Mount Everest પર રેકોર્ડ ! નેપાળના 275 પર્વતારોહકે એક જ દિવસમાં વિશ્વની સૌથી ઊંચી ટોચ પર કર્યું ચઢાણ
- Mount Everest પર એક જ દિવસમાં ઐતિહાસિક પર્વતારોહણ
- નેપાળ તરફથી રેકોર્ડબ્રેક 275 પર્વતારોહકો શિખરે પહોંચ્યા
- માઉન્ટ એવરેસ્ટના ઇતિહાસમાં એક જ દિવસનો સૌથી મોટો આંકડો
- વધતી ભીડને કારણે હિમાલયમાં 'ટ્રાફિક જામ'નું મોટું જોખમ
- ખરાબ હવામાન વચ્ચે આ ભીડ પર્વતારોહકો માટે બની શકે છે આફત
- નેપાળ પ્રવાસન વિભાગ સત્તાવાર આંકડા જાહેર કરવા સજ્જ
Mount Everest : વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ (Mount Everest) પર માનવ ઇતિહાસનો એક અદ્ભુત અને નવો રેકોર્ડ બન્યો છે. બરફના તોફાનો,હાડ થીજવતી ઠંડી અને ઓક્સિજનની અછત જેવી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આવી જીવલેણ સમસ્યાઓનો સામનો કરીને પર્વતારોહકોએ માત્ર એક જ દિવસમાં રેકોર્ડ બનાવ્યો છે. વિશ્વની છત ગણાતા એવા માઉન્ટ એવરેસ્ટ પર 275 પર્વતારોહકએ એવરેસ્ટ સર કર્યું છે. નેપાળ પ્રવાસન વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, બુધવારે એક જ દિવસમાં અંદાજે 275 પર્વતારોહકો એવરેસ્ટના સર્વોચ્ચ શિખર પર પહોંચવામાં સફળ રહ્યા હતા, જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.
ભીડ વધતા 'ટ્રાફિક જામ'નું મોટું સંકટ
આ ઐતિહાસિક સફળતાની સાથે જ નિષ્ણાતોએ એવરેસ્ટ પર વધી રહેલી ભીડ (Overcrowding on Everest) અંગે ચિંતામાં વધારો થયો છે. પર્વતારોહકોની સંખ્યા ખૂબ જ વધી જવાને કારણે હિમાલયના આ અત્યંત જોખમી રૂટ પર 'ટ્રાફિક જામ' (Traffic Jam on Everest) જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. સામાન્ય રીતે એવરેસ્ટ પર ચઢવા માટે નેપાળની દક્ષિણ બાજુ અથવા ચીનના તિબેટ ક્ષેત્રની ઉત્તર બાજુનો ઉપયોગ થાય છે, પરંતુ આ વર્ષે ચીને પર્વતારોહણ માટેનો પ્રવેશ બંધ રાખ્યો હોવાથી નેપાળ તરફ પ્રચંડ ભીડ જોવા મળી રહી છે. જો અચાનક હવામાન બગડે, તો આ ભીડ પર્વતારોહકોના જીવ માટે જોખમી સાબિત થઈ શકે છે.
View this post on Instagram
નેપાળ માટે આર્થિક આવકનો મુખ્ય સ્ત્રોત
વર્ષ 1953 માં સર એડમંડ હિલેરી અને તેનઝિંગ નોર્ગે શેરપાએ પહેલીવાર એવરેસ્ટ સર કર્યો ત્યારથી નેપાળ માટે પર્વતારોહણ (Mountaineering Industry) એક મોટો અને નફાકારક વ્યવસાય બની ગયો છે. આ ચાલુ વસંત સીઝન (Spring Climbing Season) માટે નેપાળ સરકારે રેકોર્ડબ્રેક 492 પર્વતારોહણ પરમિટ (Climbing Permits) જારી કરી છે. અત્યાર સુધીમાં ગાઈડ અને સહાયક સ્ટાફ સહિત 600 થી વધુ લોકો શિખર સર કરી ચૂક્યા છે. જૂનના પ્રથમ સપ્તાહમાં આ સીઝન પૂર્ણ થવાની છે, ત્યારે બદલાતા હવામાન અને ટૂંકા સમયગાળા વચ્ચે સુરક્ષિત પર્વતારોહણ સુનિશ્ચિત કરવું એ આંતરરાષ્ટ્રીય સ્તરે એક મોટો પડકાર બની રહ્યું છે.


