Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Nepal માં કોમી હિંસા ફાટી નીકળતા ભારત-નેપાળ બોર્ડર સીલ

નેપાળના ધનુષામાં મસ્જિદમાં તોડફોડ બાદ કોમી હિંસા ફાટી નીકળી છે, જેના કારણે પરિસ્થિતિ અત્યંત તંગ બની છે. હિંસક વિરોધ પ્રદર્શનો અને પથ્થરમારાને કાબુમાં લેવા પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા છે. સુરક્ષાના કારણોસર ભારત-નેપાળ બોર્ડર સીલ કરી દેવામાં આવી છે અને સરહદી જિલ્લાઓમાં હાઈએલર્ટ જાહેર કરાયું છે. સોશિયલ મીડિયા પર ફેલાયેલા વીડિયોના કારણે હિંસા ભડકી હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે.
nepal માં કોમી હિંસા ફાટી નીકળતા ભારત નેપાળ બોર્ડર સીલ
Advertisement
  • (Nepal Communal Violence ) નેપાળમાં ફરી એકવાર હિંસા ભડકી
  • નેપાળમાં કોમી હિંસા ફાટી નીકળતા પરિસ્થિતિ તંગ
  • આ કોમી હિંસાને લઇને ભાર--નેપાળ બોર્ડર સીલ કરવામાં આવી

ભારતના પાડોશની દેશ નેપાળમાં ફરી એકવાર હિંસાની ઝપેટામાં આવી ગયો છે. ભારતની સીમા પાસે આવેલા નેપાળના જિલ્લાઓમાં હિંસા ફાટી નીકળવાના મોટા સમાચાર સામે આવ્યા છે. હાલ આ જિલ્લાઓમાં હાઇએલર્ટના નિર્દેશ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઇને હાલ ભારત-નેપાળની સરહદ સીલ કરી દેવામાં આવી છે.

નેપાળમાં ફાટી નીકળી કોમી હિંસા

નોંધનીય છે કે ભારતની સરહદ પર આવેલા નેપાળમાં કોમી હિંસા (Nepal Communal Violence ) ફાટી નીકળી છે જેના લીધે પરિસ્થિતિ વધુ તંગ બની છે. નેપાળના નેપાળના પારસા અને ધનુષા ધામ જિલ્લામાં હિંસા ફાટી નીકળી છે.ધનુષા જિલ્લામાં એક મસ્જિદમાં તોડફોડ થયા બાદ નેપાળમાં કોમી હિંસા ફાટી નીકળી છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે.પારસાના બિરગંજમાં હિંસક વિરોધ પ્રદર્શનોને કાબુમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા. પારસા જિલ્લો બિહારના રક્સૌલ જિલ્લાની સરહદ સાથે જોડાયેલો છે. દક્ષિણ નેપાળમાં સરહદ પારથી થતી અવરજવરને રોકવા માટે ભારતીય સરહદ પણ સીલ કરવામાં આવી છે.

Advertisement

શું છે આખો મામલો?

Nepal Communal Violence :  નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર, ધનુષાના સખુવા મારન વિસ્તારમાં કેટલાક વ્યક્તિઓએ એક મસ્જિદમાં તોડફોડ કરી હતી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો, જેના કારણે હિન્દુ સમુદાય વિરુદ્ધ નફરતભર્યા ભાષણો ફેલાવા લાગ્યા. સોશિયલ મીડિયાથી પ્રભાવિત થઈને, મુસ્લિમ સમુદાયના યુવાનોએ હિંસક વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા.

Advertisement

પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા

ધનુષામાં પ્રદર્શનકારીઓએ ટાયરો સળગાવી વિરોધ કર્યો. પોલીસનું કહેવું છે કે જ્યારે તેમણે પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો ત્યારે પ્રદર્શનકારીઓએ તેમના પર પથ્થરમારો શરૂ કરી દીધો. પરિસ્થિતિને કાબુમાં લાવવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા.

આ પણ વાંચો: વેનેઝુએલા બાદ અમેરિકા ઈરાનને નિશાન બનાવે તેવી શક્યતા, દેખાવોમાં 35ના મોતની આશંકા

Tags :
Advertisement

.

×