Elon Musk & Grok Controversy: ગ્રોકે ખોટા સમાચાર ફેલાવતા મહા ખેલાડી એલન મસ્કને ગણાવતા મસ્ક મુશ્કેલીમાં મુકાયા
ગ્રોકે X સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક ન્યૂઝ અંગે મોટો દાવો કર્યો કે X પર ખોટા સમાચાર ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યા છે. જ્યારે ગ્રોક(Grok)ને X પર સૌથી વધુ ખોટા સમાચાર કોણ ફેલાવે છે તે અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે ગ્રોકે સીધા એલોન મસ્ક(Elon Musk)નું નામ જવાબમાં આપ્યું.
Advertisement
- ખોટા સમાચાર ફેલાવવામાં મસ્ક મોટા ખેલાડી
- રમુજી અને બળવાખોર જવાબો માટે રચાયેલ ગ્રોક
- નવેમ્બર 2023માં ગ્રોક લોન્ચ કરાયું હતું
Elon Musk: ગ્રોક નામના એક નવા AI ચેટબોટે અત્યારે ખૂબ વાયરલ છે. તેની અનોખી શૈલીમાં પ્રતિભાવ આપવાની ક્ષમતાને કારણે તે ખૂબ જ ચર્ચામાં રહ્યું છે. જોકે, ગ્રોકના માલિક એલોન મસ્કને જ ગ્રોકે મુશ્કેલીમાં મુકી દીધું છે. ખોટા સમાચાર ફેલાવવા માટેના મહાન ખેલાડી તરીકે ગ્રોકે એલન મસ્કને ગણાવતા ચકચાર મચી ગઈ છે.

