રશિયા અને યુક્રેન વચ્ચનું યુદ્ધ દિન પ્રતિદિન વધારે ઘાતક થતું જાય છે. તો બીજી તરફ યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત પરત લાવવા માટે સરકાર દ્વારા અભિયાન ચાલુ છે. આવી સ્થિતિમાં ભારત માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. યુક્રેનમાં વધુ એક ભઆરતીય વિદ્યાર્થીનું મોત થયું છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે પણ એક વિદ્યાર્થીએ રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલામાં જીવ ગુમાવ્યો હતો. થોડા સમય પહેલા હોસ્પિટલમાં દાખલ કરાયો હતોજે હેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે, તે મુજબ યુક્રેનમાં બુધવારે એક પંજાબી વિદ્યાર્થીએ જીવ ગુમાવ્ય છે. જો કે આ વિદ્યાર્થીનું મૃત્યુ યુદ્ધના કારણે નહીં પરંતુ બીમારીના કારણે થયું છે. છેલ્લા થોડા સમયથી આ વિદ્યાર્થી હોસ્પિટલમાં દાખલ હતો તેવી વાત સામે આવી છે. જો કે આ વાતની હજી અધિકારિક સ્તરે પુષ્ટિ કરવામાં આવી નથી.અત્યારે જે પ્રાથમિક જાણકારી મળી રહી છે, તે પ્રમાણે યુક્રેનના વિન્નિત્સિયા શહેરની મેમોરિયલ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો 22 વર્ષનો પંજાબી યુવકે થોડા સમય પહેલા બીમાર થયો હતો. ત્યારબાદ તેને વિન્નિત્સિયા શહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આઇસીયુમા દાખલ કરેલા આ વિદ્યાર્થીનું આજે મોત થયું છે.ગઇ કાલે પણ એક વિદ્યાર્થીનું મોત થયું હતુંઆ પહેલા ગઇકાલે એટલે કે મંગળવારના રોજ યુક્રેનના ખારકીવ શહેરમાં પણ એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હતું. કર્ણાટકના નવીન નામનો આ યુવક જ્યારે જમવાનું લેવા માટે બહાર ગયો હતો ત્યારે રશિયાએ કરેલા મિસાઇલ એટેકમાં તેનું મોત થયું હતું. જેની જાણકારી વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવી હતી. હજુ આ વિદ્યાર્થીનો મૃતદેહ ભારત કઇ રીતે લવાશે તેવા સવાલો ઉભા થયા છે, તેવામાં વધુ એક વિદ્યાર્થીના મોતના સમાચાર આવ્યા છે.