રશિયા સાથેના વેપાર અંગે NATOની ચેતવણી પશ્ચિમી દેશોના બેવડા ધોરણો દર્શાવે છે: ભારત
- રશિયા સાથેના વેપાર અંગે NATOની ચેતવણી પશ્ચિમી દેશોના બેવડા ધોરણો દર્શાવે છે: ભારત
ભારતે કહ્યું છે કે રશિયા સાથે વ્યાપારને લઈને NATOની ચેતવણી પશ્ચિમી દેશોના બેવડા ધોરણ દર્શાવે છે. વિદેશ મંત્રાલયે ગુરૂવારે સ્પષ્ટ કર્યું કે ભારતની ઉર્જા સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને પશ્ચિમી દેશોના બેવડા માપદંડ આના પર ચાલશે નહીં. ભારતનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે નોર્થ એન્ટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન એટલે NATOના મહાસચિવ માર્ક રૂટે ભારત, ચીન અને બ્રાઝીલને રશિયા સાથે વ્યાપાર ચાલું રાખવા પર 100 ટકા પ્રતિબંધ લગાવવાની ધમકી આપી છે.
નવી દિલ્હીમાં સાપ્તાહિક પ્રેસ કોન્ફ્રન્સમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, અમે આ વિષય ઉપર સમાચાર દેખ્યા છે અને અમે ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. હું ફરીથી કહેવા માંગીશ કે અમારા લોકોની ઉર્જાની જરૂરતોને સુરક્ષિત રાખવી અમારી સર્વોચ્ચ પ્રાથમિકા છે. આ કોશિશમાં માર્કેટમાં ઉપલબ્ધ વિકલ્પો અને વૈશ્વિક પરિસ્થિતિઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. અમે વિશેષ રીતે આ મામલામાં કોઈપણ બેવડા ધોરણના વિરૂદ્ધમાં ચેતવણી આપીએ છીએ.
રણધીર જયસ્વાલે તેવું પણ કહ્યું કે ભારત પોતાની ઉર્જા નીતિઓને વૈશ્વિક માર્કેટની ઉપલબ્ધતા અને જિયો-પોલિટિક્સની સ્થિતિને આધાર પર નક્કી કરે છે. તેમના નિવેદનને NATO અને અમેરિકા માટે એક સંદેશના રૂપમાં દેખવામાં આવી રહ્યું છે, જેમાં ભારતે પોતાની સંપ્રભુ વ્યાપાર નીતિઓ પર કોઈપણ બહારના દબાણને ફગાવી દીધું છે.
NATOના પ્રમુખની ચેતવણી
NATOના મહાસચિવ માર્ક રૂટે બુધવારે વોશિંગ્ટનમાં અમેરિકન સીનેટરો થોમ ટિલિસ અને જીન શાહીન સાથે એક પ્રેસ કોન્ફ્રન્સમાં ભારત, ચીન અને બ્રાઝીલને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતુ કે, જો તમે બેઇઝિંગ, દિલ્હી કે બ્રાસીલિયામાં રહો છો તો તમારે તેના ઉપર ધ્યાન આપવું જોઈએ, કેમ કે તે તમને ખુબ જ ભારે પડી શકે છે. રૂટે આ દેશોને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે શાંતિ વાર્તા માટે દબાણ નાંખવા માટે આગ્રહ કરીને ધમકી આપતા કહ્યું કે, નહીં તો રશિયા સાથે વ્યાપાર કરનારા દેશોને 10 ટકા સેકન્ડરી સેક્શનનો સામનો કરવો પડી શકે છે.
રૂટેની આ ટિપ્પણી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હાલના નિવેદનના એક દિવસ પછી આવી છે, જેમાં તેમને રશિયા વિરૂદ્ધ 50 દિવસની અંદર શાંતિ કરાર ન થવા પર રશિયા પાસેથી સામાન ખરીદનારા દેશો પર 100 ટકા ટેરિફ લગાવવાની ધમકી આપી હતી. ટ્રમ્પે તેવું પણ કહ્યું કે સેકન્ડરી સેક્શન વગર કોંગ્રેસની મંજૂરીને લાગું કરવામાં આવી શકે છે.
ભારતની ઉર્જા રણનીતિ
ભારતે રશિયા સાથે પોતાના વ્યાપાર સંબંધોને વારંવાર યોગ્ય ઠેરવ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછીથી ભારતે રશિયા પાસેથી તેલ આયાતમાં ખુબ જ વધારો કર્યો છે, જે યુદ્ધથી પહેલા 0.2 ટકાથી વધીને વર્તમાન સમયમાં લગભગ 40 ટકા થઈ ગયો છે.
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરૂએ ગુરૂવારે કહ્યું કે ભારતે પોતાની તેલ સપ્લાઈના સ્ત્રોમાં વિવિધતા લાવી દીધી છે અને હવે તેઓ 27ની જગ્યાએ 40 દેશો પાસેથી તેલ આયાત કરે છે. તેમને નવી દિલ્હીમાં આયોજિત ઉર્જા વાર્તા 2025માં કહ્યું કે, માર્કેટમાં તેલની વિપુલતા છે. ઈરાન અને વેનેજુએલા પર વર્તમાનમાં પ્રતિબંધ છે, પરંતુ શું તે હંમેશા રહેશે? બ્રાઝીલ અને કેનેડા જેવા અનેક દેશ પોતાની સપ્લાઈ વધારી રહ્યા છે. આપણને હાલમાં સપ્લાઈને લઈને કોઈ જ ચિંતા નથી. પુરીએ તેવું પણ કહ્યું કે ભારત-રશિયા તેલ વ્યાપારે વૈશ્વિક માર્કેટમાં કિંમતો સ્થિર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમને દાવો કર્યો કે જો ભારતે રશિયા પાસેથી તેલ ખરીદ્યું નહતો તો 2022માં યુદ્ધ શરૂ થવા પર કાચા તેલની કિંમત 130 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ હોત.
પશ્ચિમી દેશો પર બેવડા માપદંડનો આરોપ
ભારતે પોતાની પ્રતિક્રિયામાં પશ્ચિમી દેશો અને ખાસ કરીને NATOના સભ્ય દેશો પર બેવડા ધોરણ અપનાવવાનો આરોપ લગાવ્યો છે. સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીનર એર (CREA) અનુસાર, 2022 પછી યૂરોપી સંઘ રશિયન લિક્વિફાઇડ નેચરલ ગેસ (51%) અને પાઈપલાઈન ગેસ (37%) સૌથી મોટું ખરીદદાર રહ્યુ છે, જ્યારે NATOનો સભ્ય તુર્કી રશિયન તેલ ઉત્પાદકોનો સૌથી મોટો ખરીદદાર (26%) રહ્યો છે. તે છતાં યૂરોપ અને NATOના દેશો ભારત જેવા દેશો પર રશિયા સાથે વ્યાપાર ન કરવા માટે દબાણ કરી રહ્યાં છે.
જયસ્વાલે પોતાના નિવેદનમાં કડક શબ્દોમાં પશ્ચિમી દેશોને સંભાળવતા કહી દીધું કે, અમે બેવડા માપદંડો વિરૂદ્ધ વિશેષ રૂપથી ચેતવણી આપી રહ્યાં છીએ. આ નિવેદન તે તથ્ય તરફ ઈશારો કરી રહ્યું છે કે યૂરોપીયન દેશ પોતે રશિયા પાસેથી ઉર્જા આયાત ચાલું રાખી રહ્યા છે અને બીજી તરફ ભારત, ચીન અને બ્રાઝીલ જેવા દેશોને પ્રતિબંધો મુકવાની ધમકી આપવામાં આવી રહી છે.
રુટ્ટેની ટિપ્પણીનો અર્થ
રુટ્ટેની ટિપ્પણીને ભારતના ઘણા વર્તુળોમાં રાજદ્વારી સીમાઓનું ઉલ્લંઘન માનવામાં આવી રહ્યું છે. નાટો એક લશ્કરી જોડાણ છે અને તેને વૈશ્વિક વેપારને નિયંત્રિત કરવાનો કોઈ અધિકાર નથી. કેટલાક વિશ્લેષકો માને છે કે રુટ્ટેનું નિવેદન યુએસ નીતિઓ પ્રત્યેની તેમની વફાદારી દર્શાવે છે, ખાસ કરીને ટ્રમ્પના તાજેતરના નિવેદનો પછી.
ભારતે સતત શાંતિની હિમાયત કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક મંચો પર કહ્યું છે કે, "આ યુદ્ધનો યુગ નથી." ભારતે રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ વાટાઘાટોને ટેકો આપ્યો છે, પરંતુ તે તેની ઊર્જા સુરક્ષા અને આર્થિક હિતોને પ્રાથમિકતા આપે છે.
નાટોના વડાની ચેતવણી અને બેવડા ધોરણો સામેની ચેતવણીનો ભારત દ્વારા અસ્વીકાર એ સ્વતંત્ર વિદેશ નીતિ અને રાષ્ટ્રીય હિતોને પ્રાથમિકતા આપવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. રશિયામાંથી તેલની આયાત ભારતના અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ છે, જે સ્થાનિક ભાવોને નિયંત્રિત કરવામાં અને ઝડપથી વિકસતા અર્થતંત્રને ટેકો આપવામાં મદદ કરે છે.
આ પણ વાંચો- કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું, નિમિષા કેસમાં બહારના હસ્તક્ષેપને બદલે પરિવારને જ વાતચીત કરવા દેવી જોઈએ