચ અદાલત વચ્ચે થયેલ એમઓયુ અનુસાર ન્યાયિક સહયોગને પ્રોત્સાહન આપવા અને વધુ મજબૂત બનાવવા માટે યોજનાઓ અને પદ્ધતિઓ પર કામ કરવા માટે બંને ન્યાયતંત્રના અધિકારીઓનો સમાવેશ કરતું એક સંયુક્ત કાર્યકારી જૂથ બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભારત અને નેપાળ વચ્ચે ગાઢ સાંસ્કૃતિક અને આર્થિક સંબંધો છે.
આ પણ વાંચોઃ બિહારમાં Rahul Gandhiની હાજરીમાં જ કોંગ્રેસ કાર્યકર્તાઓ બાખડ્યા....કરી થપ્પડવાળી