Muhammad Yunus Resigns : બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસે આપ્યું રાજીનામું
- શેખ હસીનાના શાસનને યુનુસે 'રાક્ષસી શાસન' સાથે સરખાવ્યું (Muhammad Yunus Resigns )
- દેશના યુવાનો અને મતદારોના પ્રયાસોથી લોકશાહીની જીત થઈ: યુનુસ
- BNP નેતા તારિક રહેમાન મંગળવારે લેશે વડાપ્રધાન પદના શપથ
બાંગ્લાદેશના વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર (Chief Advisor) અને નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસે (Muhammad Yunus) સોમવારે રાષ્ટ્રજોગ વિદાય પ્રવચન આપી પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. ઓગસ્ટ 2024માં શેખ હસીના (Sheikh Hasina) સરકારના પતન બાદ દેશની કમાન સંભાળનાર 85 વર્ષીય યુનુસે હવે લોકશાહી ઢબે ચૂંટાયેલી નવી સરકારને સત્તા સોંપવાનો માર્ગ મોકળો કર્યો છે.
Muhammad Yunus Resigns : તારિક રહેમાન બનશે નવા વડાપ્રધાન
ગયા અઠવાડિયે યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (Bangladesh Nationalist Party - BNP) એ પ્રચંડ બહુમતી સાથે વિજય મેળવ્યો છે. મુહમ્મદ યુનુસે BNP નેતા તારિક રહેમાનને (Tarique Rahman) અભિનંદન પાઠવ્યા છે. મંગળવારે 60 વર્ષીય તારિક રહેમાન બાંગ્લાદેશના નવા વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે.
હસીના સરકારને ગણાવી 'રાક્ષસી શાસન'
પોતાના સંબોધનમાં યુનુસે પૂર્વ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે શેખ હસીનાના શાસનને 'રાક્ષસ' (Monster) સાથે સરખાવતા કહ્યું કે, "દેશના યુવાનોએ બાંગ્લાદેશને જુલમી શાસનમાંથી મુક્ત કરાવ્યું છે." તેમણે ઉમેર્યું કે આ મુક્તિનો દિવસ સમગ્ર વિશ્વમાં વસતા બાંગ્લાદેશીઓ માટે ખુશીના આંસુ લાવનારો હતો.
શૂન્ય નહીં પણ ખાધમાંથી કરી શરૂઆત
યુનુસે વચગાળાની સરકારની સિદ્ધિઓ વર્ણવતા કહ્યું કે, "અમે શૂન્યથી નહીં પરંતુ ખાધ (Deficit) માંથી કાર્ય શરૂ કર્યું હતું. ખંડેર હાલતમાં રહેલી સંસ્થાઓનું અમે પુનઃનિર્માણ કર્યું છે." જોકે, તેમણે સ્વીકાર્યું કે નવા બંધારણીય સુધારાઓને હવે નવી સંસદ (Bangladesh Parliament) દ્વારા બહાલી આપવાની જરૂર પડશે, જે આગામી સરકાર માટે મોટો પડકાર બની શકે છે.
આ પણ વાંચો: બાંગ્લાદેશના નવા PM તરીકે Tarique Rahman મંગળવારે લેશે શપથ,જાણો કેમ તૂટશે 60 વર્ષ જૂની પરંપરા?


