Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મુસ્લિમ દેશનો Indian Defence Company પર ભરોસો! ખરીદશે 1867 કરોડના તોપના ગોળા

Indian Defence Company: ભારત અત્યારે આર્થિક રીતે ખુબ જ વિકાસ કરી રહ્યું છે. ભારતના ઈતિહાસમાં કોઈ પણ ભારતીય સંરક્ષણ કંપનીને આટલો મોટો ઓર્ડન નથી મળ્યો. ભારતની સંરક્ષણ કંપની મ્યૂનિશન્સ ઇન્ડિયા (Munitions India Limited) સાથે સાઉદી અરેબિયા (Saudi Arabia)એ 1867 કરોડ...
મુસ્લિમ દેશનો indian defence company પર ભરોસો  ખરીદશે 1867 કરોડના તોપના ગોળા
Advertisement

Indian Defence Company: ભારત અત્યારે આર્થિક રીતે ખુબ જ વિકાસ કરી રહ્યું છે. ભારતના ઈતિહાસમાં કોઈ પણ ભારતીય સંરક્ષણ કંપનીને આટલો મોટો ઓર્ડન નથી મળ્યો. ભારતની સંરક્ષણ કંપની મ્યૂનિશન્સ ઇન્ડિયા (Munitions India Limited) સાથે સાઉદી અરેબિયા (Saudi Arabia)એ 1867 કરોડ રુપિયાના 155 એમએમ તોપના ગોળા ખરીદવાનો ઓર્ડર કર્યો છે. મધ્ય પૂર્વમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે અત્યારે તણાવનો માહોલ હોવાથી સાઉદી અરેબિયાએ ભારત પાસેથી તોપના ગોળા ખરીદવાના ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ ડીલ રિયાદ ડિફેન્સ એક્સપો દરમિયાન કરવામાં આવી હતી.

આ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર

ઉલ્લેખનીય છે કે, આ ડીલ ભારતની સંરક્ષણ કંપનીઓ માટે અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર છે તેવી વિગતો મળી રહી છે. ભારત સરકારે દેશની શસ્ત્ર ફેક્ટરીઓમાં સ્વતંત્રતા અને કાર્યક્ષમતા વધારવા માટે 1 ઓક્ટોબર, 2021 થી 41 ફેક્ટરીઓને 7 જાહેર ક્ષેત્રની સંરક્ષણ કંપનીઓમાં વિભાજિત કરી દીધી હતી. અગાઉ 2017 અને 2019માં યુએઈએ 155 એમએમ તોપના 40,000 અને 50,000 ગોળા ખરીદ્યા હતા. 2017 માં ઓર્ડરનું મૂલ્ય આશરે ચાર કરોડ અને 2019 માં તે 4.6 કરોડ હતું. એમઆઈએલ કંપનીએ આ બાબતે સોશિયલ મીડિયામાં પર પોસ્ટ કરીને જાણકારી આપી હતી.

Advertisement

Advertisement

એમએઈએલ ભારતીય રક્ષા મંત્રાલયની સહાયક કંપની છે. મળતી વિગતો પ્રમાણે માત્ર 155 મિમી. નહીં પરંતુ 105 મિમી. અને 125 મિમી. ના ગોળા બનાવતી મોટી કંપની છે. ઉલ્લેખનીય છે કે, તોપ સિવાય આ કંપની અન્ય ઘણા લશ્કરી ઉપયોગ માટે દારૂગોળો પૂરો પાડે છે. ભારતમાં યોજાયેલા ડિફેન્સ એક્પો દરમિયાન આ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં.

યુદ્ધના માહોલ વચ્ચે સાઉદી અરેબિયાએ આપ્યો ઓર્ડર

અત્યારે દિવસેને દિવસે વિશ્વમાં યદ્ધનો માહોલ રહેતો હોય છે. આ દરમિયાન સુરક્ષિત રીતે દૂરથી દુશ્મનના ઠેકાણાને ખતમ કરવા માટે જમીની સેના 155 મિમી. બોફોર્સ જેવા હોવિત્ઝરની ખૂબ માંગ છે. આવી બંદૂકો તેમની જમાવટના આધારે 15 થી 20 માઇલ (24 થી 32 કિલોમીટર) દૂરના લક્ષ્યો પર હુમલો કરી શકે છે. અત્યારે સાઉદી અરેબિયા દ્વારા ભારત પાસેથી મોટો ઓર્ડર કરવામાં આવ્યો છે, જે દેશના ઇતિહાસમાં પહેલીવાર મળેતો મોટો ઓર્ડર છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: હલ્દ્વાનીમાં તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આદેશ

Tags :
Advertisement

.

×