New Mexico Rain : લિંકન કાઉન્ટીમાં ભારે વરસાદને લીધે તબાહી, પૂરમાં ઘરો તણાયાં
- New Mexico ના લિંકન કાઉન્ટીમાં ભારે વરસાદે મચાવી તબાહી
- એક જ પરિવારના પિતા અને 2 પુત્રો એમ કુલ 3 જણાના મૃત્યુ થયા
- આખુ ઘર જ રુઈડોસો નદીના જળસ્તર વધી જતાં તણાઈ ગયું
New Mexico Rain : લિંકન કાઉન્ટીમાં ભારે વરસાદને લીધે પૂરની સ્થિતિ સર્જાઈ છે. રાષ્ટ્રીય હવામાન વિભાગે કુદરતી કહેરને લીધે આપાતકાલીન પરિસ્થિતિ જાહેર કરવી પડી છે. ભારે પૂરમાં અનેક લોકો તણાયાની આશંકા છે. જેમાં એક જ પરિવારના પિતા અને 2 પુત્રો એમ કુલ 3 જણાના મૃત્યુ થતા ચકચાર મચી ગઈ છે. લિંકન કાઉન્ટી વિસ્તારમાં બચાવ કામગીરી ચાલી રહી છે. રિયો રુઈડોસો નદી (Ruidoso River) નું પાણીનું સ્તર ઝડપથી વધી જતા લોકોના જીવ જોખમમાં મૂકાયા છે.
યુદ્ધના ધોરણે રાહત-બચાવ કાર્ય ચાલી રહ્યું છે
ન્યૂ મેક્સિકોના લિંકન કાઉન્ટીમાં આવેલ રુઈડોસો નદી (Ruidoso River) માં ભારે વરસાદને લીધે પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ નદીમાં ઘણા લોકો તણાઈ ગયા છે. આ તણાયેલા લોકને બચાવવા માટે યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. આ પૂરગ્રસ્ત સ્થિતિ અલ્બુકર્કથી લગભગ 150 માઇલ દક્ષિણ પૂર્વમાં સર્જાઈ છે. પૂરમાં ઘણા ઘરો તણાઈ ગયા છે. લોકોને નદીથી દૂર રહેવા અને ઊંચા સ્થળોએ જવાની ચેતવણી આપવામાં આવી છે.
રુઈડોસો નદીનું સ્તર 15 ફૂટ વધી ગયું
ન્યૂ મેક્સિકોના લિંકન કાઉન્ટી વિસ્તારની રુઈડોસો નદી (Ruidoso River) માં ભારે વરસાદને લીધે પાણીની આવક ભયજનક રીતે વધી ગઈ છે. રુઈડોસો નદીમાં માત્ર 1 કલાકમાં જ 15 ફૂટ જળસ્તર વધી જતા આપાતકાલીન સ્થિતિ સર્જાઈ છે.
આ પણ વાંચોઃ લો બોલો! 23 લાખમાં UAE ના Golden Visa ની વાત અફવા નીકળી
અગાઉ ટેક્સાસમાં પૂરે તબાહી મચાવી હતી
ટેક્સાસના કેર કાઉન્ટીમાં ગુઆડાલુપે નદીમાં પૂર આવ્યાના થોડા દિવસો પછી ન્યૂ મેક્સિકોના લિંકન કાઉન્ટીમાં પૂર આવ્યું છે. ટેક્સાસમાં આવેલા પૂરમાં 100 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને 160 થી વધુ લોકો હજૂ પણ ગુમ છે. લિંકન કાઉન્ટીમાં આખુ ઘર તણાઈ જવાની ઘટના પરિસ્થિતિ કેટલી ગંભીર હશે તેનો તાગ મેળવી શકાય છે. તેથી જ વહીવટી તંત્ર દ્વારા લોકોને ચેતવણી આપી દેવામાં આવી છે. જેમાં ઊંચાણવાળા સ્થળો પર ખસી જવાનું કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ PM Modi ને બ્રાઝિલના સર્વોચ્ચ સન્માન 'નેશનલ ઓર્ડર ઓફ સધર્ન ક્રોસ' થી કરાયા સન્માનિત