Oman Breaking News : ઓમાન કિનારા પર બુધવારના હુમલાના માત્ર 24 કલાક પછી, બીજો હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે. ઓમાનના શિનાસ બંદર નજીક એક જહાજ પર આ હુમલો થયો હતો. સામે આવેલી તસવીરોમાં એમટી જલવીર નામનું જહાજ સમુદ્રમાં સળગતું જોઈ શકાય છે. ઘટના બાદ અધિકારીઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર ઓમાનના શિનાસ બંદર પાસે ગઈકાલે બુધવારે બનેલી ઘટનાના માત્ર 24 કલાકમાં જ વધુ એક હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. આ વખતે નિશાના પર ભારતીય જહાજ MT જલવીર રહ્યું છે. મળેલી તસવીરોમાં જહાજ સમુદ્રની વચ્ચે સળગતું જોઈ શકાય છે. આ ઘટના બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
3 દિવસમાં 3 જહાજો નિશાન પર
આ સમગ્ર ઘટના અંગે અધિકારીઓએ જણાવ્યુ હતું કે તેમને શિનાસ બંદર નજીક જહાજ સાથે જોડાયેલી એક ગંભીર ઘટનાની જાણકારી મળી છે. હાલમાં સ્થાનિક વહીવટીતંત્ર અને સંબંધિત સુરક્ષા એજન્સીઓ સાથે મળીને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. જો કે હુમલા પાછળ કોનો હાથ તે તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ઓમાનમાં સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
ગઈકાલે સેટેબેલો પર થયો હતો હુમલો
નોંધનીય છે કે 10 જૂનના રોજ ઓમાનના દરિયાકિનારે એક વાણિજ્યિક જહાજ સેટેબેલો પર હુમલો થયો હતો. આ જહાજમાં 24 ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હતા. દુર્ભાગ્યપૂર્ણ રીતે, આ હુમલામાં ત્રણ ભારતીયો ગુમ થયા હતા, જેમાંથી બેના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 21 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે.
આ ઉપરાંત બ્રિટિશ દરિયાઈ સુરક્ષા જૂથ એમ્બ્રેરના મતે, આ હુમલાઓ સંભવિતપણે ઈરાની બંદરોને નાકાબંધી કરવાના અમેરિકાના ઓપરેશનનું પરિણામ હોઈ શકે છે. ભારતે આ ઘટનાઓની કડક શબ્દોમાં નિંદા કરી છે અને યુએસ ડેપ્યુટી ચીફ ઓફ મિશનને પણ આ મુદ્દે જવાબ માંગવા માટે બોલાવવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ જહાજો પર થયેલા હુમલાને કારણે અરબી સમુદ્ર (Arabian Sea) માં સુરક્ષાની સ્થિતિ ગંભીર બની છે.
China Breaking News : ચીનના ગુઆંગશીમાં પ્રચંડ બ્લાસ્ટ, 7 લોકોના મોત અને 17 ઈજાગ્રસ્ત