અબુ અલ-બકર બગદાદીના મૃત્યુ બાદ અબુ ઈબ્રાહિમને સંગઠનનો નવો નેતા બનાવવામાં આવ્યો હતો. ISISએ હવે અબુ અલ-હસન અલ-હાશ્મી અલ-કુરૈશીને તેના નવા નેતા તરીકે જાહેર કર્યો છે. ખતરનાક આતંકવાદી સંગઠન ISISના નેતા અબુ ઇબ્રાહિમ અલ-હાશ્મી અલ-કુરૈશી અને તેના પ્રવક્તા અબુ હમઝા અલ-કુરેશી માર્યો ગયો છે. ISISએ ગુરુવારે બંનેના મોતની પુષ્ટિ કરી હતી. ફેબ્રુઆરીમાં સીરિયામાં યુએસ સ્પેશિયલ ફોર્સ દ્વારા તેની હત્યા કરવામાં આવી હતી.અબુ અલ-બકર બગદાદીના મૃત્યુ બાદ અબુ ઈબ્રાહિમને સંગઠનનો નવો નેતા બનાવવામાં આવ્યો હતો. ISISએ હવે અબુ અલ-હસન અલ-હાશ્મી અલ-કુરૈશીને તેના નવા વડા તરીકે જાહેર કર્યો છે. અબુ ઇબ્રાહિમનું મોત ISIS માટે વધુ એક ફટકો છે. જ્યારે યુએસએ ફેબ્રુઆરીમાં તેના મૃત્યુનો દાવો કર્યો હતો, ત્યારે આ આતંકવાદી સંગઠને તેનો ઇનકાર કર્યો હતો. ગુરુવારે ISISના પ્રવક્તા અબુ ઉમર અલ-મુજાહિરે નિવેદનમાં સમાચારની પુષ્ટિ કરી. તેણે કહ્યું કે અબુ ઈબ્રાહિમની છેલ્લી લડાઈ ઉત્તર સીરિયાની એક જેલમાં થઈ હતી.આ પહેલા 3 ફેબ્રુઆરીના રોજ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનએ કહ્યું હતું કે અમેરિકી સેનાએ ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા (ISIS)ના વડા અબુ ઈબ્રાહિમ અલ-હાશિમી અલ-કુરેશીને સ્પેશિયલ ઓપરેશનમાં ઠાર કાર્ય છે. ઓપરેશનમાં સામેલ સ્પેશિયલ અમેરિકન ફોર્સના જવાનો સુરક્ષિત રીતે પરત ફર્યા છે.આ રીતે અબુ ઈબ્રાહિમને કર્યો હતો ઠાર પૂર્વ આઈએસ ચીફ બગદાદીના મોત બાદ 31 ઓક્ટોબર 2019ના રોજ અબુ ઈબ્રાહિમે આઈએસની કમાન સંભાળી હતી. તેઓ અમીક મોહમ્મદ સૈદ અબ્દાલ રહેમાન અલ-માવલા તરીકે પણ જણીતો હતો યુએસ સેનાએ આ ઓપરેશન તે જ જગ્યાએ કર્યું હતું જ્યાં 2019માં અબુ બકર અલ-બગદાદીને ઠાર કર્યો હતો. એક અધિકારીએ દાવો કર્યો હતો કે અબુ ઈબ્રાહિમે પોતાને ઘેરાયેલા જોઈને બગદાદીની જેમ જ પોતાના આત્મઘાતી પટ્ટા પરનું બટન દબાવીને પોતાની જાતને ઉડાવી દીધી હતી. જેમાં તેની સાથે તેના પરિવારના સભ્યોના પણ મોત થયા હતા.