Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નેતન્યાહૂએ ડોનાલ્ડ ટ્રમ્પને ગીફ્ટ આપ્યું ગોલ્ડન પેજર, હિઝબુલ્લાહને લાગશે આગ

PM Benjamin Netanyahu : ઇઝરાયલી વડાપ્રધાન કાર્યાલયે પણ પુષ્ટિ આપી છે કે, ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ડોનાલ્ડ ટ્રમ્પને ગોલ્ડન પેજર ભેટ તરીકે આપ્યું છે.
નેતન્યાહૂએ ડોનાલ્ડ ટ્રમ્પને ગીફ્ટ આપ્યું ગોલ્ડન પેજર  હિઝબુલ્લાહને લાગશે આગ
Advertisement
  • ઇઝરાયેલના PM દ્વારા આપવામાં આવી ટ્રમ્પને ગીફ્ટ
  • ગોલ્ડન પેજર નામની વ્યંગાત્મક ગીફ્ટની સમગ્ર વિશ્વમાં ચર્ચા
  • હિઝબુલ્લાહનો ગોલ્ડન પેજર વિસ્ફોટ થકી જ કર્યો હતો ખાતમો

Israel gift to Donald Trump : ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વ્હાઇટ હાઉસ ખાતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા. આ સમય દરમિયાન તેમણે ટ્રમ્પને ખૂબ જ ખાસ ભેટ આપી. વ્હાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા બાદ, ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તેમને 'ગોલ્ડન પેજર' ભેટમાં આપ્યું.

ઇઝરાયલી વડાપ્રધાન કાર્યાલયે પણ પુષ્ટિ આપી હતી કે, નેતન્યાહૂએ ડોનાલ્ડ ટ્રમ્પને સોનાનું પેજર ભેટ તરીકે આપ્યું હતું. વાસ્તવમાં, આ ભેટ લેબનોનમાં હિઝબુલ્લાહ સામે ઇઝરાયલના ઓપરેશનનું પ્રતીક છે. જેમાં પેજર બ્લાસ્ટ દ્વારા ઘણા હિઝબુલ્લાહ આતંકવાદીઓ માર્યા ગયા હતા.

Advertisement

આ પણ વાંચો : Patidar Anamat Andolan ને લઈને મોટા સમાચાર, રાજદ્રોહ સહિતનાં કેસ પાછા ખેચાયાં

Advertisement

લેબનોનમાં પેજર બ્લાસ્ટ કેવી રીતે થયા?

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લેબનોન અને સીરિયા વચ્ચેના સરહદી વિસ્તારોમાં અનેક પેજર વિસ્ફોટ થયા હતા. લેબનીઝ રાજધાની બેરૂત અને દક્ષિણ લેબનોનના ઘણા વિસ્તારોમાં, ખાસ કરીને પૂર્વીય બેકા ખીણમાં એક પછી એક શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા. આ પછી, લેબનોનમાં વોકી-ટોકી ઉપરાંત, સોલાર પેનલ અને હેન્ડહેલ્ડ રેડિયોમાં પણ વિસ્ફોટ થયા. એટલું જ નહીં, બેરૂત સહિત લેબનોનના ઘણા મોટા શહેરોમાં ઘરોના સોલાર સિસ્ટમ અને સોલાર પેનલમાં ઘણા વિસ્ફોટ થયા હતા.

પેજર્સ દ્વારા બનાવાયા હતા નિશાન

હિઝબુલ્લાહ દ્વારા સંદેશાવ્યવહાર માટે ઉપયોગમાં લેવાતા પેજર્સને નિશાન બનાવતા આ હુમલાઓમાં 3,000 થી વધુ લોકો ઘાયલ થયા હતા અને લગભગ 40 આતંકવાદીઓ માર્યા ગયા હતા. ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પુષ્ટિ આપી હતી કે, તેમણે સપ્ટેમ્બરમાં લેબનોન સ્થિત આતંકવાદી જૂથ હિઝબુલ્લાહના ગુપ્તચર સ્થળો પર પેજર હુમલાને મંજૂરી આપી હતી.

આ પણ વાંચો : BZ જેવું જ કૌભાંડ Anand માં! હરિધામ સોખડાનાં હરિભક્તે NRI યુવકને લગાવ્યો 1.30 કરોડનો ચૂનો!

હિઝબુલ્લાહના લડવૈયાઓ ફક્ત પેજરનો ઉપયોગ કેમ કરતા હતા?

હકીકતમાં, હમાસ પર ઇઝરાયલના હુમલા પછી, હિઝબુલ્લાહના ટોચના કમાન્ડરોએ તેમના લડવૈયાઓને એકબીજા સાથે વાત કરવા માટે મોબાઇલ કે ઇન્ટરનેટને બદલે પેજરનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો હતો. પેજરનું સ્થાન ટ્રેક કરી શકાતું નથી.

આ પણ વાંચો : ભારતમાંથી મળી લાખો ટન સોનાની ખાણ, 2026 થી સરકાર ચાલુ કરશે કામકાજ

Tags :
Advertisement

.

×