Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ અદ્યતન વિમાનથી માત્ર 1 કલાકની અંદર લંડનથી ન્યૂયોર્ક પહોંચી શકાશે

3459 માઈલ અંતર 1 કલાકથી ઓછા સમયમાં કાપી શકશે તેનો પ્રોટોટાઈપ ક્યારે તૈયાર થશે તે સ્પષ્ટ નથી સામાન્ય વિમાનો કરતાં વધુ ઊંચાઈએ ઉડાન ભરશે New hypersonic jet Stargazer : London થી New York સુધીની મુસાફરી કરવામાં મુસાફરોને વિમાનના માધ્યમથી...
આ અદ્યતન વિમાનથી માત્ર 1 કલાકની અંદર લંડનથી ન્યૂયોર્ક પહોંચી શકાશે
  • 3459 માઈલ અંતર 1 કલાકથી ઓછા સમયમાં કાપી શકશે
  • તેનો પ્રોટોટાઈપ ક્યારે તૈયાર થશે તે સ્પષ્ટ નથી
  • સામાન્ય વિમાનો કરતાં વધુ ઊંચાઈએ ઉડાન ભરશે

New hypersonic jet Stargazer : London થી New York સુધીની મુસાફરી કરવામાં મુસાફરોને વિમાનના માધ્યમથી 8 કલાક થતા હોય છે. પરંતુ આ કાલાકોની મુસાફરીથી છૂટકારો મળવા જઈ રહ્યો છે. જોકે ટેક્સાસની એયરોસ્પેસ કંપની Venus Aerospace એક એવા Jet Plane ને બનાવવા ઉપર કામ કરવામાં આવી રહ્યું છે. આ Jet Plane થી 1 કલાકની અંદર London થી New York સુધી માત્ર 1 કલાકની અંદર પહોંચી શકાશે. આ જેટની ઝડપ અવાજની ગતિ કરતા 5 ગણી વધુ હશે.

Advertisement

3459 માઈલ અંતર 1 કલાકથી ઓછા સમયમાં કાપી શકશે

Jet Plane ને કોમર્શિયલ ટ્રાવેલની પરવાનગી મળી જશે, તો London અને New York વચ્ચેનું 3459 માઈલ અંતર એક કલાકથી પણ ઓછા સમયમાં કાપી શકશે. આ Jet Plane ની ઝડપ Concorde supersonic aircraft કરતાં ત્રણ ગણી અને નાસાના આગામી સન ઓફ કોનકોર્ડ કરતાં પાંચ ગણી વધુ હશે. ગયા સપ્તાહે બેન્ટનવિલે, અરકાનસાસમાં યુપી સમિટમાં, Venus Aerospace Stargazerએ એન્જિન બતાવ્યું જેનો ઉપયોગ સ્ટારગેઝરમાં થશે.

આ પણ વાંચો: China એ મિશન મૂન માટે અવકાશયાત્રીઓ બનાવ્યા ખાસ સ્પેસ સૂટ, જુઓ...

Advertisement

તેનો પ્રોટોટાઈપ ક્યારે તૈયાર થશે તે સ્પષ્ટ નથી

કંપનીએ Stargazer ના એન્જિનને Venus Detonation Ramjet 2000 Thrust Engine નામ આપ્યું છે, જેને VDR2 પણ કહેવામાં આવી રહ્યું છે. Venus Aerospace ના કો-ફાઉન્ડરના જણાવ્યા અનુસાર, આ એન્જિન હાઈ સ્પીડ ફ્લાઈટમાં ક્રાંતિ લાવશે. આ એન્જિન હાઇપરસોનિક ઇકોનોમીના સપનાને સાકાર કરવામાં મદદ કરશે. કંપનીએ આ Aircraftની કોન્સેપ્ટ પિક્ચર પણ જાહેર કરી છે, પરંતુ તેનો પ્રોટોટાઈપ ક્યારે તૈયાર થશે તે સ્પષ્ટ નથી.

Advertisement

સામાન્ય વિમાનો કરતાં વધુ ઊંચાઈએ ઉડાન ભરશે

આ Aircraft પરંપરાગત જેટ એન્જિનનો ઉપયોગ કરીને ટેકઓફ કરશે પરંતુ પર્યાપ્ત ઊંચાઈએ પહોંચ્યા પછી, તે VDR2 નો ઉપયોગ કરવાનું શરૂ કરશે. જોકે આ વર્ષે નાના ડ્રોનમાં આ એન્જિનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જો બધું બરાબર રહેશે, તો કોનકોર્ડ પછી સ્ટારગેઝર પહેલું પેસેન્જર વિમાન બનશે જે અવાજની ઝડપ કરતાં વધુ ઝડપથી ઉડશે. આ જેટ સામાન્ય વિમાનો કરતાં વધુ ઊંચાઈએ ઉડાન ભરશે.

આ પણ વાંચો: Polaris Mission નો પ્રથમ વીડિયો સોશિયલ મીડિયા ઉપર કરાયો શેર, જુઓ....

Tags :
Advertisement

.