Nepal Bus Accident: નેપાળમાં મુસાફરો ભરેલી બસ ત્રિશુલી નદીમાં ખાબકતા 18 લોકોના મોત
- નેપાળના ધાડિંગ જિલ્લામાં વહેલી સવારે સર્જાઈ મોટી દુર્ઘટના (Nepal Bus Accident)
- પોખરાથી કાઠમંડુ જઈ રહેલી બસ ત્રિશુલી નદીમાં ખાબકી
- અકસ્માતમાં 6 મહિલાઓ અને 11 પુરુષો સહિત 18 ના મોત
પાડોશી દેશ નેપાળ (Nepal) માં આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. નેપાળના ધાડિંગ જિલ્લામાં (Dhading District) પેસેન્જર બસ બેકાબૂ થઈને ત્રિશુલી નદીમાં (Trishuli River) ખાબકતા ઓછામાં ઓછા 18 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. અનેક લોકો ઘાયલ હોવાના સમાચાર સામે આવ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બસ નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.
Nepal Bus Accident: પોખરાથી કાઠમંડુ જતી બસને નડ્યો અકસ્માત
મળતી માહિતી મુજબ, આ ખાનગી બસ પર્યટન સ્થળ પોખરા (Pokhara) થી રાજધાની કાઠમંડુ (Kathmandu) જઈ રહી હતી. ધાડિંગ જિલ્લાના મુખ્ય હાઈવે પર ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ સીધી નદીમાં જઈ પડી હતી. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃતકોમાં 6 મહિલાઓ અને 11 પુરુષોનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય એક વ્યક્તિનું હોસ્પિટલમાં મોત થયું હતું.
નેપાળના ધાદિંગમાં ત્રિશૂલી નદીમાં ખાબકી બસ
બસ નદીમાં ખાબકતા 18 મુસાફરના મોત
પોખરાથી કાઠમાંડૂ જતી હતી મુસાફર બસ
25 જેટલા મુસાફરને સારવાર માટે ખસેડાયા
સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી#NepalAccident #TrishuliRiver #Dhading #NepalNews #BusCrash #Tragedy #RescueOperation… pic.twitter.com/JLHBBGDE6t— Gujarat First (@GujaratFirst) February 23, 2026
વિદેશી પ્રવાસીઓ પણ સવાર હોવાની આશંકા
સ્થાનિક મીડિયા અહેવાલો (Local Media Reports) મુજબ, આ બસમાં નેપાળી નાગરિકોની સાથે કેટલાક વિદેશી પ્રવાસીઓ (Foreign Tourists) પણ મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માતની જાણ થતા જ નેપાળ આર્મી અને પોલીસ દ્વારા મોટા પાયે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન (Search and Rescue Operation) શરૂ કરવામાં આવ્યું હતું. નદીનો પ્રવાહ તેજ હોવાને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Iran Protest: ઈરાનમાં ફરી આંદોલન: ‘ખૂની નેતા’ ખામેનીના નારા સાથે Gen Z રસ્તા પર!


