Mount Everest પર સફળ ચઢાણ બાદ પરત ફરતી વખતે 2 ભારતીય પર્વતારોહકે ગુમાવ્યો જીવ
- Mount Everest : બે ભારતીય પર્વતારોહકોના નિધનથી શોકનો માહોલ
- શિખર સર કર્યા બાદ પરત ફરતી વખતે સર્જાઈ દુર્ઘટના
- એક પર્વતારોહકે બે દિવસ પહેલા જ બનાવ્યો હતો વર્લ્ડ રેકોર્ડ
- ગાઈડ દ્વારા બચાવવાના તમામ પ્રયાસો રહ્યા નિષ્ફળ
- નેપાળના અધિકારીઓ દ્વારા ઘટનાની પુષ્ટિ
Mount Everest : દુનિયાનું સૌથી વધારે ઉંચાઈએ આવેલું માઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ કરવું પર્વતારોહક માટે ગૌરવની ક્ષણ હોય છે. પરંતુ કેટલીક વખત આ સફર ઘણીવાર જોખમી સાબિત થાય છે. હાલમાં જ પ્રાપ્ત થયેલા અહેવાલ અનુસાર માઉન્ટ એવરેસ્ટ પર સફળતાપૂર્વક ચઢાણ કર્યા બાદ પરત ફરી રહેલા બે ભારતીય પર્વતારોહકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટનાએ પર્વતારોહણ જગતમાં શોકની લહેર ફેલાવી દીધી છે.
Mount Everest : શું છે સમગ્ર ઘટના ?
પ્રાપ્તથતા અહેવાલ અનુસાર મૃતક પર્વતારોહકોની ઓળખ અરુણ કુમાર તિવારી અને સંદીપ આર તરીકે કરવામાં આવી છે. એક્સપિડિશન ઓપરેટર્સ એસોસિએશન ઓફ નેપાળ (Expedition Operators Association of Nepal) ના જનરલ સેક્રેટરી ઋષિ ભંડારીએ જણાવ્યું હતું કે, શિખર પરથી ઉતરતી વખતે આ પર્વતારોહકો અતિશય થાક (Exhaustion) ને કારણે અશક્ત થઈ ગયા હતા. તેમના માર્ગદર્શકોએ તેમને સુરક્ષિત પાછા લાવવાના તમામ શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા, પરંતુ તે સફળ રહ્યા નહોતા.
ઈતિહાસમાં પ્રથમ વખત 274 પર્વતારોહકે માઉન્ટ એવરેસ્ટ કર્યો સર
બુધવારે ઇતિહાસમાં પ્રથમવાર એક જ દિવસમાં 274 પર્વતારોહકોએ માઉન્ટ એવરેસ્ટના 8,848.86 મીટર ઊંચા શિખર પર સફળતાપૂર્વક પગ મૂકીને એક નવો વર્લ્ડ રેકોર્ડ (World Record) બનાવ્યો હતો. આ રેકોર્ડબ્રેક ટીમમાં સંદીપ આર સહિતના અન્ય ભારતીય પર્વતારોહકો તુલસી રેડ્ડી પાલપુનુરી અને અજય પાલ સિંહ ધાલીવાલ પણ સામેલ હતા. એક તરફ જ્યાં આ સફળતાની ઉજવણી થઈ રહી હતી, ત્યાં બીજી તરફ પરત ફરતી વખતે બે પર્વતારોહકોનો જીવ જવો તે ખૂબ જ દુઃખદ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, 2026 ની વસંત (Spring Season) માં કુલ 502 પર્વતારોહકોને એવરેસ્ટ ચઢવાની મંજૂરી આપવામાં આવી હતી, જે એક નવો વિક્રમ છે.
World : શું કેનેડાથી અલગ થશે આલ્બર્ટા? વિશ્વને મળી શકે છે નવો દેશ


