New Mexico Rain : લિંકન કાઉન્ટીમાં ભારે વરસાદને લીધે તબાહી, પૂરમાં ઘરો તણાયાં
ન્યૂ મેક્સિકોના લિંકન કાઉન્ટી (Lincoln County) માં ભારે વરસાદે તબાહી મચાવી દીધી છે. રાષ્ટ્રીય હવામાન વિભાગે આપાતકાલીન પરિસ્થિતિ (Emergency) જાહેર કરી છે. વાંચો વિગતવાર.
Advertisement
- New Mexico ના લિંકન કાઉન્ટીમાં ભારે વરસાદે મચાવી તબાહી
- એક જ પરિવારના પિતા અને 2 પુત્રો એમ કુલ 3 જણાના મૃત્યુ થયા
- આખુ ઘર જ રુઈડોસો નદીના જળસ્તર વધી જતાં તણાઈ ગયું
New Mexico Rain : લિંકન કાઉન્ટીમાં ભારે વરસાદને લીધે પૂરની સ્થિતિ સર્જાઈ છે. રાષ્ટ્રીય હવામાન વિભાગે કુદરતી કહેરને લીધે આપાતકાલીન પરિસ્થિતિ જાહેર કરવી પડી છે. ભારે પૂરમાં અનેક લોકો તણાયાની આશંકા છે. જેમાં એક જ પરિવારના પિતા અને 2 પુત્રો એમ કુલ 3 જણાના મૃત્યુ થતા ચકચાર મચી ગઈ છે. લિંકન કાઉન્ટી વિસ્તારમાં બચાવ કામગીરી ચાલી રહી છે. રિયો રુઈડોસો નદી (Ruidoso River) નું પાણીનું સ્તર ઝડપથી વધી જતા લોકોના જીવ જોખમમાં મૂકાયા છે.

