Nepal Politics: નેપાળના ગૃહમંત્રી Sudhan Gurungએ અચાનક કેમ પદ છોડ્યું? જાણો કારણ
- નેપાળના ગૃહમંત્રી સુધન ગુરુંગે પદ પરથી આપ્યું રાજીનામું (Nepal Politics)
- ગંભીર ભ્રષ્ટાચાર અને શંકાસ્પદ રોકાણના લાગ્યા હતા આરોપો
- માત્ર 26 દિવસના ટૂંકા કાર્યકાળમાં જ ખુરશી ગુમાવવાનો વારો આવ્યો
- ઉદ્યોગપતિ દીપક ભટ્ટા સાથેની ભાગીદારીને લઈ વિપક્ષે મચાવ્યો હતો હોબાળો
નેપાળની રાજનીતિમાં અત્યારે ભારે હલચલ જોવા મળી રહી છે. વડાપ્રધાન બાલેન શાહ (PM Balen Shah) ની સરકારને મોટો ઝટકો આપતા ગૃહમંત્રી સુધન ગુરુંગે (Home Minister Sudhan Gurung) બુધવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આશ્ચર્યની વાત એ છે કે, તેમણે પદ સંભાળ્યાના માત્ર 26 દિવસમાં જ ખુરશી છોડવી પડી છે.
Nepal Politics: ગંભીર આરોપો અને વિવાદ
સુધન ગુરુંગ પર વિવાદાસ્પદ ઉદ્યોગપતિ દીપક ભટ્ટા (Deepak Bhatta) સાથે વ્યાપક વ્યવસાયિક ભાગીદારી હોવાના અને માઈક્રો ઈન્સ્યોરન્સ કંપનીઓમાં (Micro Insurance Companies) શંકાસ્પદ રોકાણ કરવાના ગંભીર આરોપો લાગ્યા હતા. ગૃહમંત્રી બન્યા બાદ તેમણે ભ્રષ્ટાચાર સામે કડક વલણ અપનાવવાની વાતો કરી હતી, પરંતુ ખુદ તેમના જ અંગત રોકાણો અને અપ્રમાણસર સંપત્તિના વિવાદોએ તેમને ઘેરી લીધા હતા. નેપાળી મીડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા દસ્તાવેજો બાદ વિપક્ષે તેમના રાજીનામા માટે ઉગ્ર પ્રદર્શનો કર્યા હતા.
गृहमन्त्री सुदन गुरुङले दिए राजीनामा pic.twitter.com/XpEoLnTtDh
— Nepal Correspondence (@NepCorres) April 22, 2026
નૈતિકતા અને 'જનરેશન ઝેડ'
પોતાના રાજીનામા અંગે ફેસબુક (Facebook) પર સ્પષ્ટતા કરતા ગુરુંગે જણાવ્યું હતું કે, "જાહેર વિશ્વાસથી મોટી કોઈ શક્તિ નથી. મારા માટે પદ કરતા નૈતિકતા વધુ મહત્વની છે." તેમણે વધુમાં ઉમેર્યું કે આજની 'જનરેશન ઝેડ' (Generation Z) પારદર્શિતા અને જવાબદાર નેતૃત્વની માંગ કરી રહી છે, અને નાગરિકોના પ્રશ્નોને ગંભીરતાથી લઈને તેઓ પદત્યાગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: Nepal સરકારનો મોટો નિર્ણય: ભારતથી આયાત પર કસ્ટમ ડ્યુટી ફરજિયાત કરતા મચ્યો હોબાળો


